Khaman Dhokla Recipe

Gujarati Khaman Dhokla

ખમણ ઢોકળાની આ સરળ રેસીપી દ્વારા તમે ૨૦ મિનિટમાં મુલાયમ અને સ્પંજી ગુજરાતી ઢોકળા બનાવી શકો છો, તમારે ખીરું તૈયાર કરવા માટે ૮ અથવા ૧૨ કલાકની જરૂર નથી. તાત્કાલિક મુલાયમ ઢોકળા બનાવવા માટે તેમાં બેસનની સાથે ઇનો ફ્રૂટ સોલ્ટનો ઉપયોગ કર્યો છે. ઘરે સરળતાથી પરંપરાગત ખમણ બનાવવા માટે અમારી ઢોકળા રેસીપીના દરેક સ્ટેપ ફોટાની સાથે અનુસરો અને જુઓ કે તે બનાવવામાં કેટલા સરળ છે.

Khaman Dhokla ingridients

સામગ્રી:
ખીરું બનાવવા માટે:
૧ કપ બેસન (ચણા નો લોટ)
૧ ટેબલસ્પૂન સોજી (રવો), (વૈકલ્પિક)
૧&૧/૨ ટીસ્પૂન લીંબુનો રસ
૧ ટીસ્પૂન ઇનો પાઉડર (ઇનો ફ્રૂટ સોલ્ટ)
૧ ટીસ્પૂન લીલા મરચાં-આદું છીણેલા
૩/૪ કપ પાણી
૧/૪ કપ દહીં
૧ ટીસ્પૂન તેલ (થાળી ચીકણી કરવા માટે)
૧/૨ ટીસ્પૂન મીઠું, (અથવા સ્વાદ પ્રમાણે)
વઘાર માટે:
૨ ટેબલસ્પૂન તેલ
૧૦-૧૫ લીમડાના પાન
૧/૨ ટીસ્પૂન રાઈ
૧/૨ ટીસ્પૂન જીરું, (વૈકલ્પિક)
૧ ટીસ્પૂન તલ
૧ ટેબલસ્પૂન ખાંડ
૪ લીલા મરચાં, લંબાઈમાં કાપેલા
૨ ટેબલસ્પૂન સમારેલા લીલા ધાણા
૨ ટેબલસ્પૂન છીણેલું તાજું નારિયેળ, (વૈકલ્પિક)
૧ ચપટી હીંગ
૧/૩ કપ પાણી

Khaman Dhokla method

  • step-1
  • ઢોકળાનું ખીરું તૈયાર કરવા માટે બધી સામગ્રી તૈયાર રાખો.
  • ઢોકળા બનાવવાના વાસણમાં (ઢોકળિયામાં) લગભગ ૨-૩ કપ પાણી નાખોં અને મધ્યમ આંચ પર ગરમ કરવા મૂકો.
  • પ્લેટ રાખતા પહેલા ઢોકળા બનાવવાના વાસણને ઓછામાં ઓછી ૪-૫ મિનિટ માટે ગરમ કરો.
  • ૨ નાની થાળીને (૪-૫ ઇંચ વ્યાસવાળી અથવા જે પણ ઢોકળા બનાવવાના વાસણમાં સરળતાથી રાખી શકાય)
  • ૧ ટીસ્પૂન તેલ લગાવીને ચીકણી કરી લો.
  • step-2
  • એક મોટા બાઉલમાં બેસન, સોજી, લીંબુનો રસ, લીલા મરચાં-આદુંની પેસ્ટ, દહીં, ૩/૪ કપ પાણી અને મીઠું નાખોં. તેને બરાબર ચમચીથી મિક્ષ કરો.
  • ખીરામાં ગાંઠ ન હોવી જોઈએ.
  • step-3
  • હવે તેમાં ઇનો પાઉડર નાખીને ૧ મિનિટ સુધી હલાવો, ખીરું લગભગ બેગણું થઈ જશે.
  • step-4
  • હવે, તરત જ તેલ લગાવેલી થાળીમાં ખીરું નાખોં, થાળીની ૧/૨ ઇંચ ઉંચાઇ સુધી જ ખીરું નાખોં.
  • step-5
  • ઢોકળિયામાં એક સ્ટેન્ડ મૂકો અને તેની ઉપર ખીરું નાખેલી થાળી મૂકીને મધ્યમ આંચ પર ૧૦-૧૨ મિનિટ માટે વરાળમાં પકાવો.
  • step-6
  • ૧૦-૧૨ મિનિટ પછી, ઢોકળામાં વચ્ચે એક ચાકૂ નાખીને જુઓ,
  • જો ચાકૂમાં ખીરું ન ચિપકે, તો ઢોકળા ચડી (ચડી) ગયા છે
  • નહીતર વધારે ૨-૩ મિનિટ સુધી પકાવો.
  • ગેસને બંધ કરી દો. ઢોકળાની થાળી ઢોકળિયામાંથી બહાર કાઢો
  • અને થોડી મિનિટ માટે ઠંડા થવા દો.
  • ખમણ ઢોકળાને ચાકૂથી નાના નાના ટુકડાઓમાં કાપો.

વઘાર બનાવવાની વિધિ:

  1. step-7
  2. એક નાના પેનમાં ૨ ટેબલસ્પૂન તેલ ગરમ કરો.
  3. તેમાં રાઈ અને હીંગ નાખોં. જ્યારે તે ફૂટવા લાગે ત્યારે તેમાં જીરું, તલ, લીમડાના પાન અને લીલા મરચાં નાખીને થોડી સેકંડ માટે સાંતળો.
  4. step-8
  5. તેમાં ૧/૩ કપ પાણી અને ખાંડ નાખોં અને તેને ઉકળવા મૂકો;
  6. એક ઊભરો આવે પછી એક મિનિટ માટે પકાવો.
  7. વઘાર તૈયાર છે તેને ઢોકળા પર નાખીને ઢોકળાને ધીમેથી ઉછાળો જેથી વઘાર બરાબર રીતે લાગી જાય.
  8. step-9તેને કાપેલા લીલા ધાણા અને છીણેલા નારિયેળથી સજાવીને લીલા ધાણાની ચટણી સાથે પીરસો.

આવી જ મજેદાર રેસીપી છે ખીચું ની તમે નીચે મુકેલી ભૂરી લિંક થી વાંચી શકો છો

https://supersaheliya.com/wp-admin/post.php?post=2145&action=edit

જો તમને આ રેસીપી ગમી હોય તો એક વાર ચોક્કસ બનાવજો અને આ પોસ્ટ તમે ફેમિલી અને ફ્રેંડ્સ માં શેર કરજો.