ગુજરાતી સ્વીટ નાનખટાઈ

ટી ટાઈમે આ સાથી મળી જાય એટલે બીજું કશુ ના હોય ઓ પણ હાલે બહું સરળતાથી અને ઝડપ થી બની હતી કૂકીઝ એટલે યમ્મી નાન ખટાઇ..😋👌 મારા માટે મારી બનાવેલી નાન ખટાઇ ની એક બાઈટ જ ઉર્જા લાવી દે છે..😊

નાનખટાઈ ની રેસીપી લખનાર નું નામ છે સંગીત વ્યાસ સંગીતા એ આ રેસીપી શીખી છે તેમના મમ્મી પાસે થી..એ વખતે મેંદો એટલો પ્રચલિત નહોતો એટલે ઘઉં નો લોટ વાપરતા. મમ્મી જાડા તળિયા વાળા પિત્તળ ના તપેલા માં નીચે રેતી ભરી ઉપર કાંઠલો મૂકી એના પર થાળી માં નાનખટાઈ ના બોલ્સ મૂકી ને બનાવતી….હવે,સમય જતાં વેરિએશન આવતા ગયા અને ચૅન્જ અને સારા કલર માટે મે મેંદો યુઝ કર્યો

નાનખટાઈ બનાવા માટે જરૂરી સામગ્રી

૧/૨ કપ થીજેલુ ઘી

૧/૨ કપ દળેલી ખાંડ

૧ કપ મેંદો

૧/૨ કપ બેસન

૧/૪ કપ ઝીણી સૂજી

૧/૨ ચમચી બેકિંગ પાઉડર

૧/૨ ચમચી બેકિંગ સોડા

૧ પિંચ મીઠું

૧ ટેબલસ્પૂન કાજુ બદામ નો કકરો ભૂકો

૧/૨ ચમચી એલચી પાવડર

૩-૪ ટેબલસ્પૂન દૂધલોટ બાંધવા

૧ ચમચી કાજુ બદામ ની કતરણ

NUTRIENTS YOU GET (તમે મેળવો ન્યુટ્રિઅન્ટ્સ)

મને મારી મમ્મી એ શિખવેલ ડીશ બનાવી ને ખાવાથી બધા ન્યુટ્રિઅન્ટ્સ મળી જાય છે એવું મારું માનવું છે.

નાનખટાઈ બનાવા માટે જરૂરી પગલા

એક મોટા વાસણ માં ઘી અને દળેલી ખાંડ લઈ વિસ્કર થી ખુબ ફીણવું,જેથી બેટર fluffy થાય..

હવે માપ પ્રમાણે મેંદો,બેસન,સૂજી, બેકિંગ પાવડર અને બેકિંગ સોડા લઈ ચાળી લેવું અને લોટ ને fluffy થયેલા મિશ્રણ માં એડ કરી તેમાં કાજુ બદામ નો ભૂકો, એલચી પાવડર અને મીઠું નાખી સારી રીતે મિક્સ કરી જરુર પ્રમાણે દૂધ એડ કરી મિડીયમ સોફ્ટ લોટ બાંધી ૧૦ મિનિટ નો રેસ્ટ આપવો.

STEP 3

હવે ઓવન ને ૧૬૦ ડિગ્રી પર દસ મિનિટ માટે પ્રિ હિટ કરી લો,રેસ્ટ બાદ લોટ માં થી પુરી ના લૂઆ ની સાઈઝ પ્રમાણે લોટ લઈ બોલ બનાવી ઉપર કાજુ કે બદામ ની કતરણ સ્ટિકકરી ટ્રે માં છૂટા છૂટા ગોઠવવા,અને પ્રિ હિટેડ થયેલા ઓવન માં ૧૮૦ ડિગ્રી પર ૧૨ થી ૧૫ મિનિટ માટે બેક કરી લેવા.

STEP 4

તો, તૈયાર છે યમ્મી એન્ડ ડિલિશિઓસ નાનખટાઈ.. આજે જ બનાવો અને તમારાફેમિલી ને ખુશ કરો યમ્મી એન્ડ ડિલિશિઓસ નાનખટાઈ

2 thoughts on “ગુજરાતી સ્વીટ નાનખટાઈ”

Comments are closed.