સોયા સ્ટાર કબાબ સિમ્પલ અને પૌષ્ટિક

સોયા ચંક પુલાવ બનાવતી વખતે થોડા ચંકસ કબાબ બનાવવા માટે એક્સ્ટ્રા રાખ્યા હતા..આ એક હેલ્થી સ્નેક છે અને દર વખતે તળેલા નાસ્તા ખાધા કરતા આવું કઈક હેલ્થી બનાવીને ખાઈએ અને ખવડાવીએ તો થોડો ચેન્જ પણ મળે અને ડિનર ની પણ ગરજ સારે એવી રેસીપી તૈયાર થાય.. આ કબાબ બનાવવા માં મેં ચણા ની દાળ અને બેસન નો ઉપયોગ કર્યો છે જેથી હેલ્થ ની દ્રષ્ટિ એ પણ ઘણું સારું છે..

આ રેસિપી લખનાર નું નામ છે સંગીતા વ્યાસ અને તેઓએ આ રેસિપી પોતાની ઇમેજીનેશનથી બનાવી છે

INGRIDIENTS(ઘટકો) સોયા સ્ટાર કબાબ

૧ મોટો બાઉલ સોયા ચંક

૧/૪ કપ ચણા ની દાળ

૧/૪ કપ બેસન

૧ નંગ ડુંગળી

૪ નંગ તીખા લીલા મરચા

૪ કળી લસણ૧ મોટો ટૂકડો આદુ

૧/૪ કપ ફ્રેશ કોથમીર

મીઠુ સ્વાદ મુજબ

૧ ચમચી મરચું

૩/૪ ચમચી હળદર

૧ ચમચી ધાણાજીરૂ

૧ ચમચી ગરમ મસાલો

૧ ચમચી આમચૂર પાવડર

૧/૪ ચમચી હિંગ

જરૂર મુજબ તેલ, શેલો ફ્રાય કરવા

ખજુર આમલી ની ચટણી

, જરૂર મુજબ કોથમીર મરચા ની ચટણી,

જરૂર મુજબ ટોમેટો સોસ,

NUTRIENTS YOU GET તમે મેળવો ન્યુટ્રિઅન્ટ્સ સોયા સ્ટાર કબાબ

સોયા દરેક વ્યક્તિ માટે ફાયદાકરક છે.. રદય રોગ,હાડકા મજબુત રાખવા,વજન ઘટાડવામાં અને એનિમિયા ના રોગ સામે બહુજ અસરકારક છે..

સોયા સ્ટાર કબાબ બનાવવા

STEP 1

સોયા ચંક ને ગરમ પાણી માં દસ મિનિટ પલાળી રાખી નીચોવી લીધા, ચણા ની દાળ ને પણ પલાળી રાખી ને નિતારી લીધી તથા અન્ય સામગ્રી તૈયાર કરી લીધી.. ત્યારબાદ મિક્સી જાર માં ચણાની દાળ,થોડી કોથમીર,આદુ, મરચા અને લસણ નાખી અધકચરું વાટી લેવું.ત્યારબાદ સોયા ને પણ ક્રશ કરી લેવા.. પાણી એડ કરવું નહિ, પલાળેલી દાળ અને સોયા ના moisture થી બધુ સારી રીતે વટાઇ જશે. છતાં જરૂર પડે તો ૨-૩ ચમચી પાણી લઈ શકો..

PICTURE OF STEP 1

STEP 2

ક્રશ કરેલું મિક્ષ્ચર એક બાઉલ માં કાઢી

તેમાં બારીક કાપેલી ડુંગળી,કોથમીર, મીઠુ મરચું, હળદર, ધાણાજીરૂ,ગરમ મસાલો, આમચૂર પાવડર, હિંગ અને બેસન નાખી બધું મિક્સ કરી લેવું..

ત્યારબાદ સ્ટાર શેપ ના મોલ્ડ માં ભરી બધા કબાબ તૈયાર કરી લેવા.

PICTURE OF STEP 2

STEP 3

હવે, નોનસ્ટિક પેન માં તેલ એડ કરી એક સાથે ૬-૭ કબાબ રાખી મધ્યમ આંચ પર બંને બાજુ બ્રાઉન કલર આવે તેમ શેલો ફ્રાય કરી લેવા.. આમ બધા કબાબ તળાઈ જાય એટલે કિચન પેપર પર કાઢી લેવા જેથી વધારાનું તેલ absorb થઈ જાય..

PICTURE OF STEP 3

STEP 4

હવે સોયા ચંક કબાબ તૈયાર છે. ડીશ માં ગોઠવી, ટોમેટો સોસ, ખજુર આમલી ની ચટણી અને કોથમીર મરચા ની ચટણી સાથે સર્વ કરો..

PICTURE OF STEP 4

https://supersaheliya.com/wp-admin/post.php?post=3151&action=editRead dodha burfi recipe from same author

https://supersaheliya.com/wp-admin/post.php?post=3151&action=edit

1 thought on “સોયા સ્ટાર કબાબ સિમ્પલ અને પૌષ્ટિક”

  1. 1 નંબર સોયા સ્ટાર્ટર.
    😋😋😋😋જોઈને મોઢા માં પાણી આવી ગયું.

Comments are closed.