માનવજીવન અને પતંગ

નવો પતંગ નાના બાળક જેવો. શાંત. આકર્ષક.
પણ ખૂબ થનગનાટ વાળો. પોતાના કર્મનો સમય આવવાની રાહ જોતો.


કોઈ તેમને હાથમાં ઉપાડે, એટલે એક્દમ જીવંત થઈ જાય.

પોતાના આકાશમાં ઉડાન ભરતાં પહેલાં,
બન્નેને માર્ગદર્શન અને દિશાસૂચન જોઈએ.


પતંગને કિન્ના બાંધીએ તેમજ બાળકને પણ વડીલોનો આધાર જોઈએ.

પતંગના સ્વરૂપને ટકાવી રાખતી બે લાકડાની સળીઓ માનવજીવનના બે બહુ અગત્યના મૂલ્યોનું પ્રતિક છે – સત્યનિષ્ઠા અને પ્રેમ.

જે પતંગ નિયંત્રિત થવા તૈયાર રહે છે, તે જ ઊંચાઈ ઉપર પહોંચવા પામે છે.
તેમજ, બાળકને પણ જીવનની ઊંચાઈ આંબવા કોઈ માર્ગદર્શકની જરૂર હોય છે.


પતંગનું નિયંત્રણકાચ કરતો કાચ અને કલરયુક્ત માંજો એ બાળક માટે જીવનાનુભવવાળા ગુરુ, વડીલ કે શિક્ષક સરખા છે.

પહેલી વાર જ્યારે તે હવામાં ઉડે છે ત્યારે પતંગમાં ખૂબ ઉર્જા હોય છે.
તેને આકાશના દરેક ખૂણે ઊંચે ઉડવું હોય છે.


પરંતુ એ ત્યાં ઊડી શકે છે જે બાજુ પવનની દિશા હોય છે.

યુવાનોમાં પણ ખૂબ શક્તિ હોય છે અને તેઓ પણ દુનિયાની દરેક ઊંચાઈ સર કરવા ઇચ્છતા હોય છે.
પણ તેઓ એટલી જ ઊંચાઈએ પહોંચે છે જેટલે તેમનો જીવન પ્રત્યેનો અભિગમ લઇ જાય છે.

હવા, આકાશમાં ઊડતાં બીજા પતંગો એ આપણાં જીવનમાં આવતા પોતાના કાબૂ બહારનાં સંજોગો છે.


પોતાનાં રસ્તામાંથી દૂર કરવા કાપી નાંખતા આવા અન્ય દોરાથી બચવું ઊડતાં પતંગ માટે ખૂબ અગત્યનું છે.


ગુરૂ કે વડીલોના માર્ગદર્શન નીચે સત્યનિષ્ઠા અને પ્રેમનો ઉપાયોગ કરી પોતાનાં જીવનમાં આવતાં આવા અપ્રમાણિક અને ચાલાક લોકોથી બચવું યુવાનોએ શીખવું રહ્યું.

જે પોતાની યુક્તિથી બચી શકે છે, તે ઊંચાઈ પામી શકે છે.


જે પોતાને નથી બચાવી શકતા , તે કપાઈ જાય છે, દુ:ખી થા છે અને લક્ષ્ય વિહીન ભટક્યા કરે છે.

પણ, કપાઈ ગયેલાં પતંગનું જીવન અસમ્માનનિય નથી.


હવે તો એ ખરા અર્થમાં સ્વતંત્ર અને આઝાદ થઈ ગયો છે. અત્યાર સુધી તો નિયંત્રિત હતો. ઊંચાઈ પામ્યા પછી, કપાયાનો અનુભવ લીધા પછી નવી મળેલી આઝાદી

હવે તેને નવી તાજગી આપે છે અને તે મુક્ત માનસિકતાથી પોતાની મસ્તી અને ખુશીમાં હવામાં ઊડતો રહે છે.
હવે તેને ફરી કોઈ વળગણની ચિંતા નથી.


જો હજી એ યુવા છે તો તેને ફરી કોઈ માર્ગદર્શક મળી રહેશે. પણ જો તેવું નથી, તો તેને ફરી આરામમાં મૂકી દેવામાં આવશે – બીજી ઉત્તરાયણ સુધી, કે બીજા જન્મ સુધી.