ડોઢા ની બરફી

મારી ફ્રેન્ડ ના ઘરે ગણપતિ બેસાડ્યા છે.તો આજે એના ઘરે બાપ્પા ની પ્રસાદી માં આ ડોઢા ની બરફી બનાવી હતી અને મને બહુ ભાવી,તો ઘરે આવી ને મે પણ બનાવી દીધી અને મારા ગણપતિ બાપ્પા ને ધરાવી.. બહુ જ હેલ્થી અને બનાવવામાં સરળ છે..

આ રેસિપી લખનારનું નામ છે સંગીત વ્યાસ તેઓએ આ રેસિપી તેમની ફ્રેન્ડ પાસેથી શીખી છે .મારી ફ્રેન્ડ ના ઘરે ગણપતિ બેસાડ્યા છે. તો આજે એના ઘરે બાપ્પા ની પ્રસાદી માં આ ડોઢા ની બરફી બનાવી હતી અને મને બહુ ભાવી ,તો ઘરે આવી ને મે પણ બનાવી દીધી અને મારા ગણપતિ બાપ્પા ને ધરાવી. . બહુ જ હેલ્થી અને બનાવવામાં સરળ છે..

ડોઢા ની બરફી(ઘટકો)

૧/૨ કપ ઘઉં ના ફાડા

૧ લીટર દૂધ

૧ ટેબલસ્પૂન દહીં

૪ ટેબલસ્પૂન ઘી

૨ ટેબલસ્પૂન કોકો પાવડર

૧/૪ કપ કાજુ બદામ ની કતરણ

૧/૨ ચમચી એલચી પાવડર

(તમે મેળવો ન્યુટ્રિઅન્ટ્સ)

ઘુંટણ ના રોગ, હાર્ટ ના રોગ, સોજા ઉતારવા, મેટાબોલિઝ્મ કંટ્રોલ માં રાખવું વગેરે જેવી બિમારીઓ માં ઘઉં ના ફાડા બહું જ ઉપયોગી છે.

ડોઢા ની બરફી ની રીત

STEP 1

નોનસ્ટિક પેનમાં ઘઉં ના ફાડા ને ડ્રાય રોસ્ટ કરી લેવા. થોડો રંગ બદલાય અને સુગંધ આવવા માંડે ત્યાં સુધી.. પછી થાળી માં ઠંડા કરવા રાખવા, એ જ પેન માં દૂધ ગરમ કરવા મૂકવું અને બીજા ingridents તૈયાર રાખવા.

PICTURE OF STEP 1

the purpose of images is to make clear to the viewer about how the recipe should be made

STEP 2

દૂધ નો ઉભરો આવે એટલે તેમાં શેકેલા ફાડા નાખી સારી રીતે હલાવી લેવું. ત્યારબાદ દહી અને એક ચમચો ઘી નાખી હલાવતા રહેવું. દહી થી દૂધ ફાટી જશે અને creamy texture આવશે. સતત હલાવતા રહેવા થી પાણી બળવા લાગશે. આખા procedure માં ફલેમ મિડીયમ ટુ સ્લો રાખવાની..

PICTURE OF STEP 2

STEP 3

હવે તેમાં માપ પ્રમાણે ખાંડ નાખી પાછું મિક્સ કરતા રહેવું. આ સાથે બીજી એક ચમચી ઘી અને એલચી પાવડર એડ કરવું ખાંડ નું પાણી બધું બળી જવું જોઈએ. ઘી નાખવાથી એમાં શાઈન આવશે.. લચકા પડતું થાય એટલે કોકો પાવડર માં ૨ ચમચા દૂધ નાખી પાતળુ કરી mixture માં એડ કરવું બરાબર હલાવી અડધા ભાગના નટસ ની કતરણ અને એક ચમચી ઘી નાખી બંધાવા આવે ત્યાં સુધી હલાવતા રહેવાનું..

PICTURE OF STEP 3

STEP 4

હવે લાગે કે મિશ્રણ પેન ને છોડવા લાગ્યું છે અને ઘટ્ટ થઈ ગયું છે ત્યારે છેલ્લે એક ચમચો ધી નાખી, મિક્સ કરી ગ્રીસ કરેલા mold માં પાથરી લેવું. બાકી રહેલ કાજુ બદામ ની કતરણ મિશ્રણ ઉપર પાથરી દેવી અને ૧-૨ કલાક માટે ઠંડી થવા રાખી દેવી.

PICTURE OF STEP 4

STEP 5

બરફી ઠંડી થાય બાદ, mold માંથી બહાર કાઢી એકસરખા ચોરસ કટકા કરી લેવા. બાપ્પા ને પ્રસાદ માં ધરાવવા.. પછી બધાને પ્રસાદ વહેંચવો.. “ગણપતિ બાપ્પા મોરિયા, મંગલ મૂર્તિ મોરિયા..”🙏🙏

PICTURE OF STEP 5

1 thought on “ડોઢા ની બરફી”

Comments are closed.