khichu Recipe |

khichu Recipe

જય શ્રી કૃષ્ણ મિત્રો . આજે આપણે પરફેક્ટ ખીચું બનાવતા શીખીશું જે લગભગ બધા ગુજરાતીઓ ને ભાવતું જ હોય છે પણ દરેક જણથી સારું બનતું નથી તેથી આજે પુરી માહિતી સાથે ખીચું ની રીત બતાવીશ.

ખીચું બનાવા માટે જરૂરી સામગ્રી

.ચોખા નો લોટ ૧.૫ બાઉલ
.પાણી ૩ બાઉલ
.તાલ ૨ ચમચી
.પાપડ ખરો ૧ ચમચી
.મીઠું ૧.૫ ચમચી
.તેલ ૧ ચમચો
.કચરેલા તીખા લીલા માર્ચ ૭-૮
.અજમો ૧/૨ ચમચી
.જીરું ૧/૨ ચમચી

ખીચું બનાવાની રીત

૧. સૌ પ્રથમ એક પોહળુ વાસણ જેમ કે મોટી તપેલી અથવા મોટી કઢાઈ લો, જેથી સારી રીતે હલાવતા ફાવે


૨. હવે તેમાં બતાવ્યા માપ પ્રમાણે પાણી લો અને તેને ગેસ પર ઉકાળવા મુકો.


૩.પાણી ઉકળે ત્યાં સુધી મરચા ને ક્રશ કરી લો અને બીજા મસાલા કાઢી લો.


૪.પાણી માં પેહલા જીરું અને અજમો નાખી ને બાદ માં લીલા મરચા નાખવા


૫.પાણી ઉકળે એટલે તેમાં બાકી ના મસાલા જેમ કે ખારો,મીઠું ,તલ અને તેલ નાખો .


૬.ખારો નાખ્યા બાદ પાણી નો રંગ બદલાઈ ને પીળાશ પડતો થશે .


૭.હવે ઉકળતા પાણી માં ચોખા નો લોટ ઉમેરો અને તેને સતત વેલણ વડે હલાવો .


૮. લોટ સરખો હલાવ્યા બાદ તેને સ્ટીમર માં બીજી વાર બોઈલ કરવો


૯. ૧૦-૧૨ મિનિટ માં લોટ બફાઈ જશે એટલે તેને સીંગતેલ અને મેથિયા ના મસાલા સાથે પીરસો

khichu Recipe in gujarati notes

. જે બાઉલ થી પાણી નું માપ લો તેજ બાઉલ થી લોટ નું માપ લેવું .
.લોટ નાખ્યા પછી ફટાફટ હલાવવું નહિ તો ગાંઠિયા પડી જશે
.પાપડ ખારો ના હોય તો ટાટા નો ખાવાનો સોડા નાખી શકાય

જો તમને આ રેસીપી ગમી હોય તો આ પોસ્ટ બધા ને શેર કરજો જેથી ખીચું બનાવા માં ભૂલ થતી હોય તો બધા ને ખબર પડે. રેસીપી નો વિડિઓ જોઈ ને પણ સારી રીતે શીખી શકાય છે

Khichu Recipe | Recipe Video

જો તમને આ રેસીપી ગમી હોય તો આ પોસ્ટ બધા ને શેર કરજો જેથી ખીચું બનાવા માં ભૂલ થતી હોય તો બધા ને ખબર પડે. રેસીપી નો વિડિઓ જોઈ ને પણ સારી રીતે શીખી શકાય છે

2 thoughts on “khichu Recipe |”

Comments are closed.