lasan nu athanu banavani rit |લસણનું અથાણું બનાવવાની રીત

જય શ્રી કૃષ્ણ આજ lasan nu athanu banavani rit શીખીશું. આ અથાણું તમે રોટલી, રોટલા, પરોઠા કે ભાત સાથે ખાઈ શકો છો. ને એને એક બે મહિના સુધી સાચવી રાખવા લીંબુનો રસ અને તેલ નો જ ઉપયોગ કરીશું જેથી કોઈ નુકશાન કરશે નહિ અને લસણ ની તાસીર ગરમ હોવાથી ઉનાળા માં વધારે ના ખાઈ શકાય પણ શિયાળા માં લસણ ખાવું ખુબ સારું તો આ રીતે અથાણું બનાવી ખાઈ શકાય

ingredients | લસણનું અથાણું બનાવવા જરૂરી સામગ્રી

  • તેલ 100 ગ્રામ
  • લસણ ½ કિલો
  • હળદર 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 3-4 ચમચી
  • શેકેલ મેથી પાઉડર ½ ચમચી
  • લીંબુ  3-4 નો રસ
  • રાઈ 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ

લસણનું અથાણું બનાવવાની રીત | lasan nu athanu banavani rit

લસણનું અથાણું બનાવવા સૌપ્રથમ લસણ ની કણી ને ફોલી સાફ કરી લ્યો

ત્યાર બાદ ગેસ પર એક વાસણમાં બે ગ્લાસ પાણી નાખી વચ્ચે કાંઠો મૂકી ઢાંકી ને ગરમ કરવા મૂકો.

 હવે ચારણી માં પાતળું કપડું કે કેળા પાંદ પર લસણ ની સાફ કરેલ કણી નાખી

ને ચારણી ને વાસણમાં મૂકી ઢાંકી ફૂલ તાપે પાંચ મિનિટ બાફી લ્યો

પાંચ મિનિટ પછી ચારણી બહાર કાઢી ને લસણ ને એક મોટા વાસણમાં નાખી દયો

અને એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, શેકેલ મેથી પાઉડર, મીઠું સ્વાદ મુજબ ને મોટા હોય તો ત્રણ લીંબુ ને નાના હોય તો ચાર લીંબુ નો રસ નાખો ને બરોબર મિક્સ કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો

તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખી તતડાવી લ્યો ને ગરમ તેલ ને લસણ પર નાખી બરોબર મિક્સ કરી લ્યો

ને ઠંડુ થાય એટલે એર ટાઈટ બરણી માં ભરી લ્યો અને રોટલી, પરોઠા કે ભાત સાથે મજા લ્યો લસણ નું અથાણું

lasan nu athanu recipe notes

  • લસણ ની કણી ને પાંચ મિનિટ બાફી લેવાથી એની કચાસ ને એક જે તીખાશ ઓછી થશે ને સ્વાદ માં વધારો થશે
  • આ અથાણું તમે બહાર એક બે મહિના ને ફ્રીઝ માં લાંબો સમય સાચવી ને ખાઈ શકો છો

આવી જ મજેદાર રેસીપી છે ખીચું ની તમે નીચે મુકેલી ભૂરી લિંક થી વાંચી શકો છો

https://supersaheliya.com/wp-admin/post.php?post=2145&action=edit

જો તમને આ રેસીપી ગમી હોય તો એક વાર ચોક્કસ બનાવજો અને આ પોસ્ટ તમે ફેમિલી અને ફ્રેંડ્સ માં શેર કરજો.

1 thought on “lasan nu athanu banavani rit |લસણનું અથાણું બનાવવાની રીત”

Comments are closed.