જીવન ઉત્સવ બની જાય : સકારાત્મક વિચારો

એક દિવસ, બધા શિષ્યો ભેગા થઈને ગુરુ પાસે ગયા અને કહ્યું, “ગુરુજી, અમે બધા જાત્રા કરવા જઈ રહ્યા છીએ.”
ગુરુજી: “તમારે જાત્રા કરવા કેમ જવું છે?”


શિષ્યો: “જેથી અમે અમારી ભક્તિ વધુ દૃઢ કરી શકીએ.”


ગુરુજી: “ઠીક છે. તો મારું પણ એક કામ કરો. આ કારેલા લેતાં જાવ. તમે જે જગ્યાએ જાવ, જે મંદિરમાં જાવ, ત્યાં ભગવાનને આ અર્પણ કરી ધરાવજો, અને તેને પ્રસાદ તરીકે પાછા લાવજો.”


એટલે પછી, ફક્ત શિષ્યો જ નહીં, કારેલા પણ મંદિરે મંદિરે જાત્રા કરવા નિકળ્યા.


છેવટે, જ્યારે બધા પરત ફર્યા, ત્યારે ગુરુજીએ કહ્યું , “આ કારેલાનું શાક બનાવીને મને આપો.”


શિષ્યોએ શાક બનાવીને ગુરુજીને પીરસ્યું. ગુરુજીએ પહેલો કોળિયો ભર્યો, અને બોલ્યા, “આશ્ચર્ય છે!!!!!!”
શિષ્યોએ પૂછ્યું , “શું આશ્ચર્ય છે?”


ગુરુજી બોલ્યા, “આટલી જાત્રા કરી છતાં પણ કારેલા તો કડવા જ રહ્યા, એવું કેવું?”


શિષ્યોએ જવાબ આપ્યો, “પણ એ તો કારેલાની પ્રકૃતિ છે તો કડવા જ રહે ને , ગુરુજી!!”


ગુરુજી બોલ્યા, “હું પણ એ જ કહેવા માંગુ છું. તમે જો પોતાની પ્રકૃતિ કે સ્વભાવ ના બદલો, તો જાત્રાથી કોઈ ફેર ના જ પડે!!!!!”

એટલે , તમે અને હું, આપણે જો પોતાને ના બદલીએ, તો કોઈ શિક્ષક કે કોઈ ગુરુ આપણાં જીવનને ના બદલી શકે.

જ્યારે આપણે સકારાત્મક વિચારો કરીએ છીએ, ત્યારે…


ધ્વનિ સંગીત બની જાય…


સ્મિત હાસ્ય બની જાય…


મન સ્થિતપ્રજ્ઞ બની જાય…


જીવન ઉત્સવ બની જાય…

1 thought on “જીવન ઉત્સવ બની જાય : સકારાત્મક વિચારો”

Comments are closed.