Mother’s Tempting Rice Flour Papadi Recipe|મમી ની રીત થી પરફેક્ટ ચોખા ની પાપડી

જાય શ્રી કૃષ્ણ મિત્રો ,આજે આપણે મમી ની રીત થઈ ચોખા ની પાપડી ની રીત જોઈશુંmother’s tempting rice flour papdi જેને લોકો ભૂલી રહ્યા છે પણ આપણે તેને એવી રીતે બનાવીશું કે ફરી પછી લોકો ના ઘર માં રસોડા અને ડાઇનિંગ ટેબલે પર આવી જશે .તો ચાલો જોઈ લૈયે mother’s tempting rice flour papadi recipe

papdi recipe

Rice Flour Papadi|મમી ની રીત થી પરફેક્ટ ચોખા ની પાપડી માટે જરૂરી સામગ્રી

  • ચોખા નો લોટ ૧ કિલો
  • મીઠું ૨૦ ગ્રામ
  • પાપડ ખાર ૨૦ ગ્રામ
  • જીરું ૨૦ ગ્રામ
  • અજમો ૨૦ ગ્રામ
  • પલાળેલા સાબુદાણા ૨૦ ગ્રામ
  • પાણી ડબલ કરી ને લેવું (વિડિઓ જોઈ લેવો)
  • લીલા માર્ચ ૨૦-૨૫ કચરેલા
  • તાલ નાખવા હોય તો નાખ્યા ૨૦ ગ્રામ

Rice Flour Papdi ચોખા ની પાપડી ની રીત

સૌ પ્રથમ ચોખા નો લોટ એક તપેલી માં માપી લો


હવે એ તપેલી માં થી લોટ બીજા વાસણ માં કાઢી લો અને ચોખા ના લોટ ના માપ જેટલું ડબલ પાણી લો.


હવે પાણી ને બીજા પોહળા વાસણ માં ઉકાળવા મુકો .


બધાજ મસાલા જણાવ્યા પ્રમાણે લોટ માં વારાફરતી નાખતા જાવ


પાણી ને સરખીતે રીતે ઉકાળવા દો


પાણી ઉકળશે એટલે તેનો રંગ બદલાઈ જશે


હવે વિલંબ કર્યા વગર ચોખા નો લોટ પાણી માં નાખી દો


લોટ ને ફટાફટ હલાવો મંડો જે થી ગાંગડા ના પડી જાય


લોટ હલવાઈ જાય પછી તેમાં થી થોડો લોટ લઇ ને ફરી થી તેને બાફવા મુકો.


૧૦_૧૫ મિનિટ માં લોટ બફાઈ જશે

હવે એ બાફેલા લોટ ને લોટટા અથવા વાડકી થી ઘસી ને ચીકણો કરવો.


હવે લોટ માં થી ભાખરી ના માપ ના ગુલ્લાં કરવા


પાપડી વણવાના મશીન થી ગુલ્લાં ને દબાવી ને પાપડી બનાવવી


પાપડી ને સવાર ના તડકા માં સૂકવવી


ઉંધી છાતી કરી ને પાપડી ને સરખી સુકાવા દેવી


પાપડી સરખી સુકાઈ જાય પછી તેને ડબ્બા માં ભરવી

Rice Flour Papdi Recipe Gujarati Notes

  • લીલા મરચા ઓછા નાખી શકાય છે
  • પાપડી આડણી વેલણ થી વાણી શકાય છે
  • પાપડી ને ઘર માં મીડીયમ પંખા નીચે સુકવી શકાય છે

Rice flour papad |Recipe Video

papdi recipe video

જો તમને પાપડી બનાવતા ના ફાવતી હોય તો આ એક કિલો ના માપ થી બનાવી જોજો ચોક્કસ સારી બનશે.વિડિઓ એક વાર જરૂર જોજો જેથી ભૂલ ના થાય

આવી જ મજેદાર રેસીપી છે ખીચું ની તમે નીચે મુકેલી ભૂરી લિંક થી વાંચી શકો છો

https://supersaheliya.com/wp-admin/post.php?post=2145&action=edit

જો તમને આ રેસીપી ગમી હોય તો એક વાર ચોક્કસ બનાવજો અને આ પોસ્ટ તમે ફેમિલી અને ફ્રેંડ્સ માં શેર કરજો.

લસણ નું અથાણું ની રીત જોવા નીચે ની ભૂરી લિંક દબાવો

https://supersaheliya.com/wp-admin/post.php?post=2159&action=edit

also watch this video,it will give you better idea of serving khichu

1 thought on “Mother’s Tempting Rice Flour Papadi Recipe|મમી ની રીત થી પરફેક્ટ ચોખા ની પાપડી”

  1. જોરદાર પટેલ નો જોરદાર પાપડી નો લોટ..👌😀👍🏻

Comments are closed.