અગમગીયું : એક વિસરાતી વાનગી

અગમગીયું એક વિસરાતી વાનગી… જેને ભૈડકુ પણ કહેવાય છે.. દાદી નાની બનાવતા,,મમ્મી એ પણ બનાવીને ખવડાવ્યું છે.. મારા ડેડી બીમાર હતા ત્યારે મમ્મી એમને આવું જ બનાવી ને ખવડાવતા..એકદમ સાદી રીતે,ફક્ત મીઠું અને વધારે ઘી ઉમેરી ને.. હવે ઘણા બધા વેરીએશન થી બને છે.. પણ મેં જુની રીતે જ બનાવ્યું છે..ફેરફાર માં ફક્ત આદુ મરચા લસણ,તેલ અને અથાણાં નો મસાલો એડ કર્યો છે બસ..

રેસીપી લખનાર નું નામ છે સંગીત વ્યાસ સંગીતા એ આ રેસીપી શીખી છે તેમના મમ્મી પાસે થી. મારા ડેડી બીમાર હતા ત્યારે મમ્મી એમને આવું જ બનાવી ને ખવડાવતા..એકદમ સાદી રીતે,ફક્ત મીઠું અને વધારે ઘી ઉમેરી ને.. .

અગમગીયું : પ્રીમિકસ લોટ બનાવવા માટે સામગ્રી..

૧ વાડકી બાજરી

૧ વાડકી મગ

૧ વાડકી ચોખા

અગમગીયું બનાવવા માટે સામગ્રી.

વાડકી તૈયાર કરેલો લોટ

૧ વાડકી દહી

૨ વાડકી પાણી

૧ ટેબલસ્પૂન ઘી

૧/૨ ચમચી જીરૂ

૧ ટેબલસ્પૂન ક્રશ આદુ મરચા લસણ

૨ ટેબલસ્પૂન ફ્રેશ ધાણા

૧/૨ ચમચી શેકેલા જીરા નો પાવડર

મીઠુ સ્વાદ મુજબ

જરૂર મુજબ સીંગતેલ

જરૂર મુજબ અથાણા નો મસાલો

NUTRIENTS YOU GET (તમે મેળવો ન્યુટ્રિઅન્ટ્સ)

* બાજરી નું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ ઘટે છે કા તો લેવલ માં રહે છે. જે હાર્ટ અટેકની શકયતાઓ ને ઘટાડી દે છે. બાજરામાં રહેલા મેગ્નેશિયમ અને પોટેશિયમ બ્લડપ્રેશર ઓછું કરે છે.. * મગમાં રહેલા ઉચ્ચ એન્ટી ઑક્સિડેન્ટ ગંભીર રોગોના જોખમ ઘટાડે છે. તેમાં રહેલા વિટેક્સિન અને ઈસોવિટેક્સિનથી હિટ સ્ટ્રોકની શક્યતા ઘટે છે. આ ઉપરાંત બેડ કૉલેસ્ટ્રોલને ઘટાડી હાર્ટ એટેકનો ખતરો પણ ટાળે છે. મગમાં ફાઈબર, પોટેશિયમ અને મેગ્નેશિયલ હોવાને લીધે લોહીનું પરિભ્રમણ કન્ટ્રોલમાં રહે છે. * ચોખા આપણા પાચનતંત્રને નિયંત્રિત કરે છે અને ટોક્સિન ને બહાર કાઢવામાં મદદરૂપ થાય છે

અગમગીયું બનાવવા માટે માટે જરૂરી પગલા

STEP 1

સૌ પ્રથમ સરખા ભાગે લીધેલ બાજરી મગ અને ચોખા ને ચોખ્ખા કપડાં થી લુછી પેન માં અલગ અલગ લઈ શેકી લેવા જેથી moisture નો ભાગ નીકળી જાય,ત્યારબાદ થાળી માં ઠંડા કરવા મૂકવા…

STEP 2

હવે બાજરી મગ ચોખા ને મિકસ કરી ગ્રાઇન્ડર માં થોડો થોડો લઈ કકરો દળી લેવો. નોંધ: આ લોટ ને વધારે પ્રમાણ માં બનાવી ને સ્ટોર પણ કરી શકાય.જેથી બીજી વખત આખો procedure repeat ન કરવો પડે..મે પણ આ લોટ ને સ્ટોર કરી રાખ્યો છે. આ થયો અગમગીયા ના લોટ નું પ્રિમિક્સ..

STEP 3

હવે પેન માં ઘી લઈ જીરા નો વઘાર કરી ક્રશ આદુ મરચા લસણ ને સાંતળવા,ત્યારબાદ તેમાં માપ પ્રમાણે દહી અને પાણી એડ કરી મીઠું નાંખી ધીમા તાપે સતત હલાવ્યા કરવું જેથી છાશ ફાટે નઇ..

STEP 4

જ્યારે છાશ ઉકળવા લાગે એટલે ફ્રેશ ધાણા અને શેકેલા જીરાનો પાવડર નાખી એક બાઉલ લોટ એડ કરવો અને વિસ્કર ની મદદ થી સારી રીતે મિક્સ કરી ધીમા તાપે ઢાંકી ને ૨-૩ મિનિટ માટે સીજાવા મૂકવો .

STEP 5

સિજાઈ ગયા બાદ લોટ ને થાળી માં કાઢી, ધાણા સ્પ્રિંકલ કરી, સીંગતેલ અને અથાણા ના મસાલા સાથે સર્વ કરવું.. તો, નાની દાદી નું અગમગીયું તૈયાર છે.. જો લોટ તૈયાર હોય તો આપણે ઓછા સમય માં કઈક નવી રેસિપી બનાવી શકીએ છીએ..

ગુજરાતી સ્વીટ નાનખટાઈ https://supersaheliya.com/wp-admin/post.php?post=2727&action=edit

2 thoughts on “અગમગીયું : એક વિસરાતી વાનગી”

Comments are closed.