સાબુદાણા બટેટા ની પૂરી અને કેળા નું રાયતું

આજે એકાદશી છે એટલે અને દરેક ઉપવાસ માં ખવાય તેવી વાનગી સાબુદાણા બટેટા ની પૂરી અને કેળા નું રાયતું બનાવવાનો પ્રયત્ન કર્યો છે સાબુદાણા ની ખીચડી, સામો,ફરાળી લોટના થેપલા પરાઠા ખાઈ ને થાક્યા હોય તો આ ડીશ બનાવી જોજો.. બહુ મજા આવશે અને કઈક નવું કર્યા,ખાવા નો સંતોષ..તમને અને તમારા ઘરના ને પણ..

આ રેસિપી લખનારનું નામ છે સંગીતા વ્યાસ તેઓ કહે છે કે થી તેમણે આ રેસિપીઇન્ટરનેટ સર્ફિંગ કરતા કરતા જોઈ અને બનાવી છે અને તે ખુબ જ સરસ બની છે તો તેમની વિનંતી છે કે બધા પોતાના ઘરમાં એકવાર ચોક્કસ ટ્રાય કરે

સાબુદાણા ની પૂરી માટે ની સામગ્રી.

૧/૨ કપ નોર્મલ સાબુદાણા

૨ નંગ બટેટા

૨ નંગ લીલા મરચા

૧ કટકો આદુ

મીઠું સ્વાદ મુજબ

૧ ચમચી તલ

૧/૨ ચમચી ચીલી ફ્લેક્સ

૩ ટેબલસ્પૂન ફ્રેશ કોથમીર

કેળા ના રાયતા માટે..

૧ નંગ પાકુ કેળુ

૧/૨ કપ ઘાટું દહીં

૧ નંગ લીલું મરચું

૧/૪ ચમચી મીઠું

૧ ટેબલસ્પૂન ફ્રેશ ધાણા

(તમે મેળવો ન્યુટ્રિઅન્ટ્સ)

સાબુદાણાનો સ્ટાર્ચ અને ફાઈબર શરીરમાં સરળતાથી પચી જાય છે. વધુમાં, તેનું ચયાપચય પણ ખૂબ જ સરળ છે, જે ઊર્જાની જરૂરિયાતો અને કોષો અને પેશીઓના બાયોકેમિકલ કાર્યો માટે ગ્લુકોઝ ઉત્પન્ન કરે છે. કેળા મેગ્નેશિયમનો સારો સ્ત્રોત છે, એટલા માટે તે ખૂબ જ જલદી પચી જાય છે અને તમારા મેટાબોલિજમ ને યોગ્ય રાખે છે

સાબુદાણા બટેટા ની પૂરી અને કેળા નું રાયતું બનાવવાની રીત

STEP 1

સૌ પ્રથમ સાબુદાણા ને કોરા કપડા માં લુછી ને ગ્રાઈન્ડર માં બારીક પાવડર કરી અને બાઉલ માં ટ્રાન્સફર કરી લેવો.

PICTURE OF STEP 1

STEP 2

હવે બટેટા ને પીલ કરી,ધોઈ કટકા કરી લેવા સાથે મરચા અને આદુના ટુકડા કરી એ જ grinder માં પીસી લેવા..કોરા જ પીસવા પણ જો ના પીસાય તો બે ચમચા પાણી એડ કરી સ્મૂધ પેસ્ટ બનાવી સાબુદાણા ના પાવડર માં એડ કરી દેવું. હવે તેમાં કોથમીર, તલ, ચિલી ફ્લેક્સ અને મીઠું નાખી સારી રીતે મિક્સ કરી લોટ બાંધી લેવો અને દસ મિનિટ નો rest આપવો.

PICTURE OF STEP 2

STEP 3

રેસ્ટ બાદ લોટ માંથી મોટો લૂઓ લઈ સ્વામિનારાયણ ના ફરાળી લોટ નું અટામણ લઈ મિડીયમ થીક રોટલો વણી રાઉન્ડ કટર મોલ્ડ થી પૂરીઓ કાપી લેવી,આમ એક સાથે બધી પૂરીઓ બનાવી કપડા પર પાથરી લ

STEP 4

તેલ ગરમ કરવા મૂકવું. એકસાથે ૩-૪ પુરી તેલ માં બંને બાજુ લાઈટ બ્રાઉન અને ફૂલે એટલે ઉતારી કિચન પેપર પર કાઢી લેવી..

PICTURE OF STEP 4

STEP 5

હવે કેળા ના રાયતા માટે.. બાઉલ માં કેળા ના નાના ટુકડા કરવા સાથે મરચા ના પણ બારીક ટુકડા કરી તેમાં દહી કોથમીર અને મીઠું નાખી સારી રીતે મિક્સ કરી લેવું.. રાયતું તૈયાર છે..

