ચોમાસાની ઋતુમાં પોતાના ઘરને અને પોતાની તબિયત ને કેવી રીતે સાચવવી જોઈએ

ચોમાસામાં ઘર ની સંભાળ


ચોમાસા દરમિયાન ઘરની સાફ-સફાઈ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. વાતાવરણમાં ભેજને કારણે અને વરસાદની અનિયમિતતાને કારણે મચ્છર તથા અન્ય જીવજંતુઓ થઈ જતા હોય છે અને તેઓ પોતાના રક્ષણ માટે ઘરની અંદર આવી જતા હોય છે તેથી બારણાં અને બારી સંધ્યાકાળ પેહલા બંધ કરી દેવા જોઈએ બારણા દિવાલ ટાઇલ્સ કચરા પોતું કરી ચોખ્ખું રાખવું જોઈએ બને તો ભીના પોતાની અંદર ફીનાઇલ નાખી અને પોતા કરવા જોઈએ મચ્છર મારવાની દવા ખૂણામાં છાંટવી જોઈએ જેથી ત્યાં તે મચ્છરો ઇંડાના મૂકે

ચોમાસામાં આગ થી બચવાના ઉપાય


ચોમાસામાં ઘણીવાર આગ લાગવાના બનાવ બનતા હોય છે એનું કારણ હોય છે કે જે વાયર હોય છે તે ખુલ્લા હોય છે અને જેના લીધે તે વરસાદથી પાણી પડવાથી હવાના સુસ્વાટા થી ભેગું થઈને શોર્ટ સર્કિટ થાય છે અને આગ લાગે છે ચોમાસામાં સંભાળ રાખવી જોઈએ કે વીજળી પડે તેવી વસ્તુઓ કે વીજળીને એટ્રેક્ટ કરી શકે એવી વસ્તુઓ આકાશમાં ખુલ્લી રે એ રીતે ન રાખવી જોઈએ

મચ્છર તથા અન્ય જીવાત થી બચાવો


ચોમાસા દરમિયાન મચ્છર નો ઉપદ્રવ ખૂબ વધી જતો હોય છે તેથી બની શકે તો ભરેલા પાણી રાખવાના જોઈએ અને જો રાખવા જ પડે એવું હોય બાગ બગીચો હોય તો તેમાં તમારે કેરોસીન નો છંટકાવ કરવો જોઈએ અને ભરેલા પાણીમાં પણ કેરોસીનને છટકાવ કરવો જોઈએ બારી બારણા સંધ્યાકાળ પછી બંધ કરી દેવા જોઈએ અને પોતાના શરીરને ઓડોમસ કે અન્ય કોઈ એવી દવા લગાવી અને મચ્છરથી બચાવવા જોઈએ અથવા તો ઘરમાં લીંબોળીના તેલનો દીવો કા તો પછી ઓલ આઉટચીવ વાપરી અને મચ્છરથી બચવું જોઈએ મચ્છરથી બચશો તો જ ઘણી બધી બીમારીથી બચી જશે

રોગપ્રતિકારક શક્તિ માં વધારો કરો


ચોમાસા દરમિયાન દરેકને તળેલી વસ્તુઓ ખાવાની ઈચ્છા થાય છે ભજીયા છે દાળવડા છે કે અન્ય કોઈ પણ તળેલો નાસ્તો ખાવાનું મન થાય છે વારંવાર એવી વસ્તુ ખાવાથી તમારી રોગ પ્રતિકારક શક્તિ ઘટતી જાય છે જેથી તમારી રોગપ્રતિકારક શક્તિ ઘટે નહી તેના માટે તમારે તુલસી નો ઉકાળો સવારમાં એકવાર તો પીવો જ જોઈએ અને ખાવા પીવામાં પણ થોડુંક પૌષ્ટિક ખાવાનું ખાવું જોઈએ કારણ કે પહેલું સુખ તો જાતે નર્યા

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો વધુમાં વધુ લોકો સાથે શેર કરો અને નીચે આપેલા કમેન્ટ બોકસ માં તમારી કમેન્ટ આપો

1 thought on “ચોમાસાની ઋતુમાં પોતાના ઘરને અને પોતાની તબિયત ને કેવી રીતે સાચવવી જોઈએ”

Comments are closed.