વેપારી અને તેના હીરાઓ

એક સમયે, એક વેપારીએ તેના પ્રાસંગિક વિહાર દરમ્યાન એક બજારમાં વેચાણ માટે ઉપલબ્ધ સુંદર ઊંટ જોયો.

વેપારી અને ઊંટ વેચનાર, બંને કુશળ વ્યવસાયીઓ હતા અને એટલે સખત વાટાઘાટો પછી સોદો કર્યો.

ઊંટ વેચનાર તેના વેચાણના કૌશલ્યથી ખુશ હતો કેમકે તેને લાગ્યું તેણે ખૂબ જ સારી કિંમત મેળવી છે, અને વેપારીને લાગ્યું કે તેણે પણ એક અદ્ભુત સોદો કર્યો છે,

અને તેના મોટા પશુધનમાં નવીનતમ ઉમેરા સાથે ગર્વથી ઘરે ચાલ્યો ગયો.

ઘરે પહોંચ્યા પછી, વેપારીએ તેના નોકરને બોલાવ્યો અને તેને ઊંટની કાઠી કાઢવામાં મદદ કરવા કહ્યું.

બિનજરૂરી ભારે ગાદીવાળી કાઠી, એ નોકર માટે પણ જાતે દૂર કરવી ખૂબ મુશ્કેલ હતી.

નોકરને કાઠીની નીચે છુપાયેલ, એક નાનું મખમલનું પાઉચ મળ્યું, જે ખોલવા પર તેમાં તેને કિંમતી હીરા ભરેલાં જોવા મળ્યા!!

નોકર અતિશય ઉત્સાહિત હતો !!! “શેઠ, તમે ઊંટ ખરીદ્યો…પણ તેની સાથે શું મફત આવ્યું તે જુઓ!!!”

વેપારી આશ્ચર્યચકિત થઈ ગયો કારણ કે તેણે તેના નોકરની હથેળીમાંના ઝવેરાત તરફ જોયું

. તે હીરા સૂર્યપ્રકાશમાં ચમકતા અસાધારણ ગુણવત્તાના હતા.


“મેં ઊંટ ખરીદ્યો હતો,” તેણે કહ્યું, “ઝવેરાત નહીં. મારે તરત જ ઊંટ વેચનારને આ પરત કરવું જોઈએ.”

નોકર અસ્વસ્થ હતો…..તેનો માલિક ખરેખર મૂર્ખ હતો.

“શેઠ…કોઈને ખબર નહિ પડે.”

પરંતુ વેપારી તરત જ બજારમાં પાછો ગયો અને ઊંટ વેચનારને વેલ્વેટ પાઉચ પાછું આપ્યું.

ઊંટ વેચનાર ખૂબ જ ખુશ હતો, “હું ભૂલી ગયો હતો કે મેં આ ઝવેરાત તકેદારીથી સાચવવા માટે કાઠીમાં છુપાવ્યા હતા.”

“તમે તમારા માટે ઇનામ તરીકે એક હિરો પસંદ કરી લઈ લો”

વેપારીએ કહ્યું, “મેં માત્ર ઊંટ અને ફક્ત ઊંટની જ વાજબી કિંમત ચૂકવી છે, તેથી તમારો આભાર, મને કોઈ ઈનામની જરૂર નથી.”


પરંતુ જેટલી મક્કમતથી વેપારીએ ના પાડતો, તેટલો જ ઉંટ વિક્રેતા વધારે આગ્રહ કરતો રહ્યો.

અંતે, વેપારીએ સ્મિત કરતાં કહ્યું, “ખરેખર જ્યારે મેં તમારી પાસે પાઉચ પાછું લાવવાનું નક્કી કર્યું, ત્યારે મેં પહેલેથી જ બે સૌથી કિંમતી હીરા મારા માટે રાખ્યા છે.”

આ કબૂલાતથી, ઊંટ વેચનાર થોડો અચરજ પામ્યો અને તેણે હીરા ગણવા માટે ઝડપથી પાઉચ ખાલી કરી નાખ્યો. જો કે, તે ખૂબ જ મૂંઝવણમાં હતો.

“મારા બધા હીરા તો અહીં અકબંધ છે. તમે કયા હીરા રાખ્યા છે?

“બે સૌથી કિંમતી,” ઊંટ ખરીદનારએ કહ્યું.
“મારી પ્રામાણિકતા અને મારું સ્વ-સન્માન.”

આપણી પ્રામાણિકતા પર પ્રતિબિંબિત કરવા માટે આ કેટલી સુંદર વાર્તા છે!!!

હું તેને અહીં એક વિચાર સાથે છોડવા માંગુ છું કે જ્યારે કોઈ અન્ય જોતું નથી ત્યારે આપણે આપણા મૂલ્યોને કેટલા વળગી રહીએ છીએ એ જ આપણી અખંડિતતા (integrity) નું સાચું દર્પણ છે.

સુપ્રભાત…
આપનો રવિવાર શુભ હો…

join this group to read great content and news supersaheliya readers https://chat.whatsapp.com/BhpbWj1rPEJ7YmSkp6vmZf