2024 માં આવનારી લોકસભા ચૂંટણીમાં,ચૂંટણી લડી શકે છે: કંગના રનોત

ભગવાન શ્રી દ્વારકાધીસ ના ચારણો પોહાચી કગના રનૌત આશીર્વાદ લિધા ને જાહેર કરી ચુટની લડી શકે છે

ફિલ્મ તેજસની રિલીઝ બાદ કંગના ગુજરાતના પ્રખ્યાત પ્રવાસ સ્થળ દ્વારકાનાજગત મંદિર પહોંચી હતી. તેમણે દ્વારકાધીશ મંદિરે દર્શન કર્યા હતા. 

નાગેશ્વરમહાદેવ મંદિરની પણ મુલાકાત લીધી હતી અને ભગવાનના આશીર્વાદ લીધાહતા. આ પછી, મીડિયા સાથે વાત કરતા અભિનેત્રીએ લોકસભા ચૂંટણીલડવાનો સંકેત આપ્યો. 

મીડિયા સાથે વાત કરતા કંગનાએ દ્વારકા વિશે કહ્યુંકે, હું હંમેશા કહું છું કે દ્વારકા શહેર એક દિવ્ય શહેર છે. અહીંની દરેક વસ્તુઅદ્ભુત છે, દ્વારકાધીશ અહીં દરેક કણમાં હાજર છે અને આપણે દ્વારકાધીશના દર્શન થતાં જ ધન્ય બની જઈએ છીએ.

અમે હંમેશા દર્શન માટે આવવાની કોશિશ કરીએ છીએ પરંતુ કામના કારણે અમે ક્યારેક જ આવી શકીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે સરકાર એવી સુવિધા આપે કે જે દ્વારકા પાણીમાં છે તેના લોકો અંદર જઈને પાણી જોઈ શકીએ. ભગવાન કૃષ્ણની નગરી આપણા માટે સ્વર્ગથી ઓછી નથી 

કંગનાએ રામજીના જન્મસ્થળ રામ મંદિર વિશે કહ્યું કે, 600 વર્ષના સંઘર્ષ બાદ ભારતને આ દિવસ જોવા મળી રહ્યો છે તે ભાજપ સરકારનું કામ છે.

 જે ભારતને આ દિવસ જોવા મળી રહ્યો છે. અમે ખૂબ જ ધામધૂમથી મંદિરની પુનઃ સ્થાપના કરીશું. સનાતન માટે આ એક મોટો ઉત્સવ છે. અમે આશા રાખીએ છીએ કે સનાતનનો ધ્વજ આખી દુનિયામાં લહેરાતો રહે. 

• ભગવાન કૃષ્ણની કૃપા ખૂબ જ મહત્વપૂર્ણ છે

એવું કહેવામાં આવી રહ્યું છે કે તે 2024માં આવનારી લોકસભા ચૂંટણીમાં કેટલીક સીટ પરથી ચૂંટણી લડી શકે છે.

આ સાથે એવી પણ ચર્ચા છે કે તે ભારતીય જનતા પાર્ટી તરફથી ટિકિટ માટે અરજી કરી શકે છે, કારણ કે તે આ પાર્ટીની તરફેણમાં રહી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઘણી વખત પ્રશંસા કરી ચૂકી છે.

This image has an empty alt attribute; its file name is image-34.png

આ સંકેત કંગના રનૌત તરફથી પણ મળ્યો છે. તેણીએ કહ્યું છે કે જો ભગવાન કૃષ્ણ તેને આશીર્વાદ આપશે તો તે ચોક્કસપણે લોકસભાની ચૂંટણી લડશે.

કંગનાએ ઈન્સ્ટાગ્રામ પર દ્વારકાધીશ મંદિરની મુલાકાત લેવાની તસવીરો શેર કરી છે. કંગના સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

આ દરમિયાન તેણે કહ્યું કે તે ઘણા સમયથી બેચેન હતી, પરંતુ ભગવાન કૃષ્ણના દર્શન કર્યા પછી તેને મનને શાંતિ મળી.

કંગના રનૌત તેના ઉગ્ર વ્યક્તિત્વ માટે પ્રખ્યાત છે. રાજકીય હોય કે સામાજિક, તે દરેક મુદ્દા પર ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે.