કસાવા ઈન કોકોનટ મિલ્ક

આ રેસિપી લખનારનું નામ છે સંગીતાબેન વ્યાસ અને તેમણે તેમની કોઈ લોકલ ફ્રેન્ડ પાસેથી શીખી છે અને તેઓ કહે છે

કેકસાવા ને સ્વાહિલી ભાષા માં મુહોગો કહેવાય છે.. ઇસ્ટ આફ્રિકા ના લોકો એને તેમના મીલ માં ઉપયોગ કરે છે..

કસાવા જમીન ની અંદર થાય છે. અહી એની ખેતી કરીને લોકો પોતાનો જીવન નિર્વાહ ચલાવે છે.

આજની આ રેસીપી મેં આફ્રિકન રીતે બનાવી છે કોઈ પણ પ્રકારના મસાલા વગર અને તો પણ એકદમ ટેસ્ટી બની છે.

આપણે જો ટિપિકલ આપણી રીતે બનાવવા માંગતા હોય તો મસાલા નાખી ટેસ્ટ પ્રમાણે બનાવી શકાય..

વળી,કસાવા ને બદલે કાચા કેળા,શક્કરિયા કે બટેટા પણ આવી રીતે બનાવી શકાય છે .

ફરાળ માં બનાવવું હોય તો મેંદા ના બદલે તપકિર નો લોટ યુઝ કરવો અને ડુંગળી લસણ ઓમિટ કરવા..

INGRIDIENTS(ઘટકો)

૪ સ્ટેમ્સ,અને વજન માં ૧ કિલો કસાવા

૨ નાળિયેર

૧ ટેબલસ્પૂન મેંદો

મીઠું સ્વાદ અનુસાર

૧ નંગ ડુંગળી

૪ લીલા મરચા

૧ કળી લસણ

૩-૪ ટેબલસ્પૂન ફ્રેશ કોથમીર

૧ ટેબલસ્પૂન તેલ

જરૂર મુજબ પાણી

NUTRIENTS YOU GET (તમે મેળવો ન્યુટ્રિઅન્ટ્સ)

કસાવા એ એનર્જી નો સ્તોત્ર છે તેમજ પ્રોટીન, કૅલ્શિયમ અને ફાઇબર થી ભરપુર છે

કોકોનટ મિલ્ક જરૂરી વિટામિન અને nutrient પ્રોવાઈડ કરે છે,સાથે સાથે વિટામિન સી અને આયર્ન થી પણ ભરપૂર છે..

STEP 1

કસાવા ને ઉપર ની જાડી સ્કિન કાપી લેવી અને ધોઈ ને તેના બે કટકા કરી વરાળ થી બાફી લેવા.. ડુંગળી અને મરચા ના જુલિયન કટ કરવા અને લસણ ને ક્રશ કરી બધું તૈયાર રાખવું..

PICTURE OF STEP 1

STEP 2

નાળીયેર નો સફેદ ભાગ કાઢી લઈ નાના ટુકડા કરી mixi જાર માં પાણી સાથે ક્રશ કરી ગરણી અથવા મલમલ ના કપડા ની મદદ થી squeeze કરી બધું દૂધ નિતારી લેવું. આ પ્રોસેસ બે વાર કરવો જેથી કુચા માં કાઈ કસ બાકી ન રહે.. આ દૂધ ટોટલ ૧ લિટર થાય એ પ્રમાણે પાણી એડ કરી ક્રશ કરવું..

PICTURE OF STEP 2

STEP 3

હવે પેન માં તેલ લઇ ડુંગળી અને લસણ ને આખા પાખા સાંતળી લેવા.અને ડીશ માં કાઢી લેવા.. હવે એ જ વધેલા તેલ માં મેંદો નાખી શેકી લેવો. શેકાઈ જાય ઍટલે તેમાં મરચા ના કટકા નાખી લોટ સાથે ૨ મિનિટ શેકવા જેથી લોટ ની ગરમાહટ થી મરચા પોચા પણ થશે અને લોટ માં તીખાશ આવી જશે.જેથી ફાઈનલ ડીશ ખાતી વખતે ગ્રેવી મોળી ન લાગે..

PICTURE OF STEP 3

STEP 4

હવે લોટ અને મરચા શેકાઈ ગયા બાદ કોકોનટ મિલ્ક એડ કરવુ,સાથે મીઠું પણ ઉમેરી દેવું,ગેસ ધીમો રાખવો અને દૂધ ને હલાવ્યા કરવું જેથી cuddles ના પડે. દૂધ ઊકળવા નું શરૂ થાય એટલે તેમાં સાંતળેલા ડુંગળી લસણ, કટ કરેલા કસાવા ના કટકા અને કોથમીર નાખી પાછું હલાવતા રહેવું અને ઉકાળતું રહેવું.. હવે લાગે કે mixture થીક થવા આવ્યું છે એટલે જરૂરિયાત મુજબ ની ગ્રેવી જોઈતી હોય એ પ્રમાણે રાખી ગેસ બંધ કરી દેવો..

PICTURE OF STEP 4

STEP 5

તો,તૈયાર છે Very delicious and Yummy … Cassava in coconut milk ..👌😋 સર્વિંગ બાઉલ માં કાઢી કોથમીર સ્પ્રિંકલ કરી સર્વ કરવું. આ એક One Pot Meal છે એટલે એકલું જ ખાઇ શકાય છે.. જો કસાવા મળે તો એકવાર જરૂર થી બનાવજો. અથવા આગળ કહ્યું તેમ કાચા કેળા,શક્કરિયા કે બટેટા ને પણ આવી રીતે બનાવશો તો દર વખતે બનાવવાનું મન થશે એવી મારી ખાતરી છે..👍🏻👍🏻

PICTURE OF STEP 5

2 thoughts on “કસાવા ઈન કોકોનટ મિલ્ક”

Comments are closed.