lost recipe of chana palak વિસરાતી જતી ચણા પાલક ની રેસીપી

જાય શ્રી કૃષ્ણ મિત્રો ,આજે આપણે વિસરાતી જતી ચણા પાલક ની રેસીપી જોઈશું જેને લોકો ભૂલી રહ્યા છે પણ આપણે તેને એવી રીતે બનાવીશું કે ફરી પછી લોકો ના ઘર માં રસોડા અને ડાઇનિંગ ટેબલે પર આવી જશે .તો ચાલો જોઈ લૈયે lost recipe of chana palak

chana palak recipe

વિસરાતી જતી ચણા પાલક ની રેસીપી માટે જરૂરી સામગ્રી

  • પાલક ૧ જુડો
  • બાફેલા ચણા ૧ મોટી વાડકી
  • લસણ કચરેલુ ૨ ચમચી
  • લીલા માર્ચ ૭-૮
  • ડુંગળી ૨
  • ટામેટા ૨
  • જીરું ૧/૨ ચમચી
  • હળદર ૧/૨ ચમચી
  • લાલ મરચું ૧/૨ ચમચી
  • મીઠું જરૂર પ્રમાણે

વિસરાતી જતી ચણા પાલક ની રેસીપી ની રીત

સૌ પ્રથમ એક પાલક નો જુડો લઇ તેને સારી રીતે સાફ કરી ને એના પાંદડા લો

હવે પાલક ને મોટા ટબ માં ધોઈ અને ચોખ્ખો કરી લો


હવે બે ટામેટા અને બે ડુંગળી તથા સાત થી આઠ લીલા માર્ચ અને દાસ થી બાર લસણ ની કડી લો અને તેને મિક્સર માં ગ્રેવી કરો
બાફેલા દેશી ચણા પણ તૈયાર રાખો


હવે એક કઢાઈ માં બે મોટા ચમચા તેલ લો અને ગરમ થવા દો


વઘાર માં જીરું,હળદર માપ પ્રમાણે નાખો


જીરું તતડે એટલે ટામેટા ડુંગળી ની ગ્રેવી તેલ માં નાખો અને તેલ છુટ્ટુ પડે ત્યાં સુધી શેકો


તેલ છુટ્ટુ પડે એટલે તેમાં બાફેલા ચણા નાખી દો


અને તરત જ પાલક પણ નાખી દો


હવે પાલક ઓસવાશે એટલે ચણા અને પાલક મિક્સ કરો


છેલ્લે મીઠું નાખી બરાબર મિક્સ કરો અને ગરમ ગરમ પરાઠા સાથે પીરસો

lost recipe of chana palak |Recipe Video

chana palak lost recipe

આવી જ મજેદાર રેસીપી છે ખીચું ની તમે નીચે મુકેલી ભૂરી લિંક થી વાંચી શકો છો

https://supersaheliya.com/wp-admin/post.php?post=2145&action=edit

જો તમને આ રેસીપી ગમી હોય તો એક વાર ચોક્કસ બનાવજો અને આ પોસ્ટ તમે ફેમિલી અને ફ્રેંડ્સ માં શેર કરજો.

લસણ નું અથાણું ની રીત જોવા નીચે ની ભૂરી લિંક દબાવો

https://supersaheliya.com/wp-admin/post.php?post=2159&action=edit

1 thought on “lost recipe of chana palak વિસરાતી જતી ચણા પાલક ની રેસીપી”

Comments are closed.