સોજી અને પૌંઆ નો હાંડવો અને સેન્ડવિચ

દરરોજ સવારે ગરમ નાસ્તો હોય, એમા લગભગ કાંદા પૌંઆ,ઉપમા,પરોઠા જેવું બનાવવાનું રહે.. તો આજે મને થયું કઈક નવું Fusion કરું. અને ઘરમાં થોડા વેજીસ હતા એમાંથી થોડા લઈ પૌઆ અને સૂજી ઉમેરી ને બે વ્યક્તિ માટે આ કઈક નવું બનાવવાનો પ્રયત્ન કર્યો. And it turned out sooo well n yummy 😋🤤

ચાલો જાણીએ આ રેસિપી કોણે લખી છે

આ રેસિપી લખનારનું નામ છે સંગીતા વ્યાસ. તેઓ કહે છે કે પોતાના એક્સપરિમેન્ટ થી તેમણે આ રેસિપી બનાવી છે અને તે ખુબ જ સરસ બની છે તો તેમની વિનંતી છે કે બધા પોતાના ઘરમાં એકવાર ચોક્કસ ટ્રાય કરે

સોજી અને પૌંઆ નો હાંડવો અને સેન્ડવિચ માટે જરૂરી સામગ્રી

૧/૨ કપ ઝીણી સોજી

૧/૪ કપ પલાળી ને નિતરેલા પૌઆ

૧/૮ કપ દહી.. (વઘારે પણ લઈ શકાય..)

૨ ટેબલસ્પૂન બારીક સમારેલું ગાજર

૧ નંગ ડુંગળી બારીક સમારેલી

૨ ટેબલસ્પૂન ક્રશ કરેલા મટર

૨ ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમીર

૩ નંગ મરચા ના કટકા

૧ ટેબલસ્પૂન તલ

૧/૮ ચમચી સોડા

૧ ટેબલસ્પૂન તેલ

મીઠું સ્વાદ અનુસાર

૧ ચમચી મરચું પાવડર

૧ ચમચી ધાણાજીરૂ

૧/૨ ચમચી હળદર

૧ ટેબલસ્પૂન તેલ (તડકા માટે)

૧ ટેબલસ્પૂન રાઈ અને તલ

(તમે મેળવો ન્યુટ્રિઅન્ટ્સ)

સોજી અને પૌંઆ બંને વસ્તુ હેલ્થી છે અને તેને સવારે નાસ્તા માં લેવાથી stomach full ફિલિંગ રહે છે અને કામ કરવામાં અને ઓફિસ માં મન પ્રફુલ્લિત રહે છે. એનાથી વિશેષ શું જોઈએ.?

સોજી અને પૌંઆ નો હાંડવો અને સેન્ડવિચ બનાવવાની રીત

STEP 1

સૌ પ્રથમ બધી સામગ્રી ને કિચન પ્લેટફોર્મ પર નજર સામે તૈયાર રાખવી જેથી બનાવતી વખતે દોડાદોડી ન થાય.

PICTURE OF STEP 1

STEP 2

હવે બાઉલ માં વેજીસ અને મસાલા સાથે સોજી પૌંઆ અને દહી એડ કરી ખીરું બનાવી ૧૦ મિનિટ નો rest આપો. ત્યારબાદ તેમાં જરૂર મુજબ પાણી અથવા દહી નાખી હાંડવા ની consistency જેવું રાખી,તેમાં સોડા અને તેલ એડ કરી સારી રીતે મિક્સ કરી લો.

PICTURE OF STEP 2

STEP 3

હવે તવી પર તેલ લઇ તેમાં રાઈ અને તલ તતડાવી લો ત્યારબાદ ઉપર બે કડછી જેટલું બેટર પાથરી થોડું ફેલાવી લો.. (થોડું થીક લેયર રાખવું) અને ઉપર ઢાંકણ ઢાંકી ધીમી આંચ પર ૪-૫ મિનીટ સુધી પકાવો લો.

PICTURE OF STEP 3

STEP 4

ત્યાર બાદ જો નીચે થી સારી રીતે શેકાઈ ગયો હોય તો તેલ મૂકી ઉથલાવી લેવું અને બીજી બાજુ પણ સરખી રીતે પકવી લેવું. આમ, બન્ને તરફ ચડી જાય એટલે ઉતારી લેવો.

PICTURE OF STEP 4

STEP 5

હવે સેન્ડવિચ નો વારો.. ચમચા સેન્ડવિચ માં એવી જ રીતે તેલ મૂકી રાઈ તલ તતડાવી બેટર પાથરી ચમચો બંધ કરી ધીમી આંચ પર બન્ને બાજુ ફેરવી ફેરવી ને ચડવી લેવી. સારી રીતે ચડી ગઈ હશે તો સરસ રીતે ચમચા માંથી નીકળી જશે..

PICTURE OF STEP 5

આ પ્રકારનું ટોસ્ટર ગેસ ઉપર પણ સેન્ડવીચ બનાવવા માટે ઉપયોગમાં આવે છે આવા ટોસ્ટરમાં તમે બ્રેડ ની જગ્યાએ ઈડલી ઢોસા નુ ખીરુ અથવા તો મલ્ટીગ્રેન ખીરુ નો ઉપયોગ કરીને પણ બ્રેડ બનાવી શકો છો અને તે બ્રેડમાં સેન્ડવીચ નો મસાલો મૂકી સેન્ડવીચ બનાવી શકો છો એક રેસીપીની લીંક https://supersaheliya.com/wp-admin/post.php?post=2543&action=editઅહી મુકું છું તે જોઈને તમે હેલ્ધી સેન્ડવીચ બનાવી શકો છો આ ટોસ્ટરની કિંમત સાવ ન જીવી છે પણ તેનો ઉપયોગ સારામાં સારો છે આપેલી લીંક થી ખરીદશો તો તમને ડિસ્કાઉન્ટ મળશે https://amzn.to/448LOtd

STEP 6

હવે પેન હાંડવો અને સેન્ડવિચ તૈયાર છે. તો,મસાલા ચા બનાવીને ગરમા ગરમ સર્વ કરો..

PICTURES OF STEP 6

વિસરાતી વાનગીઓ અગમગિયું બનાવતા શીખવું હોય તો આ લીંક ને પ્રેસ કરો https://supersaheliya.com/wp-admin/post.php?post=2768&action=edit

2 thoughts on “સોજી અને પૌંઆ નો હાંડવો અને સેન્ડવિચ”

Comments are closed.