sama ni puri banavani rit |સામા ની પુરી બનાવવાની રીત

જય શ્રી કૃષ્ણ આજ આપણે સામા ની પુરી બનાવવાની રીત – sama ni puri banavani rit શીખીશું,  સામા ને ઘણા મોરૈયો, સાઉ, ભગંદર પણ કહેતા હોય છે અને ફરાળ માં એમાંથી અલગ અલગ ફરાળી વાનગીઓ બનાવી ને ખાતા હોઈએ છીએ આજ આપણે એમાંથી ફરાળી પુરી બનાવશું જે ચા દહી કે ફરાળી શાક સાથે ખાઈ શકાય છે તો ચાલો sama ni puri recipe in gujarati શીખીએ.

સામા ની પુરી બનાવવા જરૂરી સામગ્રી

  • મરી પાઉડર ¼ ચમચી
  • સામો 1 કપ
  • સ્વાદ મુજબ ફરાળી મીઠું
  • તેલ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

સામા ની પુરી બનાવવાની રીત sama ni puri banavani rit

સૌપ્રથમ સામો સાફ કરી એને બે ત્રણ પાણી થી ધોઇ લ્યો

ત્યાર બાદ છ થી સાત કલાક અથવા આખી રાત પાણીમાં પલાળી મુકો

સાત કલાક પછી એનું પાણી નિતારી લ્યો

ત્યાર બાદ મિક્સર જારમાં નાખી ને સ્મૂથ પીસી લ્યો ( પીસવા માટે જો જરૂર લાગે તો એકાદ બે ચમચી પાણી નાખવું )

હવે ગેસ પર એક કડાઈમાં પીસેલી સામો નાખી  ધીમા તાપે હલાવતા રહો ને મિક્સ કરતા રહો

મિક્સ થઈ કડાઈ મુકવા લાગે એટલે કથરોટ માં કાઢી લ્યો ને થોડો ઠંડુ થવા દયો

ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ ફરાળી મીઠું, મરી પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો

ત્યારબાદ હવે એમાં બે ત્રણ ચમચી તેલ નાખો

ફરી લોટ ને બરોબર મસળી લ્યો ને ઢાંકી દસ મિનિટ એક બાજુ મૂકો

દસ મિનિટ પછી ફરી બે ચમચી તેલ નાખી લોટ ને મસળી લ્યો

પુરી બનાવવા માટેના લુવા બનાવી તેલ લગાવી એક બાજુ મૂકો 

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો

તેલ ગરમ થાય ત્યાં સુધી પ્લાસિક પર થોડું તેલ લગાવી

એમાં વચ્ચે લુવો મૂકી આંગળી થી દબાવી

અથવા થાળી થી થોડું દબાવી પુરી બનાવી લ્યો

ને તૈયાર પુરી ને ગરમ તેલ માં નાખી થોડી દબાવી ને ફુલાવી લ્યો

એક બાજુ થોડી ચડી જાય ત્યાર બાદ ઉથલાવી બીજી બાજુ પણ બરોબર તરી લ્યો 

આમ બને બાજુ બરોબર તરી લીધા બાદ બહાર કાઢી લ્યો

ને બીજા લુવા ને પ્લાસ્ટિક માં મૂકી થાળી વડે દબાવી પુરી બનાવો

ને તૈયાર પુરી ને ગરમ તેલ માં નાખી તરી લ્યો આમ એક એક પુરી બનાવી તરી લ્યો ને મજા લ્યો સામા ની પૂરી

sama ni puri recipe in gujarati Notes

  • અહી તમે મરી સિવાય બીજા મસાલા નાખી ને ફરાળી મસાલા પૂરી પણ ટાયાયર કરી શકો છો
  • પુરી ને બને ત્યાં સુંધી ફૂલ તાપે તરવી નહિતર પુરી ચવડી થઈ જશે
  • અહી તમે સામા ને પીસી એનો પાઉડર બનાવી ને પલાળી ને બાફી કે કડાઈમાં ચડાવી ને પણ પુરી બનાવી શકો છો

જો તમને આ રેસીપી ગમી હોય તો એક વાર ચોક્કસ બનાવજો અને આ પોસ્ટ તમે ફેમિલી અને ફ્રેંડ્સ માં શેર કરજો.

વિશેષ શિયાળા માટે ના ઢોકળા બનાવાની રીત જોવ માટે આ લિંક ક્લિક કરો

https://supersaheliya.com/wp-admin/post.php?post=2125&action=edit