વેજીટેબલ સેન્ડવિચ

વેજીટેબલ સેન્ડવિચ : આ રેસીપી અમને સંગીત વ્યાસ એ મોકલાવી છે તેમનું કહેવું છે કેસેન્ડવિચ નું આ એક હેલ્થી વર્ઝન છે. બાળકો વેજિસ ન ખાતા હોય તો આવી રીતે બનાવી ને ખવડાવી શકાય. બધી એજ ના વ્યક્તિઓ ને ભાવે તેવી અને કોઈ પણ meal માં ખાઈ શકાય છે.

વેજીટેબલ સેન્ડવિચ માટે જરૂરી સામગ્રી

૧ ફૂલ બાઉલ મટર,ગાજર અને બટેટા

૨ નંગ ડુંગળી

૨ ટેબલસ્પૂન ક્રશ આદુ મરચા લસણ

૩-૪ ટેબલસ્પૂન ફ્રેશ ધાણા

૨ ટેબલસ્પૂન લીંબુ નો રસ

મીઠું સ્વાદ અનુસાર

૧ ચમચી મરચું પાવડર

૧ ચમચી ધાણાજીરૂ

૧/૨ ચમચી હળદર

૨ ટેબલસ્પૂન તેલ

૧/૨ ચમચી જીરૂ અને હિંગ

૮-૧૦ નંગ અથવા જરૂર મુજબ બ્રેડ

જરુર પ્રમાણે બટર

બ્રેડ પર ચોપડવા અને ટોસ્ટર ને ગ્રીસ કરવા

વેજીટેબલ સેન્ડવિચ બનાવવા માટે જરૂરી સ્ટેપ્સ

STEP 1

બધા વેજીટેબલ ને પીલ કરી,ધોઈ અને નાના ટુકડા માં કાપી લો, ત્યારબાદ વરાળ થી બાફી લઈ ઠંડા કરવા મૂકો. સાથે ડુંગળી ને પણ નાના કટકા માં કાપી લો તેમજ આદુ મરચા લસણ ને ચોપર માં ક્રશ કરી લો.

PICTURE OF STEP 1

STEP 2

નોનસ્ટિક પેનમાં તેલ લઈ જીરું અને હિંગ તતડાવી ડુંગળી ના કટકા અને ક્રશ કરેલા આદુ મરચા લસણ ને સાંતળી લો,સાથે મીઠું એડ કરી લેવું, ડુંગળી transperant થાય એટલે તેમાં મરચું હળદર અને ધાણાજીરૂ નાખી સારી રીતે મિક્સ કરી લેવું.

share with someone in need

US Visa 2024 : ગ્રીન કાર્ડની અરજી કરનારાઓ માટે એક્શન ડેટ આગળ વધી

PICTURE OF STEP 2

STEP 3

હવે તેમાં બોઇલ્ડ કરેલા મટર ગાજર અને બટેટા એડ કરી સાથે ફ્રેશ કોથમીર અને લીંબુ નો રસ નાખી હળવે થી મિક્સ કરવું.

also see respect given to pankaj udhas

પંકજ ઉધાસના અંતિમ સંસ્કાર: સોનુ નિગમ, ઝાકિર હુસૈન, શંકર મહાદેવન, શાન શ્રદ્ધાંજલિ

PICTURE OF STEP 3

STEP 4

મસાલો તૈયાર થઈ જાય એટલે ઠંડો કરવા મૂકવો.

PICTURE OF STEP 4

STEP 5

બ્રેડ ને બટર ચોપડી તૈયાર રાખવી. સેન્ડવિચ ચમચા ટોસ્ટર ને બટર થી ગ્રીસ કરી ગરમ કરવા મૂકવી. હવે તેમાં બ્રેડ મૂકી તેમાં તૈયાર કરેલો મસાલો ભરી ઉપર બીજી બ્રેડ થી ઢાંકી ચમચો બંધ કરી બન્ને બાજુ લાઈટ બ્રાઉન થાય એમ શેકી લેવી.

PICTURE OF STEP 5

STEP 6

આમ બધી સેન્ડવિચ તૈયાર કરી લેવી. ગરમા ગરમ સર્વ કરવી. ટોમેટો/ ચિલી સોસ સાથે સર્વ કરવી.

most versatile and useful recipe

thermos khichdi

PICTURES OF STEP 6

also read some useful stories

આપણને મળતા આશીર્વાદનું સાચું કારણ

अंधा आदमी और लालटेन

also read this amazing fact and also visit

કાલો ડુંગરઃ ગુજરાતની ચુંબકીય ટેકરી જ્યાંથી વાહનો ઢાળ ઉપર જાય છે