સફેદ મકાઈ ના સ્ટફ પરાઠા

યેલો મકાઈ બધા ની ફેવરિટ હોય છે અને એની ઘણી recipe બનાવીએ છીએ..એટલું જ સફેદ મકાઈ ને લગભગ avoid કરીએ છીએ..તો મને થયું કે આજે તો કઈક બનાવી ને બતાવી દઉં..એવો વેરો આંતરો કેમ?..એટલે સરસ ચડિયાતા મસાલા કરી ને સફેદ મકાઇને પરાઠા ના રૂપ માં શણગારી જ દીધી.. અને સાચે જ બહુ જ યમ્મી recipe તૈયાર થઇ ગઇ..👌😋

આ રેસિપી લખનાર નું નામ છે સંગીતા વ્યાસ સંગીતાબેન એ આપણને ઘણી બધી રેસીપી આગળ પણ આપી છે એ સિવાય પણ સંગીતાબેન પાસે ઘણું બધું જ્ઞાન છે ધર્મ વિશે પણ તમે એમને કંઈ પૂછો તો તેમની પાસે સાચો જવાબ હોય છે સાચી માહિતી હોય છે. આ વાનગી એમની પોતાની જ રીતે બનાવેલી છે ક્યાંય થી એમણે શીખી નથી કે કોઈએ તેમને શીખવાડી નથી

(તમે મેળવો ન્યુટ્રિઅન્ટ્સ)

સફેદ મકાઈ લો સોડિયમ અને મેંગનેશિયમ,કેલ્શિયમ થી ભરપુર છે.આ મકાઈ માં થી વિટામિન A અને પુષ્કળ પ્રમાણ માં આયર્ન મળી રહે છે..

સફેદ મકાઈ ના સ્ટફ પરાઠા બનાવવા માટે ની સામગ્રી

પરાઠા ના લોટ માટે..

૧ બાઉલ ઘઉં નો લોટ

તેલ ૧ ટેબલસ્પૂન

૧ ચમચી મીઠુ

અજમો ૧ ચમચી

૧ ચમચી ચીલી ફ્લેક્સ

૧ ટેબલસ્પૂન ફ્રેશ કાપેલા ધાણા

જરુર મૂજબ પાણી,લોટ બાંધવા

સ્ટફિંગ માટે..

૫ નંગ સફેદ મકાઈ નો ક્રશ કરેલો માવો

મીઠું સ્વાદ અનુસાર

૧ ચમચી મરચું પાવડર

૧ ચમચી ધાણાજીરૂ

૧/૨ ચમચી હળદર

૩ ટેબલસ્પૂન ફ્રેશ ધાણા

૧ ચમચી ખાંડ

આમચૂર પાવડર ૧ ચમચી

૧ નંગ બાફેલા બટેટા નો માવ

તડકા માટે

.. ૧ ટેબલસ્પૂન તેલ

૧ ચમચી જીરૂ

૧/૪ ચમચી હિંગ

૨ ટેબલસ્પૂન ક્રશ આદુ મરચા લસણ

સર્વિંગ માટે

એક કટોરી દહી

૨ ચપટી મરચું પાવડર સ્પ્રિંકલ કરવા

પરાઠા શેકવા માટે જરૂર મુજબ તેલ

સફેદ મકાઈ ના સ્ટફ પરાઠા બનાવવા માટે ની રીત

પરાઠા બનાવાની રીત

STEP 1

સૌથી પહેલાં લોટ બાંધી લઈશું. Bowl માં ઘઉં નો લોટ લઈ, મોણ મીઠું, અજમો ફ્રેશ ધાણા અને ચિલી ફ્લેક્સ નાખી સારી રીતે મોઈ લેવો, ત્યારબાદ જરૂર મુજબ પાણી એડ કરી રોટલી થી થોડો કઠણ એવો લોટ બાંધી ઢાંકી ને ૧૦ મિનિટ rest આપવો..

