સાબુદાણા બટેટા ની પૂરી અને કેળા નું રાયતું

આજે એકાદશી છે એટલે અને દરેક ઉપવાસ માં ખવાય તેવી વાનગી સાબુદાણા બટેટા ની પૂરી અને કેળા નું રાયતું બનાવવાનો પ્રયત્ન કર્યો છે સાબુદાણા ની ખીચડી, સામો,ફરાળી લોટના થેપલા પરાઠા ખાઈ ને થાક્યા હોય તો આ ડીશ બનાવી જોજો.. બહુ મજા આવશે અને કઈક નવું કર્યા,ખાવા નો સંતોષ..તમને અને તમારા ઘરના ને પણ..

આ રેસિપી લખનારનું નામ છે સંગીતા વ્યાસ તેઓ કહે છે કે થી તેમણે આ રેસિપીઇન્ટરનેટ સર્ફિંગ કરતા કરતા જોઈ અને બનાવી છે અને તે ખુબ જ સરસ બની છે તો તેમની વિનંતી છે કે બધા પોતાના ઘરમાં એકવાર ચોક્કસ ટ્રાય કરે

સાબુદાણા ની પૂરી માટે ની સામગ્રી.

૧/૨ કપ નોર્મલ સાબુદાણા

૨ નંગ બટેટા

૨ નંગ લીલા મરચા

૧ કટકો આદુ

મીઠું સ્વાદ મુજબ

૧ ચમચી તલ

૧/૨ ચમચી ચીલી ફ્લેક્સ

૩ ટેબલસ્પૂન ફ્રેશ કોથમીર

કેળા ના રાયતા માટે..

૧ નંગ પાકુ કેળુ

૧/૨ કપ ઘાટું દહીં

૧ નંગ લીલું મરચું

૧/૪ ચમચી મીઠું

૧ ટેબલસ્પૂન ફ્રેશ ધાણા

(તમે મેળવો ન્યુટ્રિઅન્ટ્સ)

સાબુદાણાનો સ્ટાર્ચ અને ફાઈબર શરીરમાં સરળતાથી પચી જાય છે. વધુમાં, તેનું ચયાપચય પણ ખૂબ જ સરળ છે, જે ઊર્જાની જરૂરિયાતો અને કોષો અને પેશીઓના બાયોકેમિકલ કાર્યો માટે ગ્લુકોઝ ઉત્પન્ન કરે છે. કેળા મેગ્નેશિયમનો સારો સ્ત્રોત છે, એટલા માટે તે ખૂબ જ જલદી પચી જાય છે અને તમારા મેટાબોલિજમ ને યોગ્ય રાખે છે

સાબુદાણા બટેટા ની પૂરી અને કેળા નું રાયતું બનાવવાની રીત

STEP 1

સૌ પ્રથમ સાબુદાણા ને કોરા કપડા માં લુછી ને ગ્રાઈન્ડર માં બારીક પાવડર કરી અને બાઉલ માં ટ્રાન્સફર કરી લેવો.

PICTURE OF STEP 1

STEP 2

હવે બટેટા ને પીલ કરી,ધોઈ કટકા કરી લેવા સાથે મરચા અને આદુના ટુકડા કરી એ જ grinder માં પીસી લેવા..કોરા જ પીસવા પણ જો ના પીસાય તો બે ચમચા પાણી એડ કરી સ્મૂધ પેસ્ટ બનાવી સાબુદાણા ના પાવડર માં એડ કરી દેવું. હવે તેમાં કોથમીર, તલ, ચિલી ફ્લેક્સ અને મીઠું નાખી સારી રીતે મિક્સ કરી લોટ બાંધી લેવો અને દસ મિનિટ નો rest આપવો.

PICTURE OF STEP 2

STEP 3

રેસ્ટ બાદ લોટ માંથી મોટો લૂઓ લઈ સ્વામિનારાયણ ના ફરાળી લોટ નું અટામણ લઈ મિડીયમ થીક રોટલો વણી રાઉન્ડ કટર મોલ્ડ થી પૂરીઓ કાપી લેવી,આમ એક સાથે બધી પૂરીઓ બનાવી કપડા પર પાથરી લ

STEP 4

તેલ ગરમ કરવા મૂકવું. એકસાથે ૩-૪ પુરી તેલ માં બંને બાજુ લાઈટ બ્રાઉન અને ફૂલે એટલે ઉતારી કિચન પેપર પર કાઢી લેવી..

PICTURE OF STEP 4

STEP 5

હવે કેળા ના રાયતા માટે.. બાઉલ માં કેળા ના નાના ટુકડા કરવા સાથે મરચા ના પણ બારીક ટુકડા કરી તેમાં દહી કોથમીર અને મીઠું નાખી સારી રીતે મિક્સ કરી લેવું.. રાયતું તૈયાર છે..

PICTURE OF STEP 5

STEP 6

સાબુદાણા અને બટેટા ની પૂરી અને કેળા નું રાયતું તૈયાર છે. ડીશ માં ગોઠવી ગરમ ગરમ સર્વ કરો.. પૂરી અને રાયતું ખાવાથી જ પેટ ભરાઈ જશે બીજી કોઈ વાનગી ની જરૂર જ નહિ પડે.. એન્જોય ફરાળી ડીશ..👌😋🙏

PICTURES OF STEP 6

નો સ્ટાર્ચ અને ફાઈબર શરીરમાં સરળતાથી પચી જાય છે. વધુમાં, તેનું ચયાપચય પણ ખૂબ જ સરળ છે, જે ઊર્જાની જરૂરિયાતો અને કોષો અને પેશીઓના બાયોકેમિકલ કાર્યો માટે ગ્લુકોઝ ઉત્પન્ન કરે છે. કેળા મેગ્નેશિયમનો સારો સ્ત્રોત છે, એટલા માટે તે ખૂબ જ જલદી પચી જાય છે અને તમારા મેટાબોલિજમ ને યોગ્ય રાખે છે.

3 thoughts on “સાબુદાણા બટેટા ની પૂરી અને કેળા નું રાયતું”

Comments are closed.