દૂધ પનીર નો કોપરપાક : સદાબહાર સ્વીટ

સદાબહાર સ્વીટ દૂધ પનીર નો કોપરપાક ની રેસીપી આપી છે સંગીત વ્યાસ એ, કોપરા પાક તો બનાવતા જ હોઈએ.પણ થોડો rich કરવા મે ટ્રાયલ માટે પનીર અને મિલ્ક પાવડર એડ કરી ને બનાવ્યો તો સાચ્ચે જ બહુ યમ્મી થયો.. આને બનાવવા માં જરાય વાર નથી લાગતી,કે નથી ચાસણી બનાવવા ની માથાકૂટ.. ઝડપ થી અને સરળ રીતે બની જાય એવો અને ટેસ્ટ માં પણ એકદમ યમ્મી એવો આ કોપરા પાક .. ઉપવાસ માં પણ ખાઈ શકાય.અને મારા માટે તો દરરોજ ની એક bite માં આ બહુ જ પસંદ આવ્યો..

INGRIDIENTS(ઘટકો)

૧ બાઉલ ડ્રાય કોપરા નું છીણ

૧ બાઉલ પનીર.. ( મેં પનીર ઘરે બનાવેલું છે)

૧ બાઉલ મિલ્ક પાવડર

૩/૪ બાઉલ ખાંડ

૧/૨ બાઉલ દૂધ

૨ ટેબલસ્પૂન કાજુ બદામ ની કતરણ

૧/૪ ચમચી એલચી પાવડર

NUTRIENTS YOU GET (તમે મેળવો ન્યુટ્રિઅન્ટ્સ)

ડ્રાય કોપરા નું છીણ શરીર માં મેન્ગેનીઝ અને કોપર પૂરું પાડે છે પનીર એ પ્રોટીન અને ન્યુટ્રીશન નો સ્રોત છે,સાથે સાથે મિનરલ અને પોટેશિયમ થી ભરપુર છે.. ડાયેટ માટે ઘણો સારો ઓપ્શન છે..

દૂધ પનીર નો કોપરપાક સરળ રીતે

STEP 1

સૌ પ્રથમ બધી જરૂરી સામગ્રી એકઠી કરી લેવી. એક નોનસ્ટિક પેનમાં પનીર અને મિલ્ક પાવડર એડ કરી મિક્સ કરવું.ત્યારબાદ તેમાં દૂધ ઉમેરી સારી રીતે મિક્સ કરી લેવું.જરા પણ ગાંઠા ના રહે તેમ અને mixture સ્મૂધ બને ત્યાં સુધી મિક્સ કરતા રહેવું.. આ procedure પેન ને નીચે રાખી ને કરવાનો છે.

PICTURE OF STEP 1

STEP 2

હવે ગેસ ચાલુ કરી mixture ને ગેસ પર મૂકી સ્લો ફલેમ્ પર સતત હલાવતા રહેવું. થોડું ઘટ્ટ થવા આવે એટલે તેમાં ખાંડ ઉમેરી દેવી. હવે mixture થોડું પાતળુ થશે.એટલે ખાંડ નું પાણી બળે ત્યાં સુધી હલાવતા રહેવાનું છે.

PICTURE OF STEP 2

STEP 3

ત્યારબાદ કોપરા નું છીણ ઉમેરી સતત મિક્સ કરતું રહેવું . હવે લાગે કે mixture ડૉ ફોર્મ માં આવવા લાગ્યું છે, તે વખતે એલચી પાવડર એડ કરી ને સારી રીતે મિક્સ કરી લેવું. ડૉ પેન છોડવા લાગે અને ગોળો વડે એવું લાગે એટલે ગેસ બંધ કરી ગ્રીસ કરેલી થાળી માં ઠારી દેવો. સરખું લેવલીંગ કરી ને કાજુ બદામ ની કતરણ ભભરાવી દેવી અને સંપૂર્ણ ઠંડો થવા દેવો..

PICTURE OF STEP 3

STEP 4

ઠંડો થાય બાદ મનગમતા શેપ માં કટકા કરવા.. એક ડીશ માં કાઢી ભગવાન ને પ્રસાદ ધરાવવો.ત્યારબાદ કન્ટેનર માં ભરી સ્ટોર કરવો.. ફ્રીઝ માં પંદર દિવસ સુધી સારો રહેશે.. તો તૈયાર છે દૂધ પનીર નો કોપરા પાક..👌😋

PICTURE OF STEP 4

3 thoughts on “દૂધ પનીર નો કોપરપાક : સદાબહાર સ્વીટ”

  1. સરસ રીતે રેસીપી લખી છે, ફોટા સાથે!
    યમી કોપરાપાક 👌👌

Comments are closed.