મૂળા અને ભાજીના પરાઠા – એક નવી રીતે

સંગીતા વ્યાસ એ આ મસ્ત રેસિપી બનાવી છે એમની સ્ટાઇલ માં,એમનું કેહવુ છે કે આજે કઈક જુદી રીતે બનાવ્યા છે .મૂળા અને ભાજીના પરાઠા. દર વખતે સ્ટફિંગ રીત થી ખાઈ ને પેટ જલ્દી ભરાઈ જાય અને હેવી પણ લાગે છે તો થયું આજે કઈક નવીન રીતે બનાવું તો મૂળા સાથે ભાજી નો પણ સદુપયોગ થઈ જાય.. લાંબો સમય રસોડા માં પરસેવો પાડી ને બનાવીએ તો પણ બાળકો (અને મોટા પણ) નાક ના ટિંચવા ચડાવી ખાવાની આનાકાની કરે તો આવું કઈક નવી રીતે બનાવીને ખવડાવશો તો ખબર પણ નઈ પડે અને હોંશે હોંશે ખાઈ લેશે..

મૂળા અને ભાજીના પરાઠા માટે ઘટકો

૧ મૂળો,ભાજી સાથે

૧ બાઉલ ઘઉં નો લોટ

ચમચી મીઠું – વધારે ઓછું કરી શકો

૧ ચમચો તેલ,

મોણ માટે ૧ ચમચો તલ

૧ ચમચી અજમો

૩ નંગ ક્રશ કરેલા મરચા

. ૧ ચમચી મરચું પાવડર

૧ ચમચો ધાણાજીરું

૧ ચમચી હળદર

૧ ચમચી ચાટ મસાલો

૧/૨ ચમચી હિંગ

જરૂર મુજબ પાણી,લોટ બાંધવા

શેકવા માટે તેલ જરૂર મુજબ

ઘી,પરાઠા ની વચ્ચે લગાવવા જરૂર મુજબ

ભાવતા અથાણા

તમે મેળવો ન્યુટ્રિઅન્ટ્સ

મૂળા નું સેવન કમળો મટાડે છે.. આ સાથે પથરીની સમસ્યાથી પણ રાહત મળે છે. મૂળા ના રસ માં પાણી મિલાવી કોગળા કરવાથી પાયોરિયા મટી જાય છે. પાઈલ્સની તકલીફ અને હરસ માં મૂળા ની ભાજી નું સેવન રાહતભર્યું થાય છે.

મૂળા અને ભાજીના પરાઠા બનાવવાની રીત

STEP 1

મૂળા ને પીલ કરી ધોઈ નાના કાણા વાળા ગ્રેટર થી છીણી લેવી. ભાજી ને પણ ધોઈ ને ઝીણી કાપી લેવી.

PICTURE OF STEP 1

STEP 2

હવે એક મોટા વાસણ માં ઘઉં નો લોટ લઈ તેમાં મેન્શન કરેલા મસાલા, મૂળા નું છીણ, ભાજી અને તેલ નાખી સારી રીતે મિક્સ કરી લેવું, થોડી વાર રેસ્ટ આપવો જેથી મૂળા અને ભાજી માંથી પાણીછુટશે, પછી લોટ બાંધવામાં જરૂર પડે તો જ પાણી એડ કરી પરાઠા જેવો લોટ બાંધી એક સરખા લૂઆ કરી લેવા..

PICTURE OF STEP 2

STEP 3

હવે પાટલી પર અટામણ લઇ મોટી રોટલી જેવું વણી ઘી ચોપડવું ત્યારબાદ ચોખાનો લોટ સ્પ્રિંકલ કરી ફોલ્ડ કરી ત્રિકોણાકાર વાળી લેવું, ફરી અટામણ લઇ મોટુ પરોઠું વણી લેવું

PICTURE OF STEP

STEP 4

તવી ને ગરમ કરી નોર્મલ જેમ પરાઠા શેકતા હોય એવી રીતે બંને બાજુ તેલ મૂકી બ્રાઉન છાંટ પડે એમ શેકી લેવા.. આમ બધા પરાઠા બનાવી લેવા.

PICTURE OF STEP 4

STEP 5

તો ,તૈયાર છે મૂળા અને ભાજીના ટેસ્ટી પરાઠા. મેં તેને ઘર ના અથાણા સાથે સર્વ કર્યા છે. લાલ ફ્રેશ બુલેટ નું ગોળ વાળુ અથાણું અને બીજું કટકી કેરી નું તીખું અથાણું. દિવસ ના કોઈ પણ મિલ માં ખાઈ શકાય એવા આ પરાઠા એકવાર જરૂર થી ટ્રાય કરી જોજો..🙏

PICTURE OF STEP 5

2 thoughts on “મૂળા અને ભાજીના પરાઠા – એક નવી રીતે”

  1. Excellent presentation.
    Very healthy મૂળા અને ભાજી ના પરોઠા
    😋😋😋😝👌👌👌મજેદાર ફ્રેશ લાલ બુલેટ ના ગોળ
    વાળા અથાણાં સાથે સર્વ કર્યા છે.👏

Comments are closed.