પાલક કોર્ન ની સબ્જી

પાલક કોર્ન ની સબ્જી ની રેસીપી જયશ્રીબેન રાવલ એ મોકલી છે જયશ્રીબેન ને વિવિધ પ્રકારનું રસોઈ બનાવવાનું શોખ છે પ્લસ અવનવા ફરસાણ પણ તે બનાવતા હોય છે જયશ્રીબેન ની રેસીપી અવારનવાર મળતી હોય છે અને તેમની રેસિપી બતાવ્યા પ્રમાણે બનતી હોય છે

પાલક કોર્ન ની સબ્જી માટે સામગ્રી

બે નંગ ટામેટા

ડુંગળી બે નંગ

મકાઈ એક બાફેલો

પાલકની જુડી એક

બે ચમચી તેલ

મીઠું સ્વાદ પ્રમાણે

મરચું એક ચમચી

પા ચમચી હળદર

પા ચમચી ગરમ મસાલો

પાલકકોર્ન ની સબ્જી બનાવવાની રીત

સૌથી પહેલા પાલકની એક જુડી ને ધોઈ અને ઝીણી સમારી લેવાની ત્યાર પછી બે ડુંગળીના ઝીણા ઝીણા ટુકડા કરવાના બે ટામેટાના ઝીણા ટુકડા કરવાના અને એક મકાઈને દાણા બોઈલ કરી અને છૂટા પાડી લેવાના

હવે એક કઢાઈમાં તેલ લેવાનું તેની અંદર સૌથી પહેલા જીરું નાખવાનું જીરું થોડું તતડે એટલે આપણે તેમાં બારીક સમારેલી ડુંગળી નાખીશું ડુંગળી થોડી લાલાશ પડતી થાય એટલે ટામેટા નાખીશું

ટામેટા પણ પોચા પડી જાય એટલે આપણે તેની અંદર કોર્ન નાખીશું, કોર્ન પણ આપણે બાફીને જ નાખેલા છે તેથી બધી જ વસ્તુ ભેગી કરીને તરત જ આપણે બારીક સમારેલી પાલક પણ એડ કરી

પાલક થોડી ચઢી જાય પછી તેની અંદર એક ચમચી મલાઈ અને એક ચમચી દહીં નાખવું

જો તમને આ રેસિપી ગમી હોય તો જયશ્રીબેન ની ગુંદા નું શાક બનાવવાની રેસીપી ખાસ જોજો તેની લીંક નીચે છે

https://suhttps://supersaheliya.com/wp-admin/post.php?post=2526&action=editpersaheliya.com/wp-admin/post.php?post=2526&action=edit

.https://supersaheliya.com/wp-admin/post.php?post=2526&action=edit

1 thought on “પાલક કોર્ન ની સબ્જી”

Comments are closed.