જેની પાસે જે હોય તે આપે

આ વાર્તા તમને કેવી લાગી તેનો અભિપ્રાય મને ચોક્કસ આપજો અને આવી નાની નાની વસ્તુઓ જો બાળકોને નાનપણથી જ શીખવાડી હોય તો તેઓ નું માનસિક ઘડતર ઘણું સરસ થતું હોય છે

જેની પાસે જે હોય તે આપે

ઇતિહાસ કહે છે કે ચીનીઓને જ્યારે શાંતિથી જીવવાની ઈચ્છા થઈ ત્યારે તેઓએ “ગ્રેટ વોલ ઓફ ચાઇના” નું નિર્માણ કર્યું,

તેમણે વિચાર્યું કે તેની ઊંચાઈના કારણે કોઈ તેને આંબી નહીં શકે. તેના અસ્તિત્વના પ્રથમ ૧૦૦ વર્ષ દરમ્યાન ચીન ઉપર ૩

વાર હુમલા થયા, અને દુશ્મનોના સૈનિકોને ક્યારેય દીવાલ આંબવાની કે તોડવાની જરૂર ન પડી, કેમકે દરેક વખતે તેમણે

ચીનીઓને ઘણા વર્ષો પછી સમજાયું, કે દુશ્મનોની સામેનું સૌથી બળવાન રક્ષણ કિલ્લેદાર દીવાલ નથી, પરંતુ કિલ્લેદાર

ચારિત્ર્ય છે. એટલે માનવ-ચારિત્ર્ય નિર્માણ એ બીજા કોઈ પણ નિર્માણ કરતાં અગ્રતા ધરાવે છે.

વિલિયમ શેક્સપેયરે સંક્ષિપ્તમાં ખૂબ સુંદર કહ્યું છે, “દોષ તારાઓમાં નથી, આપણાંમાં છે.”


પોર્શના ભૂતપૂર્વ સીઇઓ પીટર શૂઝે કહેલું, “ચરિત્ર્યને નોકરી આપો, કુશળતાને કેળવો.”

જર્મની જ્યારે વિભાજિત હતું, ત્યારે પૂર્વ અને પશ્ચિમ બર્લિન વચ્ચે મોટી દીવાલ હતી. એક દિવસ, પૂર્વ બર્લિનના અમુક

લોકોએ ટ્રક ભરીને કચરો પશ્ચિમ બર્લિન બાજુ ફેંક્યો. પશ્ચિમ બર્લિનના લોકો પણ એવું કરી જ શક્ય હોત, પણ તેઓએ એવું

ન કર્યું.

તેના બદલે, તેમણે ટ્રક ભરીને બ્રેડ, દૂધ, અને અન્ય ખાવાનો સામાન પેક કરીને સરસ રીતે પૂર્વ બર્લિનની બાજુએ ગોઠવી

દીધો. અને એની ઉપર એક બોર્ડમાં લખ્યું:


“જેની પાસે જે હોય તે આપે”

કેટલું સત્ય છે, આપણી પાસે જે હોય એ જ આપી શકાય ને!

તમારી અંદર શું છે?


“નફરત” કે “પ્રેમ”?


“હિંસા” કે “શાંતિ”?


“મૃત્યુ” કે “જિંદગી”?


*“નિર્માણની ક્ષમત

આજ વાક્ય આપણે સામાજિક દ્રષ્ટિએ પણ જોવાની જરૂર છે કે આપણા કુટુંબીજનો વચ્ચે અથવા તો આપણા ફ્રેન્ડ સર્કલમાં

દરેક જગ્યાએ આ વાક્ય લાગુ પડે એવું છે ઘણીવાર અમુક લોકોનો સ્વભાવ આપણને ગમતું નથી અથવા એમની રીત

આપણને ગમતી નથી તો આ વાક્ય જેની પાસે જે હોય તે આપે એ આપણા મગજમાં જો કાયમ રહે તો ઘણી બધી વાર

આપણને સામેવાળાનું મગજ ખ્યાલ આવી શકે છે અને આપણે એની કરેલી પ્રવૃત્તિથી ઓછા દુઃખી થઈ શકે છે

આ વાર્તા તમને કેવી લાગી તેનો અભિપ્રાય મને ચોક્કસ આપજો અને આવી નાની નાની વસ્તુઓ જો બાળકોને નાનપણથી

જ શીખવાડી હોય તો તેઓ નું માનસિક ઘડતર ઘણું સરસ થતું હોય છે

Exit mobile version