કર્મનો સિદ્ધાંત : સુથાર અને કોન્ટ્રાક્ટર

એક સુથાર હતો જેણે લગભગ ૨૦ વર્ષ એક કોન્ટ્રાક્ટર માટે કામ કર્યું હતું , અને ૨૦ વર્ષ સુધી કોન્ટ્રાક્ટર માટે કામ કર્યા પછી, એક દિવસ તેણે મનમાં વિચાર્યું “હું આ માણસ માટે ૨ વર્ષથી કામ કરું છું. શા માટે મારે તેના માટે આગળ કામ કરવાનું ચાલુ રાખવું જોઈએ અને શા માટે મારો પોતાનો વ્યવસાય શરૂ ન કરવો જોઈએ?”

તેથી, તેણે કોન્ટ્રાક્ટરને મળીને કહ્યું, “સાહેબ, હું તમારો ખૂબ આભારી છું કે તમે મને છેલ્લા ૨૦ વર્ષથી નોકરી આપી. પરંતુ હવે , હું કંઈ નવું કરવા માંગુ છું, હું મારો પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગુ છું.”

કોન્ટ્રાક્ટરે કહ્યું, “ ખૂબ સરસ, હું તમને બધી રીતે ટેકો આપીશ; આગળ વધો, મારી તમને શુભેચ્છાઓ છે. પણ, મહેરબાની કરીને મારા માટે એક વધુ કામ કરો.”

સુથારે વિચાર્યું કે જેના માટે ૨૦ વર્ષ કામ કર્યું તેના માટે એક વધુ કામ કરવાની તેની અપેક્ષા વ્યાજબી છે, હું એક વધુ કામ કરી શકું છું.” તેથી, તેણે પૂછ્યું, “શું કામ છે, કહો?”

કોન્ટ્રાક્ટરે કહ્યું, “એક વધુ ઘર બનાવો; અને તે છી તમે આગળ વધી શકો છો.” તેણે કહ્યું , “આ ઘર માટે, તમે ડિઝાઇન અને બજેટ તૈયાર કરો, તમને બધી તંત્રતા છે.”

સામાન્ય રીતે, આ સુથારને ઘર બનાવવામાં લગભગ એક વર્ષનો સમય લાગતો કારણ કે તે હંમેશા જીણામાં જીણી બાબતો પર ધ્યાન આપતો હતો.

તેણે હંમેશા સાવચેતી રાખી હતી કે દરેક વિગત ઉપર ધ્યાન રાખવામાં આવે, પછી ભલે તેને કોઈ વધારાનું કામ કરવાની જરૂર પડી હોય. પરંતુ આ છેલ્લા ખાસ ઘર માટે તેણે ફક્ત ચાર મહિનામાં કામ પૂરું કર્યું

. તે એક ટર્ન-કી પ્રોજેક્ટ હતો , અને તેણે ઓછી ગુણવત્તા ધરાવતો સબસ્ટાન્ડર્ડ માલ ખરીદ્યો; તેણે વિગત પર અગાઉની જેમ ધ્યાન પણ ન આપ્યું કારણ કે તેને ઝડપથી ઘર પૂરું કરીને પોતાનો ધંધો શરૂ કરવો હતો.

તેણે ચાર મહિનામાં ઘર પૂરું કર્યું, ઘરને તાળું માર્યું, ચાવી લીધી અને કોન્ટ્રાક્ટર પાસે ગયો અને કહ્યું, “સાહેબ, મને આ છેલ્લી તક આપવા બદલ હું ખરેખર તમારો આભારી છું. આ રહી ચાવી, તમે જઈને તપાસી શકો છો કે બધું પૂરું થયું છે.”

કોન્ટ્રાક્ટરે ચાવી લીધી અને તેને પાછી આપી અને કહ્યું, “આ ઘર તમારા માટે છે. તમે મારા માટે ૨૦ વર્ષથી કામ કર્યું છે અને હું તમને તે ભેટ આપવા માંગુ છું.”

આ કર્મનો સિદ્ધાંત છે. તમે જે આપો છો તે મેળવો છો. જો સુથારે શ્રેષ્ઠ ઘર બનાવ્યું હોત તો તેને તે જ ભેટ આપવામાં આવ્યું હોત. પરંતુ તે તેની પ્રામાણિકતાથી દૂર ગયો હોવાથી, તેને એક હલકી ગુણવત્તાની ભેટ મળી.

તમે જે આપો છો તે તમને મળે છે, અનેક ગણું વધીને…!!!