બ્રેડ ૬૫ : વધેલી બ્રેડ નો શાનદાર ઉપયોગ

એક બે દિવસની બ્રેડ વધે તો શું કરવું તે સમજ નથી પડતી તો પનીર ૬૫ જેવું બ્રેડ ૬૫ તમે બનાવી શકો છો

બ્રેડ ૬૫ ની રેસીપી લખનારનું નામ છે સંગીતાબેન વ્યાસ સંગીતાબેન ખુબ જ સરસ રીતે બ્રેડ નો ઉપયોગ કર્યો છે . ઘણી વખત આપણે આવી આગળ પાછળની વધેલી બ્રેડ ગાયને ખવડાવી દેતા હોઈએ છીએ, અથવા ફેંકી દેતા હોઈએ છીએ તો આ રીતે તેની નવી રેસિપી પણ બનાવી શકાય છે . વધેલી બ્રેડનું ચાઈનીઝ વર્ઝન મને સૂઝ્યું કે હું પનીર ૬૫ તો બનાવું જ છું તો પનીર ની જગ્યા એ બ્રેડ નો ઉપયોગ કરી જોઉં.. રેસિપી તો પનીર ૬૫ ની જ છે પણ બ્રેડ વાપરીને બનાવી. . અને એટલી જોરદાર બની કે તમે બનાવી ને ચાખશો ત્યારે જ ખબર પડશે..

બ્રેડ ૬૫ માટે સામગ્રી

૫-૬ સ્લાઈસ વધેલી બ્રેડ. ( આ રેસિપી માટે થોડી સૂકી બ્રેડ વધુ સારી રહેશે)

બેટર માટે

૧/૨ કપ મેંદો

૧/૮ કપ ચોખાનો લોટ

૧ ચમચી મીઠું.અથવા સ્વાદ પ્રમાણે

૧ ચમચી ચીલી ફ્લેક્સ

જરૂર મુજબ પાણી (મિડિયમ થીક ખીરું બનાવવા)

મિડિયમ થીક ખીરું બનાવવા

તળવા માટે તેલ

ગ્રેવી બનાવવાની સામગ્રી..

૧ ટેબલસ્પૂન તેલ

૧ નંગ ડુંગળી

૨ નંગ લીલાં મરચા

૩ કળી લસણ

મીઠું ટેસ્ટ પ્રમાણે

૧ ટેબલસ્પૂન સોયા સોસ

૧ ટેબલસ્પૂન ચિલી સોસ

૨ ટેબલસ્પૂન ટોમેટો સોસ

૩ ટેબલસ્પૂન ટોમેટો સાલસા..(optional)

૧/૨ કપ પાણી

૨-૩ ટેબલસ્પૂન ફ્રેશ કોથમ

બ્રેડ ૬૫ બનાવવાની રીત

STEP 1

બ્રેડ ની બ્રાઉન કિનારી કાપી ને એકસરખા ટુકડા કરી લો. બેટર બનાવવા માટે બાઉલ માં બંને લોટ લઈ તેમાં મીઠું અને ચિલી ફ્લેક્સ નાખી પાણી થી સેમી થીક બેટર તૈયાર કરી થોડી વાર રેસ્ટ આપો.

PICTURE OF STEP 1

STEP 2

ત્યાં સુધી માં ડુંગળી લસણ અને મરચા ને ઝીણા કાપી લોકરી લો, તેમજ એક વાડકી માં સોયા સોસ ,ચિલી સોસ અને ટોમેટો સોસ મિક્સ કરી રાખો.

PICTURE OF STEP 2

STEP 3

પેન માં તેલ ગરમ મૂકો. રેસ્ટ થયેલા બેટર ને પાછું મિક્સ કરી તેમાં ૪-૫ બ્રેડ ના ટુકડા નાખી ફોર્ક ની મદદ થી હળવા હાથે સારી રીતે કોટ કરી એક એક પીસ તેલ માં નાખી અને લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો..

PICTURE OF STEP 3

STEP 4

હવે ગ્રેવી બનાવવા માટે નોનસ્ટિક પેન માં તેલ લઇ લસણ, મરચા ના કટકા સાંતળી લો ,ત્યારબાદ ડુંગળી એડ કરી સાથે મીઠું ઉમેરી ડુંગળી પારદર્શક થાય ત્યાં સુધી સાંતળો. હવે તેમાં મિક્સ કરેલ સોયા સોસ, ચિલી સોસ અને ટોમેટો સોસ ઉમેરો અને સારી રીતે હલાવી લો. ત્યારબાદ ટોમેટો સાલસા અને પાણી ઉમેરી boil થવા દો,સાથે ફ્રેશ કોથમીર પણ એડ કરી લો.

PICTURE OF STEP 4

STEP 5

પાણી ઉકળવા માંડે એટલે તળેલા બ્રેડ ના ટુકડા ઉમેરી બરાબર મિક્સ કરી ૨-૩ મિનિટ સુધી ગેસ પર રાખી ફ્લેમ બંધ કરી લો.

PICTURE OF STEP 5

STEP 6

તો તૈયાર છે બ્રેડ ૬૫ ની શાનદાર ટેસ્ટી ડિશ. બાઉલ માં કાઢી કોથમીર સ્પ્રિંકલ કરી ગરમ ગરમ સર્વ કરો. આ ડીશ બ્રેકફાસ્ટ કે ડિનર માં સર્વ કરી શકાય છે.

STEP 7

સંગીતાબેન એ સરસ વિડીયો પણ લીધો છે જેથી આખી રેસીપી નો પરફેક્ટ ખ્યાલ આપણને આવે તો જરૂરથી વિડિયો પણ જોજો અને રેસીપી મજા માણો 😀

VIDEO

https://supersaheliya.com/wp-content/uploads/2023/08/VID_20230803_111739-Sangita-Vyas.mp4
Exit mobile version