બુદ્ધિના દરવાજા આપણે બંધ કરીએ ત્યારે ઈશ્વર તેના દરવાજા ખોલે છે.

એક દિવસ એક દંપતી તેના 10 વર્ષના બાળકને લઈ તેમને બતાવવા આવ્યું. ફાઇલ ડોકટર સાહેબના ટેબલ ઉપર મૂકી. ડોકટરે ફાઇલનો અભ્યાસ કરી બાળક ને ચેક પણ કર્યો. પછી એ બાળકને કહ્યુ, બેટા થોડો સમય બહાર બેસ હું તારા પપ્પા મમ્મી સાથે વાત કરી લઉં.

તેના પપ્પા મમ્મી બોલ્યા સાહેબ બધી હકીકત તેને ખબર છે. એટલે વાંધો નહિ તમે તેની હાજરીમાં જ અમારી સાથે ચર્ચા કરી શકો છો. ડોકટર બોલ્યા, મેં પ્રથમ પરિવાર એવો જોયો જેના ચહેરા ઉપર ભય ન હોય.

સાહેબ, શરૂઆતમાં અમંગળ વિચારોથી અમે પણ વિચલિત થઈ જતા પણ ધીરે ધીરે ઈશ્વર ઉપર શ્રદ્ધા અને વિશ્વાસથી અંદરની અમારા ત્રણેયનું મનોબળ મજબૂત થતું ગયું.

ડોક્ટરે કહ્યું, જુઓ, બાળકના હાર્ટની સર્જરી કરવી પડશે. વાત ગંભીર છે. 50%.. 50% શકયતા છે. સફળ થયા તો આ જીવન હાર્ટની તકલીફ નહિ થાય, અને સફળ ન થયા તો તમે જાણો જ છો…

તો અમારે શુ કરવું જોઈએ ?

ડોકટર બોલ્યા મારા મંતવ્ય પ્રમાણે મરતા મરતા જીવવું તેના કરતાં એક જોખમ ઉઠાવી લેવું જોઈએ.

તેઓ ડોકટર સાથે સંમત થયા.

જ્યારે તેમનો ચાર્જ પૂછ્યો ત્યારે ડોકટર બોલ્યા આમ તો હું એડવાન્સ પેમેન્ટ લઉં છું. પણ તમારા કેસમાં ઓપરેશન પછી આપણે નક્કી કરીશું. કહી ડોક્ટરે ઓપરેશનની તારીખ આપી.

ઓપરેશનની તારીખે બાળક સાથે એ દંપતી હાજર થયું. કોઈના ચહેરા ઉપર ભય ન હતો. તેઓ સ્વસ્થ હતા. ડોકટરની જિંદગી માટે આ કેસ દાખલા રૂપ હતો.

ડોક્ટરે ઓપરેશન થિયેટરમાં બાળકને ઓપરેશન ટેબલ ઉપર સુવાડી અનેસ્થેસિયા આપતા પહેલા માથે પ્રેમ પુર્વક હાથ ફેરવી ઔપચારિક રીતે તેનું નામ પૂછ્યું

તેણે હસી ને નામ કહ્યું,આનંદ.

ડોકટરે મજાક કરતા કીધું બેટા તારા નામ તેવા ગુણ છે.. ઓપરેશન ચાલુ થાય એ પહેલાં તારે કંઈ મને કહેવું હોય તો વિનાસંકોચ કહી દે .

બાળક બોલ્યો સાહેબ દિલ એટલે ?
ડોકટર બોલ્યા, બેટા હાર્ટ. જેની સર્જરી આપણે આજે કરવાના છીએ.

બાળક બોલ્યો સાહેબ મમ્મી પપ્પા હંમેશા મને કહે છે દરેકના દિલની અંદર રામ બેઠો છે. તો સાહેબ જ્યારે મારુ હાર્ટ ખોલો ત્યારે મારી અંદર બેઠેલ રામ કેવા છે એ બરાબર જોઇ લેજો પછી મને કહેજો એ કેવા છે ?

ડોક્ટરની આંખ ભીની થઇ.

ડોક્ટરે તેમના સ્ટાફને આખો કેસ સમજાવી દીધો હતો એટલે દરેકની આંખો ભીની હતી. ડોકટર પણ બોલ્યા હજારો ઓપરેશન મેં મારા આ હાથે કરી નાખ્યા પણ કોણ જાણે આ બાળકનું ઓપરેશન કરતા મારૂં મન, અને હાથ વિચલિત કેમ થાય છે ?

ડોક્ટરે આંખ બંધ કરી ઈશ્વરને પ્રાર્થના કરતા કીધું અત્યાર સુધી મેં કરેલ દરેક ઓપરેશન મારો વ્યવસાય સમજી કર્યા છે પણ આ ઓપરેશન શ્રદ્ધા અને વિશ્વાસ ઉપર થાય છે.
હું તો હાર્ટની માત્ર સર્જરી કરું છું તું તો તેનું સર્જન કરે છે. તું મોટો જાદુગર છે. મારા આ પ્રયત્નને તું સફળ કરવામાં મદદ કરજે. કહી ડોક્ટરે ઓપરેશન ચાલુ કર્યું.

ઓપરેશન આગળ વધતું હતું. સફળ થવાની પુરી શકયતા ડોકટરને જણાતી હતી ત્યાં અચાનક બ્લડ પ્રેશર ડાઉન થવા લાગ્યું. બાળકનું શરીર ઠંડુ થવા લાગ્યું. અંતે ન થવાનું થયું. ડોકટર ભીની આંખે બોલ્યા હે ઈશ્વર તું જીત્યો હું હાર્યો. આટલું બોલી ઓપરેશન થિયેટરની લાઈટો બધી ચાલુ કરી ભીની આંખે હાથ સાફ કરવા આગળ વધ્યા..
ત્યાં અચાનક તેને બાળકના શબ્દો યાદ આવ્યા.

એ ઝડપથી બાળકના હાર્ટ તરફ જોઈ જોરથી બોલ્યા તમને રામ દેખાય છે. બધા સ્ટાફની નજર બાળકના હાર્ટ તરફ ગઈ એક ગજબની ચેતના પુનઃ બાળક ના હાર્ટમાં સ્થાપિત થઈ અને બાળકનું હાર્ટ પુનઃ ધબકવા લાગ્યું ડોકટર અને સ્ટાફે ચિચયારી સાથે જયશ્રી રામનો ઉદઘોષ કરી અધૂરું ઓપરેશન ચાલુ કરી બાળકને બચાવી લીધો.

ડોકટર સાહેબે તેમની ફી લીધી નહિ અને કહ્યું, હજારો ઓપરેશન મેં કર્યા પણ મને એવો વિચાર ન આવ્યો કે રામ ક્યાં છે ? આ બાળકે રામનું “નિવાસ્થાન” મને બતાવ્યું.

મિત્રો
જ્યારે બુદ્ધિના દરવાજા આપણે બંધ કરીએ ત્યારે ઈશ્વર તેના દરવાજા ખોલે છે.

❤️😇

1 thought on “બુદ્ધિના દરવાજા આપણે બંધ કરીએ ત્યારે ઈશ્વર તેના દરવાજા ખોલે છે.”

Comments are closed.