મારુ ના ભજીયા – એક યુનિક રીતે

તળી ને તો ભજીયા ખાતા જ હોઈએ છીએ અને ભજીયા તળેલા જ ટેસ્ટી લાગે. છતાં મને થયું કે કઈક નવું કરી ને બનાવીએ તો કેવું.? એટલે, મારું ભજીયા ના procedure પ્રમાણે જ તૈયારી કરવાની છે.પણ એક એક ને તેલ માં ડૂબકી મરાવ્યા કરતા બધા ને સાથે જ પેન માં બેસાડી દીધા અને ખુશ કરવા થોડું થોડું તેલ મૂકી ને રોસ્ટ કર્યા.. બનાવનાર ખુશ, ખાનાર ખુશ અને ભજીયા પોતે પણ ખુશ..🤭😁👍

આ રેસીપી માટે લાખનર બીજુ કોઈ નહીં પણ સંગીતા વ્યાસ છે

https://supersaheliya.com/સોયા-સ્ટાર-કબાબ-સિમ્પલ-અન/(opens in a new tab)

મારુ ના ભજીયા માટે સામગ્રી

૬ નંગ મિડીયમ સાઇઝ ના બટેટા

૧/૨ કપ બેસન

૨ ટેબલસ્પૂન ચોખા નો લોટ

૩ ટેબલસ્પૂન ઝીણા સમારેલા ધાણા/ કોથમીર

૧ ટેબલસ્પૂન આદુ મરચા લસણ ની પેસ્ટ

મીઠું સ્વાદ પ્રમાણે

૧ ચમચી અજમો

૧ ચમચી મરચું પાવડર

૩/૪ ચમચી હળદર

૨-૩ ટેબલસ્પૂન તેલ

જરૂર પ્રમાણે પાણી

મિડીયમ થીક ખીરું બનાવવા

જરૂર મુજબ ટમેટો સોસ

NUTRIENTS YOU GET (તમે મેળવો ન્યુટ્રિઅન્ટ્સ)

કઈક નવું કર્યા ની ખુશી અને appreciation from loved ones.😊

મારુ ના ભજીયા બનવવાની રીત

STEP 1

બટેટા ને પિલ્ર કરી મિડીયમ થીક સ્લાઈસ કરી લેવી.

PICTURE OF STEP 1

STEP 2

એક થાળી માં બેસન અને ચોખા ના લોટ ને ચાળી લેવો. તેમાં સમારેલી કોથમીર,મીઠું મરચું અને હળદર પાવડર, આદુ મરચા લસણ ની પેસ્ટ અને અજમો નાખી સારી રીતે મિક્સ કરી થોડું થોડું પાણી નાખી મીડીયમ થીક બેટર બનાવી લેવું.

PICTURE OF STEP 2

સંગીતા વ્યાસ એ આપડે ઘની રેસિપી મોકલી છે એમની બીજી રેસિપી જોવા ક્લિક કરો

STEP 3

ત્યારબાદ તેમાં બટેટા ની સ્લાઈસ ઉમેરી સારી રીતે બેટર coat કરી પાંચેક મિનિટ rest આપવો . હવે નોનસ્ટિક પેન ને ૨-૩ ડ્રોપ તેલ થી ગ્રિસ કરી લેવું.અને બેટર માં રગદોડેલી બટેટા ની સ્લાઈસ ને એક બીજા ને થોડી ટચ થાય એ રીતે રાઉન્ડ શેપ માં ગોઠવી લેવી. ( પેન નું બોટમ ઢંકાઇ જાય એ રીતે)

PICTURE OF STEP 3

STEP 4

હવે પેન ને મિડીયમ ટુ સ્લો ફ્લેમ પર મૂકી edges પર ફરતે થોડુ તેલ મૂકવું અને ઢાંકી ને ૩-૪ મિનિટ સુધી અથવા તો ઉપર નું પડ ડ્રાય દેખાય ત્યાં સુધી શેકવું. ત્યારબાદ સાચવી ને flip કરી નીચેની સાઈડ ને પણ એ જ રીતે તેલ મૂકી ઢાંકી ને શેકી લેવું.. Crisp થશે એટલે ફેરવવામાં વાંધો નઈ આવે..

PICTURE OF STEP 4

STEP 5

બંને તરફ સારી રીતે ક્રિસ્પી થઈ ગયેલા જણાય એટલે પ્લેટ માં કાઢી લેવું. મનગમતા શેપ માં કાપી ટમેટો સોસ સાથે સર્વ કરવું. નોંધ : square shape માં ગોઠવી ને પણ બનાવી શકાય..

PICTURE OF STEP 5

4 thoughts on “મારુ ના ભજીયા – એક યુનિક રીતે”

Comments are closed.