ખુશીની શોધ: બલૂન એક્ટિવિટી

વ્યક્તિત્વ વિકાસના એક સેમિનારમાં એક સમયે ૧૦૦ લોકોનું જૂથ હતું. તેમની સાથેની વાતચીતની મધ્યમાં, વક્તાએ અચાનક અટકી અને તાત્કાલીક એક ગ્રુપ એક્ટિવિટી કરવાનું નક્કી કર્યું.

તેણે દરેક સહભાગીને એક એક બલૂન આપ્યા અને તેના ઉપર તેમનું નામ લખવાનું કહ્યું. પછી ફુગ્ગાઓ એકત્ર કરવામાં આવ્યા અને બાજુના રૂમમાં મૂકવામાં આવ્યા.

પછી વક્તાએ ૧૦૦ પ્રતિભાગીઓને તે રૂમમાં એક સાથે પ્રવેશવાની સૂચના આપી અને, ફક્ત ૫ મિનિટમાં, તેમના નામ સાથેનો બલૂન શોધી લાવવા કહ્યું.

રૂમમાં નાસભાગ મચી જાય છે. બધા દોડાદોડ કરે છે, એકબીજાને ધક્કે ચડાવે છે અને એકબીજા સાથે અથડાય છે અને તેઓ તેમના નામવાળા ફુગ્ગાની ગંભીર પ્રયત્નોથી શોધ કરે છે.

૫ મિનિટ પસાર થાય છે અને કોઈ સફળ થતું નથી – બધા ફુગ્ગાઓ ફૂટી જાય છે અને ઉત્તેજના ઓસરી જાય છે.

પછી વક્તા ફરીથી ગ્રુપને એક્ટિવિટીનું ફરીથી કરવા કહે છે; પરંતુ આ વખતે તે દરેક વ્યક્તિને કોઈ પણ બલૂન ઉપાડવા અને તેના પર જેનું નામ લખેલું હોય તે બોલીને તેને આપવાનું સૂચન કરે છે.

થોડીવારમાં બધા પાસે પોતાના બલૂન આવી જાય છે અને સાથે ઘણી બધી ખુશીઓ પણ.,

વક્તા સમજાવે છે, “આ ફુગ્ગાઓ સાથે જે બન્યું તે જ આપણા જીવનમાં ખુશીની શોધમાં થાય છે. આપણી ખુશી ક્યાં છે તે આપણે જાણતા નથી, અને પાગલપન સાથે તેને આપણી આસપાસ શોધીએ છીએ.”

સાચું સુખ બીજાના ભોગે આપણાં લક્ષ્યોનો પીછો કરવામાં નથી , પરંતુ અન્યને સુખ આપવામાં આપણું સુખ છે.

બોધ:
સુખ અને પરિપૂર્ણતા ભાગ્યે જ સ્વાર્થી કાર્યોથી આવે છે, પરંતુ લગભગ હંમેશા અન્ય લોકો માટે સારા કાર્યો કરવાથી આવે છે. બીજાને મદદ કરીને આપણે આપણી જાતને મદદ કરીએ છીએ.

1 thought on “ખુશીની શોધ: બલૂન એક્ટિવિટી”

Comments are closed.