PICTURE OF STEP 5

STEP 6

સાબુદાણા અને બટેટા ની પૂરી અને કેળા નું રાયતું તૈયાર છે. ડીશ માં ગોઠવી ગરમ ગરમ સર્વ કરો.. પૂરી અને રાયતું ખાવાથી જ પેટ ભરાઈ જશે બીજી કોઈ વાનગી ની જરૂર જ નહિ પડે.. એન્જોય ફરાળી ડીશ..👌😋🙏

PICTURES OF STEP 6

નો સ્ટાર્ચ અને ફાઈબર શરીરમાં સરળતાથી પચી જાય છે. વધુમાં, તેનું ચયાપચય પણ ખૂબ જ સરળ છે, જે ઊર્જાની જરૂરિયાતો અને કોષો અને પેશીઓના બાયોકેમિકલ કાર્યો માટે ગ્લુકોઝ ઉત્પન્ન કરે છે. કેળા મેગ્નેશિયમનો સારો સ્ત્રોત છે, એટલા માટે તે ખૂબ જ જલદી પચી જાય છે અને તમારા મેટાબોલિજમ ને યોગ્ય રાખે છે.

સાબુદાણાની ખીચડી | sabudana ni khichdi

જય શ્રી કૃષ્ણ આજ આપણે sabudana ni khichdi – સાબુદાણાની ખીચડી બનાવવાની રીત શીખીશું,  વ્રત ઉપવાસમાં બનાવવામાં આવતી સાબુદાણા ખીચડી ઘણી વખત ચીપકી જતી હોય છે ને જમતી વખતે પણ દાંત માં ચોટતા હોય છે તો આજ આપણે દાંતમાં ચોંટે નહિ અને એક એક દાણો અલગ અલગ થાય એવી sabudana khichdi શીખીએ.

સાબુદાણાની ખીચડી માટે જરૂરી સામગ્રી

  • મોટા વાળા સાબુદાણા 1 કપ
  • સીંગદાણા  / શેકેલ સીંગદાણા ¾ કપ
  • તેલ  2 + 2-3 ચમચી
  • જીરું 1 ચમચી
  • લીલા મરચા સુધારેલા 3-4
  • મીઠા લીમડાના પાન 8-10
  • બાફેલા બટાકા 1-2
  • મરી પાઉડર ½ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • લીંબુનો રસ 1-2 ચમચી
  • ખાંડ 1 ચમચી ( ઓપ્શનલ છે )
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

સાબુદાણાની ખીચડી ની રીત | sabudana ni khichdi Recipe

સાબુદાણાની ખીચડી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં સાફ કરેલ સાબુદાણા લ્યો

  એને બે ત્રણ પાણીથી બરોબર ધોઇ લ્યો ત્યાર બાદ પોણો કપ પાણી નાખી ને ઢાંકી ને પાંચ છ કલાક પલાળી લ્યો

  સાથે કુકર માં બે ત્રણ બટાકા ને પણ બાફી લ્યો અને બટાકા બાફી લીધા બાદ છોલી ને કટકા કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં બે ચમચી તેલ ગરમ કરવા મૂકો

તેલ ગરમ થાય એટલે ધીમા તાપે સીંગદાણા ને શેકી લ્યો

ને સીંગદાણા બરોબર શેકાઈ જાય એટલે એક વાસણમાં કાઢી

અડધા ને મિક્સર જારમાં નાખી પીસી ને પાઉડર બનાવી લ્યો

ને અડધા ને અધ કચરા પીસી લ્યો ને એક બાજુ મૂકો

હવે એજ કડાઈમાં બીજા બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકવું

તેલ ગરમ થાય એટલે તેમાં બાફેલા બટાકા ના કટકા નાખી બે મિનિટ બરોબર શેકી લ્યો

બટાકા શેકાઈ જાય એટલે શેકેલ બટાકા ને એક બાજુ કરી

બાકી ના તેલ માં જીરું નાખી શેકો જીરું બરોબર શેકાઈ જાય એટલે એમાં મીઠા લીમડાના પાન અને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો

મરચા થોડા શેકાઈ જાય એટલે બટાકા સાથે બરોબર મિક્સ કરી લ્યો

અને ત્યાર બાદ એમાં પલાળેલા સાબુદાણા અને પીસી ને પાઉડર કરેલ સીંગદાણા પાઉડર નાખી

બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ ફરાળી મીઠું અને મરી પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો  અને હલાવતા રહો

સાબુદાણા બરોબર ટ્રાન્સફ્રન્ટ થાય ત્યાં સુધી ચડાવો

સાબુદાણા બરોબર ચડી જાય એટલે એમાં અધ કચરા સીંગદાણા,

લીંબુનો રસ, ખાંડ અને લીલા મરચા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો

ને ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો સાબુદાણા ખીચડી

sabudana khichdi recipe in gujarati notes

  • અહી અમે લાલ મરચાનો પાઉડર કે ધાણા જીરું પાઉડર કે હળદર નાખેલ નથી પણ જો તમે ખાતા હો તો નાખી શકો છો
  • જો સાબુદાણા પલળવા માં પાણી વધારે રહી જય તો ચારણી માં નાખી અથવા સાફ કોટન ના કપડા પર ફેલાવી કોરા કરી નાખવા.

