ગુંદા કેરી નું અથાણું

ગુંદા કેરીનું અથાણું બનાવવાનું લગભગ ઘણી બધી બહેનોને અઘરું પડતું હોય છે પણ જો તમે વર્ષાબેન ની રીત થી બનાવશો તો આ અથાણું તમને બારે મહિના ખાવું ગમશે.તો ચાલો બનાવીએ ગુંદા કેરી નું અથાણું

આ ગુંદા કેરી નું અથાણું ની રેસિપી લખનારનું નામ છે વર્ષાબેન નાણાવટી વર્ષાબેન વિવિધ પ્રકારની રસોઈ બનાવવાના શોખીન છે અને તેમણે આગળ પણ આપણને ઇનોવેટિવ રેસીપી મિલેટ સેન્ડવીચ આપી હતી જે બધાને ખૂબ જ પસંદ આવી હતી

આ અથાણું મે મારા મન થી બનાવ્યું છે ઘણાં વરસો થી હું બનાવું છું રોટલી ભાખરી થેપલા ખીચડી બધાં જોડે સરસ લાગે છે થંડી ની સીજન માં તો ખૂબ સરસ લાગે છે રાઇ ને લીધે ગરમાટો આવે છે.
✡️✡️- સખીઓ ચોકકસ થી બનાવજો મજાં આવશે.✡️✡️

ગુંદા કેરીનું અથાણું બનાવવા માટે જરૂરી સામગ્રી

1 કીલો ગુદાં

1-1/2 દોઢ કીલો રાજાપુરી કેરી

1/2 અડધો કીલો રાઈ ના કુરીયા

100- ગ્રામ વરીયાળી કચરેલી

10- ગ્રામહળદર ને થોડી હીંગ

૫૦ ગ્રામ મીઠું

૨૫૦ ગ્રામ તેલ

ગુંદા કેરીનું અથાણું બનાવવા ની રીત

રાજાપુરી કેરી છોલી ને છીણીવી. એમાં
સ્વાદ મુજબ મીઠું ને હળદર નાખીં આખી રાત રહેવા દેવું

સવારે ગુંદા ધોઇ બીજ કાઢી લેવા . ગુદાં ધોઇ સારી રીતે લુછી લેવા . છીણેલી કેરી માં રાઇ ના કુરીયા, વરીયાળી
હિંગ હળદર મીઠું નાખી સરસ હાથ થી હલાવી લેવુ

આ મસાલો ગુંદા માં ભરીલેવો. થોડો વધે તે બરણી માં નીચે પાથરવો. અને ઉપર ભરેલા ગુંદા મુકવા. બધાં ગુંદા બરણી માં ભરી લેવા. ઉપર પાછું કેરી ની છીણ મસાલા વાળું લેયર પાથરવું એક દિવસ પછી શીંગતેલ થોડું ગરમ કરી થંડ…

આઠ થી દસ દિવસ પછી
ખાવા માટે ઉપયોગ માં લેવું નહીતર ગુંદા તુરા લાગશે.

https://supersaheliya.com/wp-admin/post.php?post=2543&action=edit

વર્ષા બેન ની ઇનોવેટિવ રેસીપી મિલેટ સેન્ડવીચ ની લીંક મૂકી છે જરૂરથી જોજો

https://supersaheliya.com/wp-admin/post.php?post=1740&action=edit

https://supersaheliya.com/wp-admin/post.php?post=2088&action=edit

તમારા સમય માટે તમારો ખૂબ ખૂબ આભાર અને આ રેસીપી વિશે તમે શું વિચારો છો તે અમને જણાવવા માટે નીચે એક ટિપ્પણી મૂકો કારણ કે તે અમારા લેખકોને પ્રોત્સાહિત કરશે. કૃપા કરીને બધા લેખકો દ્વારા આપવામાં આવેલી બધી વાનગીઓ અજમાવો અને તમારી ટિપ્પણી લખો.

જો તમે પણ ઈચ્છો છો કે સુપર સહેલીયા તમારી રેસિપી અમારી વેબસાઈટ પર અપલોડ કરે તો આ લિંક પર ક્લિક કરીને ફોર્મ ભરો.

https://docs.google.com/forms/d/e/1FAIpQLSdwwqGeXs_QiYuJ3yUHYMZN-QFgI8lDuIQrQ_xl2QMW2r2GiQ/viewform?usp=sf_lin