મહિપતસિંહ કેશરીસિંહ ચૌહાણ   

મહિપતસિંહ કેશરીસિંહ ચૌહાણ   

તેમનો જ્ન્મ ૨૫ જુલાઇ ૧૯૮૬ માં લવાલ ગામ તા – વસો, જી ખેડા થયો હતો. વર્ષ 2020માં સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી બી.એ. વર્ષ 2022માં સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી એસવાય એલએલબી નું ભણતર પૂરું કર્યું.

 મહિપતસિંહ કેશરીસિંહ ચૌહાણ. જેમણે રૂ.માસિક 70 હજારના વેતનની નોકરીને લાત મારી તેમના વતન લવાલ (તા.વસો, જિ.ખેડા)ના સરપંચ બનવાનું પસંદ કરી માત્ર છ માસમાં જ ગામની કાયાપલટ કરી નાંખી લવાલને સ્વર્ગમાં ફેરવી નાંખીને આદર્શ ગામ બનાવ્યું.

મહિપતસિંહ ચૌહાણ એવા વ્યક્તિ છે કે જે સૌ પ્રથમ કલક્ત્તા ખાતે નોકરી કરતા હતા. તેમનો પગાર 70,000 રૂપિયા હતો ત્યાર પછી તેમને પોતાના ગામ પ્રત્યેની લાગણીને લઈને તેમને પોતાની નોકરીને ઠુકરાવી દીધી હતી

અને ત્યારપછી તે વતન વસો તાલુકાના લવાલમાં પરત આવી ગયા હતા. ત્યાર પછી તેમણે પોતાના ગામના સરપંચ તરીકેની જવાબદારી સંભાળી હતી.

ત્યારે તેમની ઉંમર 31 વર્ષની હતી તેમને ગામમાં આવતાની સાથે જ તેમના ગામની સ્થિતિ વિશે તેમને જાણકારી પ્રાપ્ત કરી હતી અને તેમણે નક્કી કર્યું હતું કે જો તેમને ગ્રામજનોના સ્વાસ્થ્યનું લેવલ તેમજ તેમના જીવનનું લેવલ સુધારવું પડશે. એમણે નક્કી કર્યું કે સૌ પ્રથમ તેમણે સરપંચ બનવું પડશે.

આમ તેમણે સરપંચ બની અને ગામનું કલ્યાણ કરવાની શરૂઆત કરી દીધી હતી. ત્યાર પછી તેમણે ગામમાં સફાઈ કરવા માટે પોતે જ હાથમાં સાવરણો લીધો હતો ત્યારે કોઈ વ્યક્તિ એવું વિચાર્યું છે કે કોઈ સરપંચ જ આખા ગામની સફાઈ કરે અને તેમણે પહેલાં સરપંચ તરીકે ગામમાં રહેલા ઉકરડા દૂર કરી અને ગામની સફાઈ કરી હતી.

સરપંચ પોતે પાવડો તમામ વસ્તુઓ લઈ અને ગામની સફાઈ કરવા લાગી ગયા હતા અને ત્યાર પછી તેમની સાથે આખરે ગામના 200 યુવકો પણ જોડાયા હતા. તેમણે પોતાના ગામમાં જે દીકરીનો જન્મ થાય તે દીકરીને રૂપિયા હજારનો પુરસ્કાર આપવાનું નક્કી કર્યું. ગામના સરપંચ તરીકે મહિપતસિંહ ચૌહાણ દ્વારા ગામમાં બે પ્રકારની યોજનાઓ નક્કી કરવામાં આવી છે.

તે ગામની જે દીકરીના જન્મ પર અને શિક્ષણ માટે આગળ સુવિધા પ્રાપ્ત થાય ત્યારે તેમને હજાર રૂપિયાનું ઈનામ આપે છે. તે ઉપરાંત જે દીકરી કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ પૂર્ણ કરે તે દીકરીના કોલેજના પ્રથમ વર્ષની ફી આપવાનું પણ ગ્રામ પંચાયત દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું.