આવી જ મજેદાર રેસીપી છે ખીચું ની તમે નીચે મુકેલી ભૂરી લિંક થી વાંચી શકો છો

https://supersaheliya.com/wp-admin/post.php?post=2145&action=edit

જો તમને આ રેસીપી ગમી હોય તો એક વાર ચોક્કસ બનાવજો અને આ પોસ્ટ તમે ફેમિલી અને ફ્રેંડ્સ માં શેર કરજો.

લસણ નું અથાણું ની રીત જોવા નીચે ની ભૂરી લિંક દબાવો

https://supersaheliya.com/wp-admin/post.php?post=2159&action=edit

sama ni puri banavani rit |સામા ની પુરી બનાવવાની રીત

જય શ્રી કૃષ્ણ આજ આપણે સામા ની પુરી બનાવવાની રીત – sama ni puri banavani rit શીખીશું,  સામા ને ઘણા મોરૈયો, સાઉ, ભગંદર પણ કહેતા હોય છે અને ફરાળ માં એમાંથી અલગ અલગ ફરાળી વાનગીઓ બનાવી ને ખાતા હોઈએ છીએ આજ આપણે એમાંથી ફરાળી પુરી બનાવશું જે ચા દહી કે ફરાળી શાક સાથે ખાઈ શકાય છે તો ચાલો sama ni puri recipe in gujarati શીખીએ.

સામા ની પુરી બનાવવા જરૂરી સામગ્રી

  • મરી પાઉડર ¼ ચમચી
  • સામો 1 કપ
  • સ્વાદ મુજબ ફરાળી મીઠું
  • તેલ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

સામા ની પુરી બનાવવાની રીત sama ni puri banavani rit

સૌપ્રથમ સામો સાફ કરી એને બે ત્રણ પાણી થી ધોઇ લ્યો

ત્યાર બાદ છ થી સાત કલાક અથવા આખી રાત પાણીમાં પલાળી મુકો

સાત કલાક પછી એનું પાણી નિતારી લ્યો

ત્યાર બાદ મિક્સર જારમાં નાખી ને સ્મૂથ પીસી લ્યો ( પીસવા માટે જો જરૂર લાગે તો એકાદ બે ચમચી પાણી નાખવું )

હવે ગેસ પર એક કડાઈમાં પીસેલી સામો નાખી  ધીમા તાપે હલાવતા રહો ને મિક્સ કરતા રહો

મિક્સ થઈ કડાઈ મુકવા લાગે એટલે કથરોટ માં કાઢી લ્યો ને થોડો ઠંડુ થવા દયો

ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ ફરાળી મીઠું, મરી પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો

ત્યારબાદ હવે એમાં બે ત્રણ ચમચી તેલ નાખો

ફરી લોટ ને બરોબર મસળી લ્યો ને ઢાંકી દસ મિનિટ એક બાજુ મૂકો

દસ મિનિટ પછી ફરી બે ચમચી તેલ નાખી લોટ ને મસળી લ્યો

પુરી બનાવવા માટેના લુવા બનાવી તેલ લગાવી એક બાજુ મૂકો 

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો

તેલ ગરમ થાય ત્યાં સુધી પ્લાસિક પર થોડું તેલ લગાવી

એમાં વચ્ચે લુવો મૂકી આંગળી થી દબાવી

અથવા થાળી થી થોડું દબાવી પુરી બનાવી લ્યો

ને તૈયાર પુરી ને ગરમ તેલ માં નાખી થોડી દબાવી ને ફુલાવી લ્યો

એક બાજુ થોડી ચડી જાય ત્યાર બાદ ઉથલાવી બીજી બાજુ પણ બરોબર તરી લ્યો 

આમ બને બાજુ બરોબર તરી લીધા બાદ બહાર કાઢી લ્યો

ને બીજા લુવા ને પ્લાસ્ટિક માં મૂકી થાળી વડે દબાવી પુરી બનાવો

ને તૈયાર પુરી ને ગરમ તેલ માં નાખી તરી લ્યો આમ એક એક પુરી બનાવી તરી લ્યો ને મજા લ્યો સામા ની પૂરી

sama ni puri recipe in gujarati Notes

  • અહી તમે મરી સિવાય બીજા મસાલા નાખી ને ફરાળી મસાલા પૂરી પણ ટાયાયર કરી શકો છો
  • પુરી ને બને ત્યાં સુંધી ફૂલ તાપે તરવી નહિતર પુરી ચવડી થઈ જશે
  • અહી તમે સામા ને પીસી એનો પાઉડર બનાવી ને પલાળી ને બાફી કે કડાઈમાં ચડાવી ને પણ પુરી બનાવી શકો છો

જો તમને આ રેસીપી ગમી હોય તો એક વાર ચોક્કસ બનાવજો અને આ પોસ્ટ તમે ફેમિલી અને ફ્રેંડ્સ માં શેર કરજો.

વિશેષ શિયાળા માટે ના ઢોકળા બનાવાની રીત જોવ માટે આ લિંક ક્લિક કરો

https://supersaheliya.com/wp-admin/post.php?post=2125&action=edit

Exit mobile version