પ્રકોપ

આજના યુગને અનુરૂપ એક કવિતા મુકુ રહી છું. જે ઉપર નીચે થતા પિરામિડ આકર ની છે

આ કલિયુગનો પ્રકોપ વધ્યા પાપ ને પ્રપંચ
નથી રહી મમતા કે નથી રહ્યું મમત્વ
દુઃખમાં ડુબેલા રહે મા-બાપ
જેનું બગડેલું સંતાન
નથી દયાની છાંટ
ભડકે બળે દિલ
વધતી નફરત
જગત.

આ કુદરતી પ્રકોપ
માનવ જોતા બદલાતી  કુદરત
ઠંડીમાં ગરમી ને ગરમીમાં વરસાદ
વાવાઝોડા ને ધરતીકંપ વધી ગયા રોગ
માણસો મરતા રહેતા કિડીયારા ની જેમ.

પશુ પક્ષી મરી રહ્યા ખુલ્લેઆમ
વેચાય રહ્યા નશીલા પદાર્થ
દેખાય રહ્યો નર્યો સ્વાર્થ
ઓઢી કામળો સત્ય
વધતા ખોટા લોક
થયા અલગ ઘર
આ નથી કુદરત
પ્રકોપ
પાપ
શું?

પલ્લવી ઓઝા
“નવપલ્લવ”