કેનેડા ન આવતા પ્લીઝ, હજારો લોકો તકલીફમાં, ભારતીય મૂળનાં વ્યક્તિએ શેર કર્યો VIDEO

બદલાયેલી સ્થિતિનાં કારણે કેનેડા કે વિદેશમાં જવાનો વિચાર ઘણા લોકો માંડી વાળે એવું પણ બને.  આ તમામની વચ્ચે કેનેડાથી જ એક વ્યક્તિએ ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે જે જોઈ લેવો જોઈએ.

ભારતીયોમાં કેનેડા જવાનું ચલણ છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબ વધ્યું છે. એમાં પણ ગુજરાતીઓ અને પંજાબીઓ મોટી સંખ્યામાં કેનેડા જાય છે. પરંતુ કેનેડા સાથે બગડેલા રાજદ્વારી સંબંધોનાં કારણે આજકાલ કેનેડા જવા માટે IELTS જેવી પરીક્ષાઑની તૈયારી કરતાં વિદ્યાથીઓ ફરીથી એક વખત વિચાર કરતાં થયા છે. ઘણા લોકો બદલાયેલ નિયમોનાં કારણે પણ ચકડોળે ચડયા છે. બદલાયેલી સ્થિતિનાં કારણે કેનેડા કે વિદેશમાં જવાનો વિચાર ઘણા લોકો માંડી વાળે એવું પણ બને.  આ તમામની વચ્ચે કેનેડાથી જ એક વ્યક્તિએ ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે જે જોઈ લેવો જોઈએ.

અમેરિકામાં વિઝા મળવાનું મુશ્કેલ બનતા કેનેડા જવાનું વલણ પંજાબીઓ બાદ ગુજરાતીઓમાં પણ છેલ્લા ઘણા વર્ષોમાં વધ્યું છે. ત્યાં જવા માટે, ભણવા માટે અને સ્થાયી થવા માટેની પ્રોસેસ પણ સાપેક્ષમાં ખાસ્સી સરળ હોવાનાં કારણે ઘણા બધા વિદ્યાર્થીઓ આ પસંદ કરતાં હોય છે. પરંતુ આ વિડીયોમાં પિયુષ મોંગા નામનો વ્યક્તિ કેનેડા નહીં આવવાની સલાહ આપી રહ્યો છે. નામ પરથી ભારતીય જ લાગતો આ વ્યક્તિ કેનેડા અમેરિકા જેવા દેશોનાં સ્થાનિક ભારતીય મૂળનાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીને તેઓની સ્થિતિ જાણવાનો પ્રયાસ કરતો હોય છે.

આ વિડીયોમાં પિયુષ કહે છે કે તમે આ વિડીયો માટે મને નફરત કરશો પરંતુ હું તમને કહેવા માગું છું કે કેનેડા ન આવતા. આ વિડીયો ટોરન્ટોથી ઉતારવામાં આવ્યો હોવાનું દેખાઈ આવે છે. વિડીયો બનાવનાર પિયુષ મોંગાની પાછળ એક નદી દેખાય છે. તે આ વિડીયોમાં કહે છે કે, જો તમે 2024માં કેનેડા આવવાનું વિચારી રહ્યા હોવ તો થોભજો. તમે વિચારતા હોવ કે તમે તમારા દેશમાં નોકરી અને ઘર છોડીને અહી આવશો અને લાખો કરોડો કમાશો, તો તમે ભૂલ કરી રહ્યા છો. અહીં હજારો લોકો ડ્રીમ જોબ શોધી રહ્યા છે. અહીં ફુગાવો વધી રહ્યો છે, ઘર વગેરેનાં ભાડા વધી રહ્યા છે, ઘણા બધા લોકો નોકરીઓ શોધી રહ્યા છે અને વ્યાજનાં દર પણ ઘણા વધી રહ્યા છે.