મખાના ખીર

મખાના ખીર બીજી કોઈ પણ ખીર કરતા સ્વાદિષ્ટ લાગે છે. રક્ષાબંધન માટે આ પૌષ્ટિક મખાના ખીર ભાઈ બહેન ની જોડીને ખુશ કરી દેશે તેને બનાવવા માટે અમુક ચોકસાઈ ની જરૂર છે આ રેસિપીથી તમે પરફેક્ટ મખાના ખીર બનાવી શકશો

મખાના ખીર ની રેસીપી આપણને ફાલ્ગુની ચૌહાણ એ મોકલી છે અને જીણવટથી બધા જ સ્ટેપ્સ આપ્યા છે જેથી આપણી ખીર એકદમ પરફેક્ટ બને

મખાના ખીર બનાવવા માટે જરૂરી સામગ્રી

૧/૨ લીટર દૂધ
૬-૭ ઈલાયચી
૧ વાડકો માખાના
૧૦-૧૨ બદામ
૫-૬ પિસ્તા
૧/૨ કપ ખાંડ

૨ ચમચી ઘી

મખાના ખીર બનાવવા

સૌ પ્રથમ એક પોહડા વાસણ માં ઘી મુકી ને તેમા ઉપર મખાના શેકી લેવા.ધ્યાન રખવુ કે મખાના ગુલાબી થાય ને સાથે સાથે કડક પણ થાય,સતત હલાવતા રેહવું

હવે શેકેલા મખાનાને બીજા વાસણમાં કાઢી લેવા અને તે જ પહોળા વાસણમાં 500 ml દૂધ ઉકાળવા મૂકો

મખાના ઠંડા થાય પછી તેને મસાલા ક્રશ કરવાના મિક્સર જારમાં અધકચરા ક્રશ કરવા પાવડર બનાવી દેવો નહીં

હવે દૂધ સરખું ગરમ થઇ જાય ત્યારબાદ તેમાં ખાંડ નાખવી અને ત્યાર પછી થોડી વાર તેને હલાવવું તેથી પાણી બધું બળી જાય અને દૂધ સરખું ઘટ્ટ થાય

હવે દૂધને સ્લો ટુ મીડીયમ ગેસ ઉપર ચાલુ રાખી અને ક્રશ કરેલા મખાના નાખવા અને બદામ પિસ્તાની કતરણ પણ નાખવી

હવે ઈલાયચી ને થોડી ખલમાં વાટી અને તેનો ભૂકો કરવો અને ત્યાર પછી મખાના નાખ્યા પછી ઈલાયચીનો પાવડર પણ નાખો

મખાનાની ખીર તૈયાર છે .જો ઠંડી ખીર ભાવે તો ફ્રીઝમાં બે કલાક મૂકી અને પછી સર્વ કરવી

7 thoughts on “મખાના ખીર”

Comments are closed.