સર્જનહારને ક્યારેય “કેમ?” એવો પ્રશ્ન ન કરવો

સર્જનહારને ક્યારેય “કેમ?” એવો પ્રશ્ન ન કરવો

એક દિવસ, યમરાજ એક માણસ પાસે ગયા અને તેને કહ્યું:

  • આજે તારો આખરી દિવસ છે.

માણસે જવાબ આપ્યો:

  • પણ હું તૈયાર નથી!

યમરાજે કહ્યું:

  • આજના મારા લિસ્ટમાં તારું નામ પ્રથમ ક્રમાંક ઉપર છે.

માણસે કહ્યું:

  • સારુ… પણ તમે મને સાથે લઈ જાવ એ પહેલાં, આપ મારી સાથે બેસીને એક છેલ્લો કપ કોફી પીવો.

યમરાજે કહ્યું:

  • જરૂર.

માણસે યમરાજને એક કપ કોફી આપી, પણ એમાં ઊંઘની દવા મિલાવી હતી. યમરાજને કોફી પીધi પછી તરત ઊંઘ આવી ગઈ.

પેલાં માણસે યમરાજનું લિસ્ટ લીધું અને સૌથી ઉપરથી પોતાનું નામ ભૂંસી નાખી લિસ્ટમાં છેલ્લે ઉમેરી દીધું.

જ્યારે યમરાજની આંખો ખૂલી, ત્યારે તેમણે માણસને કીધું:

  • તે ખૂબ પ્રેમથી અને લાગણીથી આખો દિવસ મારી સાથે વ્યવ્હાર કર્યો છે. તો બદલામાં તારા માટે હું એવું કરીશ કે
  • આજના મારા લિસ્ટમાં જે નામ છે તેમાં પ્રથમ ક્રમાંકના બદલે હું છેલ્લા નંબરથી શરૂ કરીશ.

અમુક બાબતો તમારા ભાગ્યમાં લખાયેલી હોય છે. તેને બદલવા તમે ગમે તેટલા સઘન પ્રયત્નો કરો, એ ના જ બદલાય.

કાગડો અને પોપટ બંને કદરૂપી બનાવવામાં આવ્યા હતા. પોપટે વિરોધ કર્યો એટલે એને સારું રૂપ મળી ગયું. કાગડો

સર્જનહારની મરજીથી સંતુષ્ટ રહ્યો. પણ આજે પોપટ પાંજરામાં રહે છે જ્યારે કાગડો છૂટથી ઊંડે છે.

દરેક ઘટના પાછળ કોઈ ઉત્કૃષ્ટ આંતરદ્રષ્ટિ હોય છે જે કદાચ આપણને સમજાતી નથી.

તેથી:
સર્જનહારને ક્યારેય “કેમ?” એવો પ્રશ્ન ન કરવો.

1 thought on “સર્જનહારને ક્યારેય “કેમ?” એવો પ્રશ્ન ન કરવો”

  1. અતિ સુંદર..
    ભગવાન આગળ માણસે મોટુ થવાની જરૂર નથી..
    એ ભૂલવું ન જોઈએ કે આપણ ને બનાવનાર એ જ જગત નો નાથ છે..

Comments are closed.