lila chana ni kadhi banavavani rit

lila chana ni kadhi banavavani rit જય શ્રી કૃષ્ણ મિત્રો ,આજે આપણે શિયાળા માં મળતા લીલા ચણા ની ખાસ આઈટમ જોઈશું જે તમારા ઘરે ડિનર માં ચોક્કસ ઉપયોગી થશે અને શિયાળા માં આ લીલા ચણા ની કઢી સાથે બાજરી ના રોટલા પિરસસો તો ઘર ના લોકો ટેસ થી ખાયા જ કરશે .

lila chana ni kadhi

કઢી બનાવા માટે ની સામગ્રી

. દહીં ૩ બાઉલ
. બેસન ૨ બાઉલ
.પાણી ૩ ગ્લાસ
.લીલા ચણા ૨ વાડકી
.લીલું લસણ ૨ નાની વાડકી
.લીલા ધાણા ૧ વાડકી
.મીઠું ૨ ચમચી નાની અથવા સ્વાદ પ્રમાણે

કઢી નો વઘાર કરવા માટે ની સામગ્રી

.ઘી ૨-૩ ચમચા
.જીરું ૨ ચમચી
.લસણ કચરેલા ૧૦-૧૨
.લીલા મરચા ક્રશ કરેલા ૭-૮
.રાઈ ઓપ્શનલ ૧/૨ ટી સ્પૂન

lila chana ni kadhi banavavani rit

કઢી બનાવવા માટે સૌ પ્રથમ એક તપેલી માં દહીં લઈશું બાદ માપ પ્રમાણે બેસન લઈશું બીજી બાજુ ચણા ને કૂકર માં બાફવા મૂકી દઈશું બેસન અને દહીં ને સરખી રીતે મિક્સ કરીશું જે થી ગાંગડા ના પડી જય. પછી આપણે માપ પ્રમાણે પાણી ઉમેરીશું અને કઢી ને ઉકાળવા મુકીશું

હવે બીજા ગેસ પાર વઘરિયું મુકીશું અને તેમ માપ પ્રમાણે ઘી મુકીશું . ઘી ગરમ થાય એટલે તેમાં જીરું નાખીશું અને તેને કથ્થાઈ થવા દઈશું,ત્યેરબાદ તેમાં કચરેલુ લસણ અને લીલા મરચા નાખીશું .ગેસ ધીમો રાખી લસણ શેકવા દઈશું .

બીજા ગેસ પાર કૂકર માં લીલા ચણા બાફવા મુકીશું અને તેને ૩ થી ૪ સીટી વગાડી ને બરાબર પોચા થવા દઇશું .કૂકર ઠંડુ પડે પછી ચણા ને હાથ થી થોડા મસળી લઈશું .

હવે કઢી ઉકળતી હોય ત્યરે ચણા ને કઢી માં ઉમેરી દઈશું જે થી સરસ મિક્સ થઇ જય .

બીજી બાજુ બાજરી ના રોટલા ની તૈયારી કરીશું અને ગરમાગરમ કઢી અને ઘી થી લાદબાદતો રોટલો પીરશી શું

lila chana ni kadhi recipe in gujarati notes

.કઢી બનાવા ખાટ્ટું દહીં,નો ઉપયોગ કરવો
.વધુ ઘટ્ટ લાગે તો જરૂર મુજબ ગરમ પાણી નાખવું
.બાજરી ના રોટલા ની જગ્યા એ કડક ભાખરી પણ બનાવી શકાય

lila chana ni kadhi banavavani rit | Recipe Video

video credit to youtube channel supersaheliya

જો તમને આ રેસીપી ગમી હોય તો એક વાર ચોક્કસ બનાવજો અને આ પોસ્ટ તમે ફેમિલી અને ફ્રેંડ્સ માં શેર કરજો.

વિશેષ શિયાળા માટે ના ઢોકળા બનાવાની રીત જોવ માટે આ લિંક ક્લિક કરો

https://supersaheliya.com/wp-admin/post.php?post=2125&action=edit

1 thought on “lila chana ni kadhi banavavani rit”

  1. ઘી થી લદબદતા રોટલા ને ગોળ સાથે ખાવાની બહુ મજા આવે..
    એક વાડકી આ કઢી પી લેવાથી બીજું કાઈ ના જોયે..😀👌👍🏻

Comments are closed.