US Visa 2024 : ગ્રીન કાર્ડની અરજી કરનારાઓ માટે એક્શન ડેટ આગળ વધી

US Visa : અમેરિકન વિઝા માટે એપ્રિલ 2024નું વિઝા બુલેટિન જાહેર થયું છે.

તે મુજબ ગ્રીન કાર્ડની અરજી કરનારા ભારતીયો માટે ફાઈનલ એક્શન ડેટ આગળ આવી છે.

જુદી જુદી ગ્રીન કાર્ડ કેટેગરીમાં ભારતીયોએ લાખો અરજીઓ કરેલી છે.

તેમાં F2A વિઝા માટે ફાઈનલ એક્શન ડેટ જૂન 2020થી આગળ વધીને સપ્ટેમ્બર 2020 થઈ છે.

F2A વિઝા એ ફેમિલી બેઝ્ડ ગ્રીન કાર્ડ છે.

આ ગ્રીન કાર્ડ અમેરિકાના પર્મેનન્ટ રેસિડન્ટ/ગ્રીન કાર્ડ હોલ્ડરના પતિ-પત્ની અને અનમેરિડ બાળકો માટે છે.

F4 ફેમિલી બેઝ્ડ ગ્રીન કાર્ડ માટે ફાઈલિંગ માટેની તારીખ ફેબ્રુઆરીથી આગળ વધીને એપ્રિલ 2006 થઈ છે.

આ વિઝા હેઠળ અમેરિકન સિટિઝનના ચોક્કસ સંખ્યામાં પરિવારજનોને પીઆર મળે છે.

તે અમેરિકન સિટિઝનના ભાઈ-બહેનોને પણ લાગુ થાય છે. આ ઉપરાંત તે ભાઈ-બહેનના જીવનસાથી અને 21 વર્ષથી નાની વયના અપરિણિત બાળકોને પણ લાગુ થાય છે.

ચાર એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ ગ્રીન કાર્ડ માટે ફાઈનલ એક્શન ડેટ પણ આગળ વધી છે.

FY 2024ના બાકીના ભાગ માટે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ કેટેગરીમાં પ્રાયોરિટી ડેટમાં કોઈ મુવમેન્ટ કરી નથી.

FY 2024નો આ સમયગાળો 30 સપ્ટેમ્બર 2024ના રોજ પૂરો થાય છે.

વિઝા બૂલેટિન એ ગ્રીન કાર્ડ માટે અરજી કરનારાઓ માટે આગળ હવે શું કરવાનું છે તે બતાવે છે.

તેમાં બે સેક્શન હોય છે. ડેટ ઓફ ફાઈલિંગ અને ફાઈનલ એક્શન ડેટ્સ.

ડેટ ઓફ ફાઈલિંગમાં એક ચાર્ટ હોય છે. તે ઈમિગ્રેશન વિઝા માટે તમે તમારી અરજીઓ ક્યારે ફાઈલ કરી શકો તે જણાવાય છે

. તે તમારી વિઝા કેટેગરી અને દેશના આધારે એક ગ્રીન લાઈટની જેમ કામ કરે છે. એટલે કે “આગળ વધો અને ફાઈલ કરો.”

ફાઈનલ એક્શન ડેટનો ચાર્ટ તમને તમારી એપ્લિકેશન એપ્રૂવ કરવા માટે અંદાજિત વેઈટ ટાઈમ આપે છે.

તેમાં તમને છેલ્લે પર્મેનન્ટ રેસિડન્સી મળી શકે છે. તેને તમે વિઝા કેટેગરીના આધારે એક કતારની જેમ જોઈ શકો છો.

એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ ગ્રીન કાર્ડ એડજસ્ટમેન્ટમાં કેટલીક વાતો ધ્યાનમાં રાખવાની હોય છે.

એપ્રિલ 2024માં ફાઈલ કરવા માટે તમારી એપ્લિકેશન ડેટ તમારી કેટેગરી અને કન્ટ્રીમાં લિસ્ટેડ ચોક્કસ તારીખથી વહેલી હોવી જોઈએ.