ભેંસ મંગળસૂત્ર ખાઈ ગઈ

વાશિમ જિલ્લાના સરસી ગામના રામહરી નામના ખેડૂતની પત્ની ન્હાવા જતાં પોતાનું  મંગલસૂત્ર  એ થાળી માં રાખ્યું,

જેમાં સોયાબીન અને મગની શીંગોની છાલ હતી. મંગલસૂત્ર છાલની વચ્ચે છુપાયેલું રહી ગયું. ન્હાઈને પરત આવતાં

ખેડૂતની પત્નીએ આ છાલવાળી થાળી ભેંસની સામે ધરી દીધી અને ઘરનાં કામો કરવા લાગ્યાં.

મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં એક ભેંસ અકસ્માતે મંગળસૂત્ર ખાઈ ગઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

વેટરનરી ઓફિસરે ઓપરેશન રીને ભેંસના પેટમાંથી અઢી તોલા સોનાનું મંગલસૂત્ર કાઢી લીધું હતું, જેની કિંમત

અંદાજે દોઢ લાખ રૂપિયા છે.

દોઢથી બે કલાક પછી તેને ખ્યાલ આવ્યો કે તેની પાસે તેના ગળામાં મંગળસૂત્ર નથી. લાંબા સમય સુધી શોધ્યા

પછી તેને યાદ આવ્યું કે તેણે થાળીમાં મંગળસૂત્ર રાખ્યું હતું. તે દોડીને ભેંસ પાસે ગઈ અને જોયું કે ભેંસ છાલ

ખાઈ રહી હતી અને થાળી ખાલી હતી . તેણે તરત જ તેના પતિને આ વાત જણાવી.

ખેડૂત રામહ રી ભોયરે

વાશિમના વેટરનરી ઓફિસર બાલાસાહેબ કૌંડાનેને ફોન પર જણાવ્યું હતું. ડૉક્ટરે ભેંસને વાશીમ લઈ આવવા કહ્યું.

ખેડૂત રામહરી તેની ભેંસ લઈને વાશીમની પશુપાલન કચેરીએ પહોંચ્યા હતા . ડોક્ટરે મેટલ ડિટેક્ટર વડે ભેંસના

પેટની તપાસ રી તો પેટમાં કંઈક હોવાનું જણાયું હતું. બીજા દિવસે ભેંસના પેટનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.

વેટરનરી ઓફિસર ડો.બાલાસાહેબ કૌંડાનેએ જણાવ્યું હતું કે, 65 ટાંકાનું આ ઓપરેશન થી અઢી કલાક ચાલ્યું હતું અને

ભેંસના પેટમાંથી સોનાનું મંગળસૂત્ર કાઢવામાં આવ્યું હતું.