એવોકાડો કલાકંદ |Avacado Kalakand|healthy sweet

દૂધી નો હલવો આપણે બધા એ ખાધો જ હશે અને તેના સ્વાદ થીપણ આપણે બધા પરિચિત છે પણ એવાકાડો નો હલવો કોઈ એ ભાગ્યેજ બનાવ્યો હશે અને ચાખયો હશે .

avacado kalakand

.આ રેસીપી લખનાર નું નામ છે સંગીતા વ્યાસ .સંગીતા એ પણ આ રેસીપી પોતાની સુજ્બુજ થી જ બનાવી છે અને તેવો કહે છે કે પરફેક્ટ બની છે તેમનો આગ્રહ છે કે બધા એ એકવાર બનાવી જોઈએ .તેમના કેહવા પ્રમાણે પનીર એકદમ તાજું અને સોફ્ટ હોવું જરૂરી છે .બહું જ ઓછા (ઘટકો) વાપરી ને બનાવ્યો છે..

saheli sangita

INGRIDIENTS FOR AVACADO KALAKAND

  • ૧૪૦ ગ્રામ પાક્કું(ripe)એવોકાડો
  • ૧૪૦ ગ્રામ ઘર નું બનાવેલ પનીર
  • ૧૨૦ ગ્રામ કંડેન્સડ મિલ્ક ( વઘારે પણ લઈ શકો )
  • ૩-૪ ટેબલસ્પૂન કાજુ બદામ ની કતરણ

NUTRIENTS AND BENEFITS

દિવસ માં એક એવોકાડો ખાવાથી constipation મા રાહત આપે છે અને ઓબેસિટી દૂર કરવામાં પણ મદદ કરે છે. પનીરમાં કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન, એન્ટી ઓક્સીડેન્ટના ગુણ રહેલા હોય છે.

STEPS TO MAKE AVACADO KALAKAND

STEP 1

બધી સામગ્રી પેહલા એકઠા કરી લો. એવોકાડો ની પેસ્ટ બનાવી લેવી, પનીર ને ગ્રેટ કરી લેવું, કાજુ બદામ ની કતરણ તૈયાર રાખવી , અને કન્ડેન્સ્ડ મિલ્ક ને માપી ને બાઉલ માં રાખવું.

STEP 2

નોનસ્ટિક પેનમાં કાજૂ બદામ ની કતરણ ને ડ્રાય રોસ્ટ કરવી, ત્યારબાદ તેમાં એવોકાડો નું પૂરણ નાખી ૨-૩ મિનિટ સુધી મિક્સ કરવું, હવે તેમાં ગ્રેટેડ પનીર એડ કરી પાછું મિક્સ કરવું, બધું એકરસ થયેલું લાગે એટલે કન્ડેન્સ્ડ મિલ્ક એડ કરી સારી રીતે slowly મિક્સ કરવું.

STEP 3

હવે મિશ્રણ ડૉ જેવું બંધાવા લાગે એટલે ગેસ ની flem બંધ કરી મિશ્રણ ને ગ્રીસ કરેલી થાળી માં પાથરી ઉપર કાજુ બદામ ની કતરણ સ્પ્રિકલ કરી ઠંડું થયા બાદ પિસીસ કરી બટર પેપર પર રાખી સ્ટોર કરવું જેથી એકબીજા પર stick ન થાય.

STEP 4

ટેસ્ટ કરતા માલૂમ પડ્યુ કે કિચન માં કરેલા અખતરા કોઈક વાર સફળ અને યમ્મી પણ થાય છે😋😀👌

.સંગીતા ની બીજી એક મસ્ત રેસીપી છે એવાકાડો ટોર્સ્ટ લિંક નીચે આપેલી છે

https://supersaheliya.com/wp-admin/post.php?post=2269&action=edit

try this recipe from the same author or homecook

https://supersaheliya.com/wp-admin/post.php?post=1740&action=edit

To read more about sandwiches and its origin.press this

https://en.wikipedia.org/wiki/Sandwich_(disambiguation)

1 thought on “એવોકાડો કલાકંદ |Avacado Kalakand|healthy sweet”

Comments are closed.