અઘરું લાગતું એવું ભરેલા ગુંદા નું શાક

ભરેલા ગુંદાનું શાક એક ખાસ આવડત માંગી લે એવું શાક છે તમે ભલે ભરેલા રીંગણ કે ભરેલા ભીંડા બનાવતા હો પણ ભરેલા ગુંદા નું શાક પરફેક્ટ રીતે બનાવવા માટે તમારે આ રીતનો ઉપયોગ કરો તો તમારું શાક ચોક્કસ પરફેક્ટ બનશે નહીં તો ગુંદા ચવડ થઈ જશે અને મસાલો બળી જશે

આ રેસિપી ભરેલા ગુંદાનું શાક લખનારનું નામ છે જયશ્રીબેન રાવલ જયશ્રીબેન ને વિવિધ પ્રકારની રસોઈ બનાવવાનું અને કુટુંબીઓ ને ખવડાવવાનો બેહદ શોખ છે એમના હાથની રસોઈ નાનાથી મોટા બધા જ લોકો વખાણે છે આજે એમની ભરેલા ગુંદા ની રેસીપી જો તમે એકવાર બનાવી જોશો તો કાયમ તમારા રેસીપી લિસ્ટ માં મુકશો.

ભરેલા ગુંદા નું શાક માટે જરૂરી સામગ્રી

૨૫૦ ગ્રામ ગુદા

૧૫૦ ગ્રામ ચણા નો લોટ

૨ ચમચી મરચું

૨ચમચી ધાણાજીરૂ,

અડધી ચમચી હળદર

૨ચમચી ગોળ

૧/૩ચમચીતેલ

મીઠું જરૂર મુજબ

કોથમરી ૪ચમચી

અનેજો લસણ ખાતાં હોયતો ૫/૬ કળી વાટીને મસાલામાં નાખવી

ભરેલા ગુંદા નું શાક બનાવાની રીત

સૌથી પેહલા,ગુંદા ને સારી રીતે ધોઈ ને કોરા કરી દેવા
ત્યાર બાદ ગુંદા ને ફોડી અને અંદર થી બી કાઢી લેવા,અને ઉપર ના ડિતા પણ કાઢી લેવા
હવે બધી સામગ્રી પેહલા ભેગી કરી લેવી એક ડીશ માં

હવે એક કડાઈમાં ચણાના લોટને ધીમા તાપે શેકવા મૂકી દેવાનું અને તે સરસ ગુલાબી રંગનો શેકાય ત્યાં સુધી તેને શેકવાનો. ત્યારબાદ જે ડીશમાં બતાવેલા બધા જ મસાલા તેમાં વારાફરતી ઉમેરી દેવાના અને ગેસ બંધ કરી દેવાનો

હવે એક કડાઈમાં તેલ લેવાનું અને તેમાં જીરું મૂકવાનું જીરું તતડે એટલે આપણે આપણા બાફેલા ગુંદા નાખી દેવાના અડધો કપ જેવું પાણી એડ કરવાનું અને થોડો વધારે લોટ જોઈતો હોય તો ઉપર લોટ પણ ભભરાવી અને થોડીવાર માટે ઢાંકી દેવાનું એના લીધે ગુંદા સરસ નરમ પણ થઈ જશે અને વધારે મસાલો ભાવતો હોય તો ગુંદાનું શાક આ રીતે પરફેક્ટ તૈયાર પણ થઈ જશે

આ વીડિયો જોઈને પણ તમે રેસીપી બનાવી શકો છો

આ વીડિયો જોઈને પણ તમે રેસીપી બનાવી શકો છો

1 thought on “અઘરું લાગતું એવું ભરેલા ગુંદા નું શાક”

Comments are closed.