દીકરીનો જવાબ

credit to photo from i stock

દિકરી આજે પિયર આવી હતી, તેનું રોકાણ પંદરેક દિવસ નું હતું. લગ્નનાં છ માસ પછી પોતાની દીકરી પહેલીવાર આટલાં લાંબા સમય માટે પિયર રોકાવા માટે આવી હતી તેથી તેની મમ્મી ખુબજ ખુશ હતી. દીકરી નાં સાસરીયામાં સાસુ, સસરા, એક દીયર, એક નણંદ , જમાઈ ને પોતે એમ છ વ્યક્તિ નું કુટુંબ હતું.

ચાર દિવસ પછી જમાઈનો ફોન આવ્યો, “મમ્મી પડી ગયા છે, દવાખાને લઈ જવા પડે તેમ છે તું આવી જા.”

દીકરીએ તેની મમ્મીને કહ્યું, “મારે જવું પડે તેમ છે, મમ્મી પડી ગયા છે.”

તેમની મમ્મી એ કહ્યું, “ત્યાં તારી નણંદ તો છે, બે દિવસ તેની મમ્મી ની સેવા કરશે તો દુબળી નહીં પડી જાય.”

દીકરી એ કહ્યું, “એવું નથી મમ્મી.”

દીકરી ની વચ્ચેથી વાત કાપતા મમ્મી બોલી, હું કહું છું કે, “જમાઈ બહું કમાય છે, તમે બેય નોખા થઈ જાવ. થોડાં પૈસા તારી સાસુને ઘર ચલાવવા આપી દેજો. તમે શાંતીથી જીવી તો શકો ને જ્યાં જાવું હોય ત્યાં રોકટોક વગર જઈ શકો.”

દીકરી એ તેની મમ્મીને જવાબ આપ્યો, ” મમ્મી, પહેલાં તો મારી નણંદને એક્ઝામ શરૂ છે છતાં હું અહીં રોકાવા માટે આવી. મને બે મહિના પહેલા ટાઈફોઈડ થયો હતો ત્યારે મારા સાસુ એ મને પથારીમાંથી દસ દિવસ સુધી ઉભી નહોતી થવા દીધી. ચા, દુધ, જમવાનું શીખે પથારીમાં આપી જતા. તેઓ અત્યારે પડી ગયા છે તેને મારી જરૂર છે ને તું કહે છે અલગ થઈ જાવ, આ વાત તારે બે માસ પહેલાં કરવી જોઈતી હતી.

પલ્લવી ઓઝા
“નવપલ્લવ”

1 thought on “દીકરીનો જવાબ”

Comments are closed.