PICTURE OF STEP 1

STEP 2

હવે મકાઈ તરફ જઈએ.. મકાઈ ના પાન અને રેસા કાઢી સાફ કર્યા બાદ દાણા છૂટા પાડી લીધા અને તેને ચોપર માં આખા પાખા ક્રશ કરી લીધા..

PICTURE OF STEP 2

STEP 3

હવે, નોનસ્ટિક પેનમાં તેલ લઈ જીરું અને હીંગ નો વઘાર કરી ક્રશ આદુ મરચા લસણ ને સારી રીતે સાંતળ્યા.ત્યારબાદ તેમાં ક્રશ કરેલો સફેદ મકાઈ નો માવો એડ કરી મિક્સ કર્યું..

PICTURE OF STEP 3

STEP 4

હવે મિક્સ કરેલા મકાઈ માં,મીઠું મરચું હળદર ધાણાજીરું ફ્રેશ ધાણા ખાંડ અને આમચૂર પાવડર નાખી મિક્સ કર્યું.પછી તેમાં બાફેલા બટેટા નો માવો નાખી મિક્સ કરી ધીમા તાપે ચડવા દીધો,પછી તેને એક ડીશ માં કાઢી ઠંડો કરવા મૂક્યો..

PICTURE OF STEP 4

પરાઠા બનાવાની રીત

STEP 5

પૂરણ ઠંડું થઈ ગયા બાદ તેમાંથી મિડીયમ સાઇઝ ના બોલ્સ બનાવી લીધા અને બાંધેલા લોટ માંથી પણ એટલા જ quantity ના લુઆ તૈયાર કરી લીધા..

PICTURE OF STEP 5

STEP 6

ત્યારબાદ અટામણ લઇ આડણી પર પુરી જેવડું વણી તેના પર મકાઈ ના મિશ્રણ નો બોલ મૂકી ચારે બાજૂ થી બંધ કરી લૂઓ કરી,softly પરોઠું વણી લીધું..

PICTURES OF STEP 6

STEP 7

તવી ને તેલ થી ગ્રીસ કરી ગરમ કરી લઈશું અને વણેલું પરોઠું મૂકી સ્લો ફ્લેમ્ પર બંને બાજુ તેલ મૂકી ગુલાબી રંગ નું શેકી લેશું..આમ બધા પરાઠા બનાવી લેશું.. તો, તૈયાર છે સફેદ મકાઈ ના સ્ટફ પરાઠા.. મરચું પાવડર સ્પ્રિંકલ કરેલા દહી સાથે સર્વ કર્યા છે, અને સ્વાદ માં એકદમ યમ્મી બન્યા છે..👌 A Must try Recipe..👍🏻👍🏻

PICTURE OF STEP 7

try this recipe from the same author or homecook

https://supersaheliya.com/wp-admin/post.php?post=1740&action=edit

https://supersaheliya.com/wp-admin/post.php?post=2088&action=edit

તમારા સમય માટે તમારો ખૂબ ખૂબ આભાર અને આ રેસીપી વિશે તમે શું વિચારો છો તે અમને જણાવવા માટે નીચે એક ટિપ્પણી મૂકો કારણ કે તે અમારા લેખકોને પ્રોત્સાહિત કરશે. કૃપા કરીને બધા લેખકો દ્વારા આપવામાં આવેલી બધી વાનગીઓ અજમાવો અને તમારી ટિપ્પણી લખો.

જો તમે પણ ઈચ્છો છો કે સુપર સહેલીયા તમારી રેસિપી અમારી વેબસાઈટ પર અપલોડ કરે તો આ લિંક પર ક્લિક કરીને ફોર્મ ભરો.

https://docs.google.com/forms/d/e/1FAIpQLSdwwqGeXs_QiYuJ3yUHYMZN-QFgI8lDuIQrQ_xl2QMW2r2GiQ/viewform?usp=sf_lin

1 thought on “સફેદ મકાઈ ના સ્ટફ પરાઠા”

  1. I like it sweet corn uttapam , bajari charmariya and stuff sent corn paratha.
    I use suran ratalu potatoes sweet potato and simala colouring mracha with farari flours to make parotha and charmariya for fasting food served with curd or different chatany.

Comments are closed.