મગ ની દાળ નો હલવો

મગની દાળનો હલવો ની રેસીપી લખનાનું નામ છે ફાલ્ગુની ચૌહાણ ફાલ્ગુનીબેન ને નવી નવી સ્વીટ્સ બનાવવાનો બહુ શોખ છે આની પહેલા પણ તેમને આપણી સાથે મખાના ખીર ની રેસીપી શેર કરી છે

મગ ની દાળ નો હલવો માટે સામગ્રી

1 કપ મગની મોગર દાળ પલાળેલી

1 કપ ઘી

1 કપ ખાંડ

2 કપ દૂધ

1/2 કપ બદામ પિસ્તા ની કતરી

(તમે મેળવો ન્યુટ્રિઅન્ટ્સ)

પ્રોટીન થી ભરપુર હલવો

મગ ની દાળ નો હલવો બનાવવાની રીત

STEP 1

મગ ની દાળ ને 2 કલાક ધોઈ ને પલાળવી.પછી પાણી નિતારી ને
ગ્રાઇન્ડ કરવી.

PICTURE OF STEP 1

STEP 2

પછી ગેસ ચાલુ કરી. એક પેન માં ઘી ઉમેરી ને ગ્રાઇન્ડ કરેલી મગની દાળ ઉમેરી ને બરાબર શેકવી, ઘી છુટ્ટઊ પડે ત્યાં સુધી.

PICTURE OF STEP 2

STEP 3

.પછી એમાં દૂધ ઉમેરી ને એમાં ખાંડ મિક્સ કરી ને બધું ઘી મગ ની દાળ ને પેન થી અલગ દેખાય પછી ગેસ બંધ કરી દેવો.

PICTURE OF STEP 3

STEP 4

પછી ઉપરથી બદામ પિસ્તા ની કતરી થી ગાર્નિશ કરવું મગની દાળ નાં હલવા તૈયાર છે મગ ની દાળ નો હલવો.

PICTURE OF STEP 4

થોડા ઉપયોગી પ્રશ્ન

*ક્યારે સમજવું કે શીરો થઈ ગયો છે

શીરો જ્યારે કઢાઈને છોડી દે ત્યારે સમજવું કે શીરો થઈ ગયો છે

*મગની દાળનો શીરો પાણીથી બની શકે

ના,મગની દાળનો શીરો પાણીથી ન બની શકે

Exit mobile version