એક ટીપાં થી શરૂઆત કરો. બદલાવ આવશે.

થોડા સમય પહેલાં, જ્યારે બાથરૂમ વાપર્યા પછી હું મારા રૂમમાં જઈ રહ્યો હતો, ત્યારે બાથરૂમના નળમાંથી એકદમ ધીમે પડી રહેલા પાણીના ટીપાંઓનો અવાજ મેં સાંભળ્યો.

પણ તે ખાલી ડોલમાં પડતાં હોવાથી અને મને આળસ આવતી હોવાથી, હું કશું કર્યા વિના સૂઈ ગયો.

પરંતુ, જ્યારે સવારે ઉઠીને જોયું , તો ડોલ લગભગ આખી ભરાઈ ગઈ હતી. મને આશ્ચર્ય થયું કે આટલા ધીમે પડતાં ટીપાંથી આટલું બધું પાણી ભેગું થયું!

હું મારી જાતને પૂછ્યા વિના રહી ના શક્યો, “ફક્ત ટીપાંઓ!!??”

પણ પછીની રાત્રે, મેં બાથરૂમનો નળ બરાબર ફીટ બંધ કર્યો અને ડોલ જોઈ. તે ખાલી હતી પણ ભીની હતી. પછી હું સૂઈ ગયો.

હું માનું છું બીજા દિવસે સવારે મેં શું જોયું હશે તે તમે સમજી ગયા હશો. તે ડોલ રાત્રે હતી એવી ભીની નહોતી, તે સુકાઈ ગઈ હતી.

ત્યારે મને એક ટીપાંનો અને તેના થકી સૂકા નળની તુલનામાં જીવનમાં પડતાં ફરક અને અસરનો મહિમા સમજાયો.

ધારો કે એ ટીપાં એક વર્ષ સુધી પડવા દઈએ, તો વર્ષના અંતે કેટલાય ડ્રમ ભરાઈ જાય!

તો, આપણે ટીપે ટીપે બચત કરીએ તો કેવું?

દરરોજના પ્રેમ અને સદ્વ્યવ્હારના ટીપાંનું કેવું?

આજે અને દરરોજ ટીપે ટીપે ઉપયોગી પુસ્તકો વાંચીએ તો કેવું?

આજે અને દરરોજ ટીપે ટીપે આપણાં શાસ્ત્રો માંથી એક શ્લોક વાંચીએ તો કેવું?

આજે અને દરરોજ પ્રાર્થનાનું ટીપું પાડતા રહીએ તો કેવું?

આજે અને દરરોજ પોતાના જીવનના સ્વપ્નો તરફના પથ ઉપર એક પગલાં ના ટીપાં જેટલું ચાલીએ તો કેવું?

આજે કયા સદ્ગુણ અને સંયમની ટીપે ટીપે શરૂઆત કરશો?

એક ટીપાં નીચ મહત્તાને ઓછી ના આંકશો, કેમકે જ્યારે તેની ઊપજનો સમય આવશે ત્યારે તમે બહુ મોટો ફરક પાડી શક્યા હશો.

એક ટીપાં થી શરૂઆત કરો. બદલાવ આવશે.

સૌનું કલ્યાણ હો…

2 thoughts on “એક ટીપાં થી શરૂઆત કરો. બદલાવ આવશે.”

Comments are closed.