મિક્સ લોટના વડા

મિક્સ લોટના વડા લગભગ દરેક ગુજરાતીને ભાવતા જ હોય છે પણ તેનું સાચું પ્રમાણ નથી મળતું હોવાથી તેમના વડા ફુલતા નથી અને ચવડ થઈ જાય છે તો આજે આ ગુજરાતી રેસીપી તમને સારી રીતે શીખવી હોય તો આ પોસ્ટ ચોક્કસ વાંચો

મિક્સ લોટના વડા ની રેસીપી લખી છે નૈમિષાબેન તેમની આ રેસીપી નૈમિષા બેન એ તેમના સાસુ પાસેથી શીખી છે. કોઈપણ વસ્તુ બગાડવાની નહીં અને તેનો ઉપયોગ સારી રીતે રસોઈમાં કેવી રીતે કરવો એ આવડત નૈમિષા બેન એ એમના સાસુ પાસેથી શીખી છે

વડા માટે જરૂરી સામગ્રી

દરેક માપ બાઉલ પ્રમાણે લેવો


મિક્સ વળા નો લોટ એક બાઉલ

પોણો બાઉલ બાજરીનો લોટ

એક બાઉલ પીળી મકાઈનો લોટ

એક બાઉલ ઘઉંનો લોટ

એક બાઉલ માં મગસ

20 થી 22 લસણની કડી

છ થી સાત લીલા મરચા

એક ઇંચ આદુનો ટુકડો

બે ચમચા તેલ

પોણી ચમચી હળદર

એક ચમચી લાલ મરચું

બે ચમચી મીઠું

બે ચમચી તલ

200 ગ્રામ છીણેલી દુધી

બે ચમચી દળેલી ખાંડ

બે ચમચા તેલ

ચારથી પાંચ ચમચી દહીં

જરૂર પ્રમાણે પાણી

તળવા માટે તેલ

મિક્સ લોટના વડા બનાવવાની રીત

સૌપ્રથમ એક મોટી કથરોટમાં બધા જ લોટ પ્રમાણસર અલગ અલગ લેવા હવે તે જ કથરોટમાં બરાબર લોટના પ્રમાણમાં જ મગસ લેવું

મરચા અને લસણ અને ક્રશ કરવા અને આદુને છીણવું

200 ગ્રામ જેટલી દૂધી પણ છીણીને તૈયાર રાખવી

હવે બધી જ સામગ્રી કથરોટમાં ભેગી કરી લેવી ચારથી પાંચ ચમચી દહીં પણ નાખવું

હવે બધી સામગ્રી ભેગી થઈ જાય એટલે થોડું થોડું પાણી છાંટી અને લોટ બાંધીને તૈયાર કરવો

હવે એ લોટમાંથી નાના નાના લુવા કરી અને પ્લાસ્ટિક ઉપરથી થેપી ને તૈયાર રાખવાપાણી વારો હાથ કરી અને વડુ ને થેપવું અને તેની ઉપર થોડા તલ ચોટાડવા જેનાથી તલ તળતી વખતે પણ તેલમાં પડી નહીં જાય

બીજી બાજુ કડાઈમાં તેલ મૂકી તેને સરખું ગરમ થવા દેવું અને વડુ નાખો ત્યારે ગેસ ફાસ્ટ રાખો

વડુ એક બાજુથી લાલ થઈ જાય ત્યાં સુધી તેને અડવું નહીં ત્યાર પછી ઝારાથી થોડું થોડું દબાવશો એટલે વડુ ફૂલી જશે ફૂલે એટલે બીજી બાજુ તેને ફેરવી દેવું

આ રીતે બધા જ વડા તમારા ફૂલીને તૈયાર થશે

Exit mobile version