ખેડૂતનો ગધેડો

એક દિવસ એક ખેડૂતનો ગધેડો કૂવામાં પડી ગયો. નિરાધાર પ્રાણી કલાકો સુધી જોરથી રડતો રહ્યો. ખેડૂતને ખબર પડી ત્યારે તેણે તેને બહાર કાઢવા માટે કંઈક સાધન શોધવાનો પ્રયાસ કર્યો.

અંતે , ખેડૂતે વિચાર્યું કે ગધેડો વૃધ્ધ થઈ ગયો છે; કૂવો પણ પહેલેથી જ સુકાઈ ગયો છે અને તેને કોઈપણ રીતે પૂરવાની જરૂર છે. એટલે તેણે નક્કી કર્યું કે ખરેખર ગધેડાને કૂવામાંથી બહાર કાઢવાની જરૂર જ નથી.

તેણે તેના બધા પડોશીઓને તેની મદદ કરવા બોલાવ્યા. તેઓ દરેકે એક પાવડો લીધો અને કૂવામાં માટી નાખવાનું શરૂ કર્યું.

ગધેડો સમજી ગયો હતો કે શું થઈ રહ્યું છે અને ખૂબ જોરથી રડ્યો. પછી, બધાને આશ્ચર્યમાં મૂકીને, તે કૂવામાં થોડીક માટી નંખાયાં પછી શાંત થઈ ગયો.

આખરે ખેડૂતે કૂવામાં નીચે જોયું અને જે જોયું તે જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. માટીના દરેક ઢગલા સાથે, ગધેડો કંઈક વિચિત્ર ક્રિયા કરી રહ્યો હતો: તે તેનું શરીર ઝટકારીને માંટીને ખંખેરી રહ્યો હતો અને ઢગલાની સપાટી ઉપર પગ મૂકતો હતો.

ખૂબ જ જલ્દી બધાના આશ્ચર્ય વચ્ચે ગધેડો કૂવાના મોઢા સુધી પહોંચ્યો, કિનારે આવ્યો અને બહાર નીકળી ગયો…

જીવન તમારા પર માંટી (ગંદકી) ફેંકશે, દરેક પ્રકારની ગંદકી…
કૂવામાંથી બહાર નીકળવાની યુક્તિ એ છે કે તેને ખંખેરો અને ઉપર આવવા માટે તેનો ઉપયોગ કરો. આપણી દરેક સમસ્યા એક સંકેત છે. જો આપણે હાર ન માનીએ તો આપણે સૌથી ઊંડા કૂવામાંથી પણ બહાર નીકળી શકીએ છીએ…

જીવનમાં આગળ વધવા માટે લોકો અને સંજોગો જે ગંદકી ફેંકે છે તેનો ઉપયોગ કરો!!!

ખુશ રહેવા માટેના પાંચ નિયમો યાદ રાખો:
૧. તમારા હૃદયને નફરતથી મુક્ત કરો.


૨. તમારા મનને વિક્ષેપોમાંથી મુક્ત કરો.


૩. તમારા જીવનને સરળ બનાવો.


૪. વધુ આપો અને ઓછી અપેક્ષા રાખો.

  1. વધુ પ્રેમ કરો અને… ગંદકીને ખંખેરો, કારણ કે આ જીવનમાં તમારે સમસ્યા નહીં, પણ ઉકેલ બનવાનું છે!