ચટાકો : અદ્ભુત રાત્રિભોજન

સંગીતા કહે છે કે ચાટકો બનાવવાની મારા મમ્મી અને મારું કોમ્બિનેશન છે. અડવી ના પાન અને ઘણું બધું મિક્સ કરી ને બનાવ્યું છે.. મમ્મી ચટાકો બનાવતા હવે એમાં મે થોડા variations કરી ને વધારે ટેસ્ટી બનાવ્યો.. One pot meal કહી શકાય. અને હું ડીનર માં બનાવું છું.. સાથે કાઈ ન જોઈએ.. ..👌👍🏻

મારા મમ્મી અને મારું કોમ્બિનેશન

ચટાકો ના ઘટકો :

૨ રોલ અડવી ના પાન

બાફેલા ૧૦ નંગ બેબી પોટેટો

૭-૮ નંગ બેબી ડુંગળી

૨ નંગ સફેદ મકાઇ..( પીળી મકાઇ પણ લઈ શકાય)

૨ નંગ ટામેટા

૧ નંગ મોટી ડુંગળી

૫ કળી લસણ

૩ નંગ લીલાં મરચાં

૧” ટુકડો આદુ

મીઠું સ્વાદ પ્રમાણે

૧ ચમચી મરચું

૩/૪ ચમચી હળદર

૧ ટેબલસ્પૂન ધાણાજીરૂ

૧ ટેબલસ્પૂન પાઉં ભાજી નો મસાલો

૨ ટેબલસ્પૂન કોથમીર

૧ ટેબલસ્પૂન લીંબુ નો રસ

૧ ચમચી ખાંડ

૨ ગ્લાસ પાણી

૨ ટેબલસ્પૂન તેલ

૪-૫ લીમડા ના પાન

ચટાકો બનાવવાના પગલાં

STEP 1

ડુંગળી બટેટા ને પિલ કરી પાણી માં રાખી દેવા . મકાઈ ને બાફી નાના ટુકડા કરી લેવા. અડવી ના વાટા અગાઉ બનાવી રાખ્યા હતા તેને બહાર કાઢી લીધા. ટામેટા ડુંગળી આદુ મરચા લસણ ને એક સાથે ચોપર માં ક્રશ કરી લીધા.. બધી સામગ્રી તૈયાર કરી લીધી..

PICTURE OF STEP 1

STEP 2

નોનસ્ટિક પેનમાં તેલ મૂકી રાઈ જીરુ હિંગ અને લીમડા નો વઘાર તૈયાર કરી ક્રશ કરેલા ડુંગળી ટમેટા નું mixture એડ કરી સારી રીતે સાંતળી લેવું.

ત્યારબાદ મીઠું,મરચું, હળદર, ધાણાજીરૂ,ખાંડ અને કોથમીર નાખી સાંતળી થોડું પાણી એડ કરવું જેથી મસાલા બળી ન જાય.

Mixture dry થવા જેવું લાગે એટલે જોઈતા પ્રમાણ માં પાણી રેડી ,પાણી ઉકડે એટલે બેબી બટેટા,ડુંગળી અને બાફેલા મકાઈના ના નાના પીસ એડ કરી ને ઢાંકણ ઢાંકી ચડવા દેવા.

PICTURE OF STEP 2

Image

STEP 3

થોડી થોડી વારે હલાવતા રહેવું, એ દરમિયાન માં પાઉં ભાજી નો મસાલો અને લીંબુ નો રસ એડ કરી બીજું પાણી પણ ઉમેરવું.. આ ચટાકો માં રસો રાખવાનો હોવાથી પાણી વધારે રાખવું.કેમ કે છેલ્લે જ્યારે અડવી ના પાન ના ટુકડા ઉમેરીશું તો બધો રસો સોસવાઈ જાશે.

PICTURE OF STEP 3

STEP 4

આ રેસિપી માં અડવી ના પાન જમવા બેસીએ ત્યારે જ ઉમેરવાના હોય છે,એટલે બટેટી અને ડુંગળી ચડી ગયા હોય તો ઢાંકી ને રાખી દેવું.

ત્યારે જ ઉમેરવાથી ચટાકો એકદમ ડ્રાય થઈ જશે.. જમવાના સમયે પાછું ગરમ કરી ને ગ્રેવી માં અડવી ના પાન ના કટકા છૂટા છૂટા મુકી ગ્રેવી માં તૂટી ના જાય એમ હળવા હાથે ભેળવવા.

.સારી રીતે રસો મિક્સ થઈ ગયેલો દેખાય એટલે સર્વિગ બાઉલ માં કાઢી ઉપર થી ધાણા સ્પ્રિંકલ કરી ગરમા ગરમ સર્વ કરવો.. તો તૈયાર છે ટેસ્ટી,યમ્મી ચટાકો..

PICTURE OF STEP 4

Image
Image

some other recipes by sangita vyas

dudhi bateta na thepla

maru na bhajiya

https://cookpad.com/in-gu/recipes/16416490-%E0%AA%85%E0%AA%B3%E0%AA%B5-%E0%AA%A8-%E0%AA%AA%E0%AA%A8-%E0%AA%A8-%E0%AA%9A%E0%AA%9F%E0%AA%95