સામાન્ય રીતે આ ગામના ખેડૂતોની ખેતી એ મુખ્ય વ્યવસાય છે. તેમને ખેડૂતો માટે એક વિશિષ્ટ યોજના શરૂ. એટલા માટે તેમને વીઘા દીઠ સૌથી વધારે ઉત્પાદન મેળવતા ખેડૂત અને પાંચ હજાર ઉપરાંત વીઘા દીઠ

સૌથી વધારે બીજા નંબરે ઉત્પાદન મેળવતા ખેડૂતને 3000 અને વીઘા દીઠ સૌથી વધારે ઉત્પાદન મેળવતા ખેડૂતને અગિયારસો રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી હતી. તેમણે કરેલાં કેટલાક કામો આ પ્રમાણે છેઃ સોશિયલ મીડિયાના માધ્યમથી શોષિત કર્મચારી માટે વહીવટી તંત્ર અને કંપનીઓ સામે લડત ચલાવી અંદાજિત કામદારોને ન્યાય અપાવ્યો

ભારતમાં લગભગ પ્રથમ માબાપ વિહોણા બાળકો માટે નિઃશુકલ શાળા-શિક્ષણ એ જ કલ્યાણ સંસ્થા શરૂ કરી જે અંદાજિત 7 કરોડ દાન થકી હાલ 300 થી વધુ બાળકો માટે કાર્યરત છે.

હાલ 4 લકઝરી, 200 બાળકો એક સાથે જમવા બેસી શકે તેવા ડાઈનિંગ ટેબલ સેટ, બેડ, સોલર લાઈટ, જનરેટરની વ્યવસ્થા ગોઠવી.

માબાપ વિહોણા તેમજ જરૂરિયાતમંદ બાળકોના માટે શિક્ષણ માટે સર્વ સમાજ સેનાના સંસ્થાપક મહિપતસિંહ ચૌહાણ શિક્ષણ એ જ કલ્યાણ સંકુલ બનાવીને સેવાકીય કાર્ય કરી રહ્યા છે. કોરોના જેવા કપરા કાળમાં પણ સેવાકીય પ્રવૃત્તિઓને વધારતા એક એમ્બ્યુલન્સ સોશિયલ મીડિયા માધ્યમના દાન થકી વસાવી જે વિના મૂલ્ય પ્રજાને સેવામાં અર્પિત કરી હતી.

કંપનીઓ દ્વારા કામદારોના વેતનમાં શોષણ સામે લડત અભિયાન ચલાવ્યું. ગુજરાતમાં સરકારના નિયમ અનુસાર દૈનિક જે  8 કલાક પગાર નક્કી થયેલ મળવો જોઈએ પણ કેટલીક એજન્સીઓ દ્વારા કામદારોને 12 કલાક કામના પણ નિયમ મુજબ વેતન આપતા નહોતા જ્યારે આ મુદાને લઈને માહિતી મળી તો કામદારોના શોષણને ન્યાય અપાવવા માટે જે અભિયાન હાથ ધર્યું

જેમાં કંપનીઓ પર જઈને કામદારો સાથે ફેસબુક લાઈવ કરીને તેઓ સાચી માહિતી પ્રજા સમક્ષ રાખતા અને અલ્ટિમેટમ પણ આપતા તેનાથી અંદાજિત 60,000થી વધુ કામદારોને સરકારી ધારા ધોરણ મુજબ વેતન અપાવ્યું.

મહિપતસિંહ ચૌહાણે ભારતના સહુથી મોટા માબાપ વિહોણા 1,500 જેટલા બાળકો માટે નિઃશુકલ શાળા-સંકુલનું ખાતમુહૂર્ત કરાવ્યું જેનો અંદાજિત ખર્ચ રૂ.25 કરોડ જેટલો હશે.

આ સંકુલના ભૂમિ પૂજનમાં દંડી સ્વામી આશ્રામ ડાકોરના મહંત વિજયદાસજી મહારાજ, શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યાક્ષ અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવત, મહાકાલ સેનાના પ્રદેશ અધ્યક્ષ વિજયસિંહજી ચાવડા ગુજરાતની શ્રી રાષ્ટ્રીય રાજપૂત સેનાના અધ્યક્ષ લખન દરબાર અને યુવાક્ષત્રિય સેનાના પ્રદેશ અધ્યક્ષ અભિજિતસિંહજી બારડ તથા બાયડ માલપુરના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ હાજર રહી મહિપતસિંહ ચૌહાણની સેવાઓને બિરદાવી.

૨૦૨૨ તેઓ એ ધારાશભ્ય ની ચુટની લડ્યા હતા. હાલ માં તેઓ એ ૨૦૨૪ માં લોકશાભા ની ચુટની લડી રહ્યા છે. ગુજરાતના અન્ય સરપંચો પણ મહિપતસિંહ ચૌહાણના જીવન અને કાર્યમાંથી પ્રરેણા લે.

આપણને મળતા આશીર્વાદનું સાચું કારણ

પંકજ ઉધાસના અંતિમ સંસ્કાર: સોનુ નિગમ, ઝાકિર હુસૈન, શંકર મહાદેવન, શાન શ્રદ્ધાંજલિ

अंधा आदमी और लालटेन